Aravalli News: અરવલ્લી જિલ્લાના પીપરાણા ગ્રામ પંચાયતના ખેડૂતો જમીન માપણી (Piprana Land Survey Dispute) સંબંધિત વિવાદને લઈને છેલ્લા ઘણા સમયથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે સેટેલાઇટ દ્વારા કરવામાં આવેલી જમીન માપણી દરમિયાન કેટલાક ખેતરોની સીમાઓમાં ગેરસમજ ઊભી થઈ હતી, જેના કારણે એક ખેડૂતની જમીન બીજા ખેડૂતની જમીન સાથે ભળી જતાં માલિકીના પ્રશ્નો ઊભા થયા છે.
Piprana Land Survey Dispute: DLRની માપણી સામે ખેડૂતોમાં અસંતોષ
ખેડૂતોના જણાવ્યા મુજબ, આ મામલે વર્ષ 2015માં જ ડી.એલ.આર. (DLR) કચેરીમાં અરજી કરવામાં આવી હતી. ત્યારબાદ કચેરી દ્વારા જરૂરી રેકોર્ડ તૈયાર કરીને આપવામાં આવ્યા હતા, પરંતુ સ્થાનિક સ્તરે આ રેકોર્ડ સામે વાંધા ઉઠતા વિવાદ વધુ જટિલ બન્યો હતો.
ખેડૂતોનું કહેવું છે કે આ વિવાદના કારણે તેમને આર્થિક નુકસાન ઉપરાંત માનસિક પરેશાનીનો પણ સામનો કરવો પડી રહ્યો છે. ખેતીલાયક જમીનના હક્ક અને સીમા સ્પષ્ટ ન હોવાથી અનેક ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
આ સમસ્યાના નિરાકરણ માટે પીપરાણા ગામ (Piprana Land Survey Dispute) ના મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થઈ અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. તેમણે કલેક્ટરને આવેદનપત્ર આપી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરીને યોગ્ય માપણી અને વહેલી તકે કાયમી ઉકેલ લાવવાની માંગ કરી હતી.
ખેડૂતોએ જણાવ્યું કે જમીન સંબંધિત વિવાદનો ઉકેલ ઝડપથી લાવવામાં આવે જેથી ભવિષ્યમાં ખેડૂતો વચ્ચે વિવાદ ઊભા ન થાય અને તેઓ પોતાની ખેતી નિરાંતે કરી શકે. હવે ખેડૂતોની રજૂઆત બાદ જિલ્લા તંત્ર આ મુદ્દે શું નિર્ણય લે છે તેના પર તમામની નજર છે.
આ પણ વાંચો:સુરેન્દ્રનગરના સાયલામાં ખેડૂતોએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે મામલતદારને અરજી સુપરત કરી
આ પણ વાંચો:મહીસાગરના બાલાસિનોરમાં જમીન વિવાદ વણસ્યો, ભૂતપૂર્વ MLAના પુત્ર સહિત 20 સામે કેસ
આ પણ વાંચો:વેરાવળમાં અનોખું જમીન કૌભાંડ, જમીન માપણીના રેકોર્ડમાં ચેડાં
