Gujarat News Today/ UPSC ઉમેદવારો માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત: SPIPA વિદ્યાર્થીઓને વધારાની આર્થિક સહાય, યુવતીઓને મળશે વધુ પ્રોત્સાહન

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના તેજસ્વી અને મહત્વાકાંક્ષી વિદ્યાર્થીઓ માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને પ્રોત્સાહક જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારે SPIPA હેઠળ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની સિવિલ સર્વિસીસ પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે આપવામાં આવતી પ્રોત્સાહન સહાયની રકમમાં નોંધપાત્ર વધારો કરવાનો નિર્ણય લીધો છે.

Gujarat Gandhinagar Breaking News
UPSC

Gujarat News: ગુજરાત સરકાર દ્વારા UPSCની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારે SPIPA ઉમેદવારો માટે આપવામાં આવતી પ્રોત્સાહન સહાયમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય પાછળ સરકારનો મુખ્ય હેતુ ગુજરાતમાંથી વધુ સંખ્યામાં IAS, IPS અને અન્ય કેન્દ્રીય સેવાઓના અધિકારીઓ તૈયાર કરવાનો છે.

UPSCની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ જાહેરાત

નવી યોજનાના અંતર્ગત UPSC પ્રિલિમિનરી પરીક્ષાની તૈયારી માટે વિદ્યાર્થીઓને માસિક આર્થિક સહાય આપવામાં આવશે. ઉપરાંત પરીક્ષાના વિવિધ તબક્કા સફળતાપૂર્વક પાર કરનારા ઉમેદવારોને વિશેષ પ્રોત્સાહન રકમ પણ આપવામાં આવશે. સરકારની જાહેરાત મુજબ UPSC પ્રિલિમિનરી પરીક્ષા પાસ કરનાર યુવકોને રૂપિયા 35 હજારની અને યુવતીઓને રૂપિયા 50,000ની સહાય આપવામાં આવશે. જ્યારે મેઇન પરીક્ષા પાસ કરનાર યુવકોને રૂપિયા 45 હજારની અને યુવતીઓને  રૂપિયા 55 હજારની પ્રોત્સાહક સહાય મળશે. આ ઉપરાંત સમગ્ર યોજનાના લાભરૂપે યુવકોને કુલ રૂપિયા 1.55 લાખ અને યુવતીઓને કુલ રૂપિયા 2.05 લાખ સુધીની સહાય મળી શકશે. સરકારનું માનવું છે કે આર્થિક સહાયના કારણે પ્રતિભાશાળી પરંતુ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને UPSC જેવી પ્રતિષ્ઠિત પરીક્ષાની તૈયારીમાં વધુ પ્રોત્સાહન મળશે.

સરકારનો વધુ IAS, IPS અને અન્ય કેન્દ્રીય સેવાઓના અધિકારીઓ તૈયાર કરવાનો હેતુ

રાજ્ય સરકારના આ નિર્ણયને UPSC ઉમેદવારો માટે મોટું પ્રોત્સાહન માનવામાં આવી રહ્યું છે. શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતોનું કહેવું છે કે આ પગલાથી ગુજરાતમાંથી કેન્દ્રીય સેવાઓમાં પસંદગી પામનારા અધિકારીઓની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે.


આ પણ વાંચો:ગુજરાતના 34 ઉમેદવારોએ UPSC  પાસ કરી, દિશાંક નિસારનો 19મો ક્રમ

આ પણ વાંચો:CM ભૂપેન્દ્ર પટેલે UPSC સિવિલ સર્વિસ પરીક્ષામાં સફળ તાલીમાર્થીઓને કર્યા સન્માનિત

આ પણ વાંચો:UPSCમાં 35મો રેન્ક મેળવનાર ડૉ. મહેશ દીક્ષિત બન્યા નવા IB ચીફ: IAS અને IFSની ચમકતી કારકિર્દી છોડી દેશસેવા માટે ખાખી વર્દી પસંદ કરી