"Foreign interference in India's internal affairs is worrying"/ UPSCમાં 35મો રેન્ક મેળવનાર ડૉ. મહેશ દીક્ષિત બન્યા નવા IB ચીફ: IAS અને IFSની ચમકતી કારકિર્દી છોડી દેશસેવા માટે ખાખી વર્દી પસંદ કરી

India top: ભારતમાં દર વર્ષે લાખો યુવાનો દેશની સૌથી પ્રતિષ્ઠિત સિવિલ સર્વિસીસ પરીક્ષા (UPSC) પાસ કરીને કલેક્ટર (IAS) કે રાજદૂત (IFS) બનવાનું સપનું જોતા હોય છે. વહીવટી સેવાઓ પર ઠોકર મારીને(IB) ના નવા વડા બનેલા મહેશ દીક્ષિતે (Mahesh Dixit)દેશની આંતરિક સુરક્ષા માટે અત્યંત પડકારજનક ગણાતી આઈપીએસ (IPS) કેડર પર પસંદગી કરી હતી. સામાન્ય રીતે જો […]

Breaking News India
india

India top: ભારતમાં દર વર્ષે લાખો યુવાનો દેશની સૌથી પ્રતિષ્ઠિત સિવિલ સર્વિસીસ પરીક્ષા (UPSC) પાસ કરીને કલેક્ટર (IAS) કે રાજદૂત (IFS) બનવાનું સપનું જોતા હોય છે. વહીવટી સેવાઓ પર ઠોકર મારીને(IB) ના નવા વડા બનેલા મહેશ દીક્ષિતે (Mahesh Dixit)દેશની આંતરિક સુરક્ષા માટે અત્યંત પડકારજનક ગણાતી આઈપીએસ (IPS) કેડર પર પસંદગી કરી હતી.

સામાન્ય રીતે જો કોઈ ઉમેદવાર UPSC માં ટોપ રેન્ક મેળવે, તો તેની પહેલી પસંદગી આઈએએસ (IAS) કેડર જ હોય છે. પરંતુ દેશની ગુપ્તચર સંસ્થા ‘ઇન્ટેલિજન્સ બ્યુરો’ (IB) ના નવા વડા બનેલા મહેશ દીક્ષિતે એક નવો જ ઈતિહાસ રચ્યો હતો. તેમણે અસાધારણ પ્રતિભાના જોરે UPSCમાં 35મો ક્રમ મેળવ્યો હોવા છતાં, એશોઆરામ વાળી વહીવટી સેવાઓ પર ઠોકર મારીને દેશની આંતરિક સુરક્ષા માટે અત્યંત પડકારજનક ગણાતી આઈપીએસ (IPS) કેડર પર પસંદગી  કરી હતી.

મહેશ દીક્ષિત (Mahesh Dixit)પ્રોફેશનલ ડૉક્ટરમાંથી બન્યા પોલીસ ઓફિસર

મહેશ દીક્ષિતની સફર અન્ય અધિકારીઓ કરતાં તદ્દન અલગ છે. તેઓ માત્ર કાયદો અને વ્યવસ્થાના જ નિષ્ણાત નથી, પરંતુ તબીબી ક્ષેત્રના પણ એક્સપર્ટ છે. તેમણે પુણેથી મેડિસિન શાખામાં પોસ્ટ-ગ્રેજ્યુએશન (MD) ની ડિગ્રી મેળવી છે. તેમની પત્ની રાજશ્રી પણ એક ડૉક્ટર છે. તબીબી ક્ષેત્રના પ્રોફેશનલ હોવા છતાં દેશદાઝ કાજે પોલીસ સેવામાં જોડાનાર ડૉ. દીક્ષિત કદાચ એવા પ્રથમ આઈપીએસ અધિકારી છે, જેઓ 1 જુલાઈથી દેશની સૌથી મહત્વની ગુપ્તચર એજન્સી (IB) ના ડાયરેક્ટર તરીકેની કમાન સંભાળશે.

