Building Collapse/ અમદાવાદમાં વધુ એક બિલ્ડિંગ ધરાશાયીઃ 30થી વધુ લોકો ફસાયાની શંકા

અમદાવાદના ગોમતીપુરમાં આવેલી એક બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચાર મળી રહ્યા છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આ બિલ્ડીંગમાં 30થી વધુ લોકો ફસાયા હોવાની આશંકા છે.

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદના ગોમતીપુરમાં આવેલી એક Building collapsed બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચાર મળી રહ્યા છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આ બિલ્ડીંગમાં 30થી વધુ લોકો ફસાયા હોવાની આશંકા છે. આમ ચોમાસાના આગમન સાથે જ બિલ્ડિંગોના હિસ્સા તૂટી પડવાની ઘટનાઓ બનવા લાગી છે. ધરાશાયી થયેલી બિલ્ડિંગમાં ફાયરબ્રિગેડ વિભાગે બચાવ કામગીરી હાથ ધરી હોવાના અહેવાલ છે.

ગઈકાલે અમદાવાદ શહેરમાં જર્જરિત થયેલા Building collapsed મ્યુનિસિપલ કોર્પોરેશનના જુના સ્લમ ક્વાટર્સના બ્લોકની ગેલેરીનો ભાગ ધરાશાયી થયો હતો ત્યારે આજે આવી જ એક ઘટના બની છે જેમા ઘટનાને પગલે ફાયર વિભાગે રેસ્કયું ઓપરેશન હાથ ધર્યું છે. આ બિલ્ડીંગ ખુબ જ જુનુ અને જર્જરિત હતું. અમદાવાદમાં ગઈકાલે સવારના ભાગે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો જેના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા. આ ઉપરાંત ગઈકાલે શહેરના મણિપુરમાં પણ એક સ્લમ ક્વાટર્સની ગેલેરીનો ભાગ ધરાશાયી થયો હતો.

શહેરમાં જર્જરિત થયેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના Building collapsed જુના સ્લમ ક્વાટર્સના બ્લોકની ગેલેરીનો ભાગ ધરાશાયી થયો હતો. પહેલા એક સામાન્ય ભાગ પડ્યો ત્યાર બાદ આખી ગેલેરી તૂટી પડી હતી. લોકોએ શરૂઆતમાં ધ્યાન નહોતુ આપ્યું પણ પાછળથી લોકોમાં દોડાદોડ થઈ ગઈ હતી.ઉપરના માળે રહેતા રહીશોના ઘરની બહાર જ નીકળવાનો રસ્તો બંધ થઈ જતા ફાયરબ્રિગેડની ટીમ દ્વારા પાછળના ભાગેથી બારીમાંથી લોકોને રેસ્ક્યૂ કરી તમામના જીવ બચાવ્યા હતા. ફાયરબ્રિગેડની ટીમે 30 લોકોને રેસ્ક્યૂ કર્યા હતા. સમગ્ર ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.

 

આ પણ વાંચોઃ Gujarat Heavy Rain/ જૂનાગઢમાં મેઘતાંડવઃ 24 કલાકમાં 11 ઇંચ વરસાદ ખાબક્યો, રાજયના 224 તાલુકામાં વરસાદ

આ પણ વાંચોઃ AHMEDABAD RAIN/ ચોમાસાના પ્રારંભમાં જ અમદાવાદ પાણીપાણી

આ પણ વાંચોઃ Tamilnadu/ તમિલનાડુના રાજ્યપાલે મંત્રી સેંથિલ બાલાજીને બરતરફ કરવાનો આદેશ પરત ખેંચ્યો

આ પણ વાંચોઃ Cricket/ શિખર ધવન ભારતીય ટીમમાં થઇ શકે છે જોરદાર વાપસી,મળી શકે છે મોટી જવાબદારી

આ પણ વાંચોઃ Wkl/ દુબઇમાં મહિલા કબડ્ડી લીગની ફાઇનલમાં કોલકાતાએ પંજાબને હરાવીને બન્યું ચેમ્પિયન