ICC Womens's T20/ વીમેન્સ T20 વર્લ્ડ કપમાં ભારતે પાક.ને છ વિકેટે હરાવ્યું

વીમેન્સ ટી20 વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને છ વિકેટે હરાવ્યું છે. પાકિસ્તાને 20 ઓવરમાં 8 વિકેટે 105 રન કર્યા તેના જવાબમાં ભારતીય ટીમે 18.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 108 રન કરી મેચ જીતી લીધી હતી. ત્રણ વિકેટ ઝડપનારી અરુંધતી રેડ્ડીને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી.

Top Stories Breaking News Sports

Dubai: વીમેન્સ ટી20 વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને છ વિકેટે હરાવ્યું છે. પાકિસ્તાને 20 ઓવરમાં 8 વિકેટે 105 રન કર્યા તેના જવાબમાં ભારતીય ટીમે 18.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 108 રન કરી મેચ જીતી લીધી હતી. ત્રણ વિકેટ ઝડપનારી અરુંધતી રેડ્ડીને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી.

ભારત તરફથી શેફાલી વર્માએ 35 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી સૌથી વધુ 32 રન કર્યા હતા. જ્યારે કેપ્ટન હરમનપ્રીત કૌર 29 રન કરી રિટાયર હર્ટ થઈ હતી. જ્યારે જેમિમા રોડ્રિગ્સે 23 રન કર્યા હતા. ભારતનો વર્તમાન ટી20 વર્લ્ડકપમાં આ પ્રથમ વિજય છે. ભારત ન્યૂઝીલેન્ડ સામેની પહેલી મેચ હારી ગયું હતું.

પાકે. ટોસ જીતીને બેટિંગમાં ઉતરવાનો નિર્ણય લીધો હતો. તેને આ નિર્ણય ખાસ ફળ્યો ન હતો. તેના ત્રણ જ ખેલાડી ડબલ ફિગરે પહોંચી શક્યા હતા. નિદા દારે સૌથી વધુ 28, મુનીબા અલીએ 17 અને ફાતિમા સનાએ 13 રન કર્યા હતા. આ સિવાય સૈયદા અરૂબાએ અણનમ 14 રન કર્યા હતા. ભારત તરફથી અરુંધતી રેડ્ડીએ ત્રણ, શ્રેયંકા પાટીલે બે, રેણુકા સિંઘ, દિપ્તી શર્મા અને આશા શોભનાએ એક-એક વિકેટ ઝડપી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભારતમાં યોજાશે એશિયા કપ 2025, આ કારણથી રોહિત-વિરાટ બેટિંગ કરતા નહીં દેખાય

આ પણ વાંચો: પૂર્વ ક્રિકેટર સલિલ અંકોલાની માતાનું શંકાસ્પદ સંજોગોમાં મોત, ગરદન પર ઘાના નિશાન જોવા મળ્યા

આ પણ વાંચો: વિરાટ કોહલીની હાલત દયનીય છે તે ફોર્મેટમાં તેને સૌથી વધુ પસંદ છે, તેના બેટની ચમક ઓછી થઈ રહી છે