તેઓ આ પદ પર તેમના માર્ગદર્શક અને સિનિયર અધિકારી તપન ડેકાનું સ્થાન લેશે, જેઓ ચાર વર્ષની યાદગાર સેવા બાદ નિવૃત્ત થઈ રહ્યા છે. તપન ડેકાએ વધુ સેવા લંબાવવાનો (એક્સટેન્શન લેવાનો) ઇનકાર કર્યા બાદ સરકારે દીક્ષિતના અનુભવ પર ભરોસો મૂક્યો છે.

કાશ્મીરમાં શાંતિ સ્થાપવા અને આતંકી નેટવર્ક તોડવામાં માસ્ટર છે મહેશ દીક્ષિત

1993 બેચના આઈપીએસ (IPS)અધિકારી મહેશ દીક્ષિતને ગુપ્ત માહિતી એકત્રિત કરવા અને ગ્રાઉન્ડ લેવલ પર નેટવર્ક ઊભું કરવા માટે દેશના સૌથી સક્ષમ અધિકારી માનવામાં આવે છે. સિવિલ સર્વિસ પાસ કર્યા બાદ તેમને આંધ્રપ્રદેશ કેડર મળી હતી, પરંતુ તેલંગાણા અલગ રાજ્ય બનતા તેઓ ત્યાં ટ્રાન્સફર થયા હતા. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના ઐતિહાસિક નિર્ણય બાદ ત્યાં કોઈપણ પ્રકારની અશાંતિ ન ફેલાય અને સ્થિતિ કાબૂમાં રહે, તે માટે દીક્ષિતે પડદા પાછળ રહીને વ્યૂહાત્મક ભૂમિકા ભજવી હતી.

દેશમાં આતંકવાદ અને નક્સલવાદી પ્રવૃતિઓ ડામી દિધી

આશરે 30 વર્ષ સુધી ઇન્ટેલિજન્સ બ્યુરોમાં વિભિન્ન પદો પર કાર્યરત રહેલા દીક્ષિતે લદ્દાખથી લઈને પૂર્વોત્તરના રાજ્યોમાં અનેક સંવેદનશીલ મિશનો લીડ કર્યા છે. તેમણે નક્સલવાદ વિરોધી અભિયાનો અને સરહદ પારથી થતી ઘૂસણખોરીને રોકવા માટે અદ્ભુત કામગીરી કરી છે. ઉપરાંત  શ્રીનગરમાં આસિસ્ટન્ટ ઇન્ટેલિજન્સ બ્યુરોના પ્રમુખ રહી ચૂકેલા દીક્ષિતે ગત વર્ષે સ્થાનિક પોલીસની મદદથી જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir)માં સક્રિય એક મોટા હાઈપ્રોફાઈલ અને ‘વ્હાઇટ કોલર’ આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ કરીને સનસનાટી મચાવી દીધી હતી. તેઓ હાલમાં IBમાં સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે.

શું છે ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) નું મુખ્ય કામ?

 ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) એ ભારતની સૌથી જૂની અને મુખ્ય આંતરિક ગુપ્તચર સંસ્થા છે, જે સીધી કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ કામ કરે છે. આ એજન્સી દેશની સરહદોની અંદર થતી શંકાસ્પદ પ્રવૃત્તિઓ, આતંકવાદી ષડયંત્રો, કોમી રમખાણોની આશંકા અને દેશ વિરોધી જાસૂસી નેટવર્ક પર નજર રાખીને એડવાન્સ એલર્ટ જાહેર કરે છે. તેના રિપોર્ટના આધારે જ દેશની સુરક્ષા એજન્સીઓ અને રાજ્યોની પોલીસ મોટા જોખમોને સમયસર ટાળી શકે છે.


આ પણ વાંચો: ગુજરાતના 34 ઉમેદવારોએ UPSC  પાસ કરી, દિશાંક નિસારનો 19મો ક્રમ

આ પણ વાંચો: મોબાઈલ ખોવાઈ જવાની FIR ન નોંધી તો IPS બની ગયો બકરી ચરાવનારનો પુત્ર, પહેલા જ પ્રયાસમાં UPSC પરીક્ષા પાસ કરી

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરના ઉરીમાં ભયાનક વિસ્ફોટ, મહારાષ્ટ્રના બે બહાદુર જવાનો દેશ માટે શહીદ