Surat News/ સુરત પોલીસને મળી મોટી સફળતા, બનાવટી નોટો મૂકી ફ્રોડ કરનાર ગઠિયાઓની ધરપકડ

શહેરની સારોલી પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે નકલી નોટોનું ફ્રોડ આચરનારા ગઠિયાઓની ધરપકડ કરી.

Top Stories Surat

Surat News: શહેરની સારોલી પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે નકલી નોટોનું ફ્રોડ આચરનારા ગઠિયાઓની ધરપકડ કરી. આ ગઠિયાઓ ચલણી નોટોની સાથે બનાવટી નોટો લોકો સાથે છેતરપિંડી કરતા હતા. જયારે ગઠિયાઓ મુંબઈથી બનાવટી નોટો સુરતમાં ડિલિવરી કરવા આવ્યા ત્યારે પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા. પોલીસને આ ગઠિયાઓ પાસેથી અઢી કરોડથી વધુની બનાવટી નોટો મળતા ચોંકી હતી.

આજે નકલીનો કારોબાર વધ્યો છે. સુરત પોલીસને નકલી નોટોના કારોબારને લઈને બાતમી મળી હતી. શુભ ચિતંકે માહિતી આપતા પોલીસને જણાવ્યું હતું કે મુંબઈથી સુરત નકલી નોટોનો કારોબાર ચાલી રહ્યો છે. હાલમાં ત્રણ શખ્સ મુંબઈથી બનાવટી નોટો લઈ સુરતમાં ડિલિવરી કરવાના છે. આ ગઠિયાઓ મહારાષ્ટ્રના અહેમદનગર ખાતેથી નીકળી ત્રણ બેગમાં નકલી નોટો છુપાવીને સુરત લાવવાના છે. આ માહિતીના આધારે સુરતની સારોલી પોલીસે મુંબઈથી સુરતના માર્ગ પર વોચ ગોઠવી હતી. અને આ ત્રણ શખ્સ જ્યારે અંત્રોલીગામ ત્રણ રસ્તાથી નિયોલ ચેક પોસ્ટ થઈ સુરત શહેર તરફ જતા હતા ત્યારે પોલીસ દ્વારા તેમને ઝડપી પાડવામાં આવ્યા.

પોલીસ ત્રણેય આરોપીને ઝડપી વધુ પૂછપરછ કરી હતી. જેમાં આ ત્રણ શખ્સના નામ રાહુલ બોનુ વિશ્વકર્મા, ગુલશન અજિત ગુગલે અને દત્તાત્રેય શિવાજી રોકડે હોવાનું સામે આવ્યું. આ ત્રણેય શખ્સ પાસે મોટા-મોટા થેલા હતા. જેની તપાસ કરતાં તેમાંથી અઢી કરોડથી વધુની બનાવટી નોટો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ ગઠિયાઓ ચલણી નોટોની સાથે બનાવટી નોટો મૂકીને કરતા હતા છેતરપિંડી કરવાનું કૌભાંડ કરતા હતા. પોલીસ પૂછપરછમાં દત્તાત્રેય શિવજી નામના શખ્સે જણાવ્યું કે તે રાહુલનો અઠવાડિયા પહેલા જ સંપર્ક થયો હતો. તેણે નકલી નોટોના વ્યવહારમાં કમાણી કરી નફો વધુ મળવાનુ કહેતા હું આમાં જોડાયો હતો. આ બનાવટી નોટ સુરત પહોંચાડવા માટે ત્રણેયને 10,000 રૂપિયા મળવાના હતા. પરંતુ પોલીસને આ ગેરરીતિની માહિતી મળતા ત્રણેય શખ્સને ઝડપી પાડ્યા. બેંક સહિતની જગ્યા ઉપર આ પ્રકારની છેતરપિંડી થતું હોવાનું અનેક વખત પોલીસના ધ્યાને આવ્યું છે. અગાઉ પણ પોલીસે આ પ્રમાણે છેતરપિંડી કરતી ગેંગ ઝડપી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: આધારકાર્ડથી લઈને TDS દરમાં 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યા છે નિયમો, જાણો

આ પણ વાંચો: આધારકાર્ડમાં કેટલી વખત નામ અને સરનામાની બદલી શકાય વિગત, જાણો

આ પણ વાંચો: આધારકાર્ડ હવે દસ્તાવેજનો ભાગ નહીં, ગુજરાત સરકારે આવો નિર્ણય કેમ લીધો જાણો…