UPSC/ ગુજરાતના 34 ઉમેદવારોએ UPSC  પાસ કરી, દિશાંક નિસારનો 19મો ક્રમ

યુપીએસસીમાં 34 ગુજરાતી ઉમેદવારોએ પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી છે. તેમા દિશાંક નિસાર 19મા ક્રમ સાથે ગુજરાતનો સૌથી ઊંચુ રેન્કિંગ મેળવનાર ગુજરાતી ઉમેદવાર હતો.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Gandhinagar News:  યુનિયન પબ્લિક સર્વિસ કમિશન 2025ના અંતિમ પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. વિવિધ સેવાઓ માટે કુલ 958 ઉમેદવારો ક્વોલિફાય થયા છે. આમાંથી, SPIPA ના 34 ઉમેદવારોએ સમગ્ર ભારતમાં ક્રમ મેળવ્યો છે.

UPSCમાં SPIPA ના નિસાર દિશાંકે 19મો ક્રમ AIR મેળવ્યો

UPSC એ સિવિલ સર્વિસ પરીક્ષા 2025ના અંતિમ પરિણામો જાહેર કર્યા છે. વિવિધ સેવાઓ માટે 958 ઉમેદવારો ક્વોલિફાય થયા છે. ગયા વર્ષ કરતાં આ વર્ષે UPSC માટે વધુ ગુજરાતી ઉમેદવારો ક્વોલિફાય થયા છે. આ વર્ષે અમદાવાદમાં તાલીમ પામેલા 82 SPIPA ઉમેદવારોએ UPSC પરીક્ષા આપી હતી, જેમાંથી 34 SPIPA ઉમેદવારો ક્વોલિફાય થયા હતા. જોકે, ગયા વર્ષે SPIPA ના 27 ઉમેદવારો UPSC માટે ક્વોલિફાય થયા હતા. તેથી, ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ક્વોલિફાય થનારા ઉમેદવારોની સંખ્યામાં વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે, નિસાર દિશાંત અમૃતલાલે 19મા ક્રમ સાથે UPSC માટે ક્વોલિફાય કર્યું.

UPSCમાં ગુજરાતીઓ ઝળક્યા, 34એ પરીક્ષા પાસ કરી
UPSCમાં ગુજરાતીઓ ઝળક્યા, 34એ પરીક્ષા પાસ કરી

યુપીએસસીમાં અન્ય ગુજરાતી ઉમેદવારો

તેના પછી આવેલા ગુજરાતી ઉમેદવારોમાં જોઈએ તો વિપુલ ચૌધરીએ 115, ભાવેશ જાગલને 128, પંકજ સોનીએ 130, સૌરભ શર્માએ 146, તુષાર મેંદપરાએ 195, કીર્તન ભટ્ટ 262, અનિકેત પટેલ 266, જીતેન્દ્ર પ્રજાપતિ 287, સાવનકુમાર સરવડીયા 292મો રેન્ક મેળવ્યો હતો. જ્યારે કોમલ માવી 314, રાહુલ 379, શ્રેયા પ્રિયદર્શી 387, રામ લક્ષ્મણભાઈ 474, સૌરભ 544, હાશમી મોહમ્મદ ઉમાર 549, નિશાંત પ્રિયદર્શી 559, પ્રવીણ કોલાપે 584, અંશુલ યાદવ 586, જીનેશ ચૌહાણ 589 રેન્ક મળ્યો હતો. આ સિવાય જીતકુમાર નમ્હા 606, આદિત્ય અમરાણી 609, સત્યમ પાંડે 617,  પ્રદીપ પરમાર 703, મિહીર પટેલને 709, અભિષેક મીણાને 766, હિમાંશુ વેરમાને 779, સ્નેહ પટેલને 813, સાગર જાદવે 829, વિરેન પરમારે 830, નરેન્દ્ર રાઠોડે 840, વિનોદ પંતે 867, રાહુલ રેવારે 898 અને ઓમ પટેલે 945મો રેન્ક મેળવ્યો હતો.

ગયા વર્ષે પરીક્ષા લેવાઈ

UPSC દ્વારા 23 મે, 2025ના રોજ લેવામાં આવેલી સિવિલ સર્વિસીસ પ્રિલિમ્સ પરીક્ષાના પરિણામો 11 જૂન, 2025 ના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. સમગ્ર ભારતમાંથી કુલ 14,161 ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય થયા હતા, જેમાં SPIPA માં તાલીમ પામેલા 272 ઉમેદવારોનો સમાવેશ થાય છે. ત્યારબાદ મુખ્ય પરીક્ષાના પરિણામો 11 નવેમ્બર, 2025ના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. સમગ્ર ભારતમાંથી 2,376 ઉમેદવારોની વ્યક્તિત્વ પરીક્ષણ માટે પસંદગી કરવામાં આવી હતી, જેમાં SPIPA માંથી 82 ઉમેદવારોનો સમાવેશ થાય છે. ડિસેમ્બર 2025 થી ફેબ્રુઆરી 2026 દરમિયાન લેવામાં આવેલા વ્યક્તિત્વ પરીક્ષણના આધારે, UPSC દ્વારા જાહેર કરાયેલા અંતિમ પરિણામોમાં સમગ્ર ભારતમાંથી 958 ઉમેદવારોને અખિલ ભારતીય સેવા માટે પસંદ કરવામાં આવ્યા છે.


આ પણ વાંચો: UPSCની 5 મહત્વની પોસ્ટ માટે આજે ભરતી પરીક્ષા

આ પણ વાંચો: UPSC સિવિલ સર્વિસીઝ પરીક્ષા ૨૦૨૬ના તાલીમવર્ગ ૨૦૨૫-૨૬ની પ્રવેશ પરીક્ષા ૨૦૨૫ માટે ઓનલાઈન અરજીની સમયમર્યાદા વધારવામાં આવી

આ પણ વાંચો: UPSC દ્વારા સિવિલ સર્વિસીસ (પ્રારંભિક) પરીક્ષા, 2025ના પરિણામ જાહેર