મહિલા ધારાસભ્યોને તેમના મત વિસ્તારના રસ્તાના કામો માટે રૂપિયા એક કરોડની વધારાની ગ્રાન્ટ ફાળવતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે આજે વિધાનસભા ગૃહમાં વિશ્વ મહિલા દિન નિમિત્તે મહિલા ધારાસભ્યો ને તેમના મત વિસ્તારમાં રસ્તાના કામો માટે વધારાની ગ્રાન્ટ ફાળવી છે. રાજ્યના તમામ મહિલા ધારાસભ્યોને રૂપિયા એક કરોડની વધારાની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરવામાં આવી છે.
Delhi / ઈરાને જ કરાવ્યો હતો દિલ્હી સ્થિત ઈઝરાયલી દૂતાવાસની બહાર બ્લાસ્ટ, આ માટે ભારતીયોનો જ કર્યો ઉપયોગ
નાયબ મુખ્યમંત્રી પટેલે ઉમેર્યું કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના નેતૃત્વવાળી અમારી સરકારે મહિલા ધારાસભ્યોને વિશ્વ મહિલા દિવસની ભેટ આપી છે જેનો લાભ ૧૩ મહિલા ધારાસભ્યોને મળશે. આ ગ્રાન્ટના કારણે ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્યો ગ્રામીણ કક્ષાએ રસ્તાના કામો તથા કોર્પોરેશન વિસ્તારના મહિલા ધારાસભ્યોને કોર્પોરેશન વિસ્તારમાં રસ્તાના કામો માટે ફાળવાશે જે સંબંધિત કોર્પોરેશનને માર્ગ મકાન વિભાગ દ્વારા ફાળવી આપવામાં આવશે તેમ તેમણે ઉમેર્યુ હતું.
રાજ્યસભા / ગુજરાતમાં રાષ્ટ્રીય વન્યજીવ રોગ નિદાન કેન્દ્ર સ્થપાશે, પરિમલ નથવાણીના મુદ્દા અંગે કેન્દ્ર સરકારનો જવાબ
