Not Set/ 15 દિવસમાં 27લાખ HSRP નંબર પ્લેટ કેવી રીતે નંખાશે ? તંત્ર મુઝવણમાં

હાઈ સીક્યોરિટી રજીસ્ટ્રેશન પ્લેટ(HSRP) નથી નખાવી તેવા વાહનચાલકો માટે આ બે સપ્તાહની સમય સીમા આપીને સામાન્ય જનતા અને RTO કર્મચારીઓની ચિંતા વધારી છે. કેમ કે આગામી 15 જાન્યુઆરી પછી જેમના વાહનમાં HSRP તેવા લોકોને જેટલીવાર પકડાશે તેટલીવાર રુ.500નો દંડ આપવો પડશે. સરકારે તો ડેડલાઇન જાહેર કરી દીધી પરંતુ શહેરની RTO ઓફિસની કેપેસિટી જ રોજના 2000 વાહનોમાં HSRP ફીટ કરવાની છે. જે બધા જ માટે સમસ્યાનું મોટું કારણ […]

Top Stories

હાઈ સીક્યોરિટી રજીસ્ટ્રેશન પ્લેટ(HSRP) નથી નખાવી તેવા વાહનચાલકો માટે આ બે સપ્તાહની સમય સીમા આપીને સામાન્ય જનતા અને RTO કર્મચારીઓની ચિંતા વધારી છે. કેમ કે આગામી 15 જાન્યુઆરી પછી જેમના વાહનમાં HSRP તેવા લોકોને જેટલીવાર પકડાશે તેટલીવાર રુ.500નો દંડ આપવો પડશે. સરકારે તો ડેડલાઇન જાહેર કરી દીધી પરંતુ શહેરની RTO ઓફિસની કેપેસિટી જ રોજના 2000 વાહનોમાં HSRP ફીટ કરવાની છે. જે બધા જ માટે સમસ્યાનું મોટું કારણ છે.

હાલની પરિસ્થિતિ મુજબ RTO ઓફિસને 24 કલાક કામ કરે તોય રહેવા દેવામાં આવે તો પણ 6000 નંબર પ્લેટ ફીટ થઈ શકે છે. જ્યારે શહેરમાં કુલ 37લાખથી વધુ વાહનો છે જેમાં થી 27 લાખ HSRP લગાવવાની બાકી છે. જ્યારે હતો RTO કાચેરીમાં સરકારના આ ફરમાનના કારણે ઘણા લોકો હાલાંકી ભોગવી રહ્યા છે.

મળતી માહિતી મુજબ નવેમ્બર 2017 સુધીમાં અમદાવાદમાં માત્ર 9 લાખ વાહનોમાં જ હાઈ સ્કીયોરીટી વાળી નંબર પ્લેટ લગાડવામાં આવી છે. જેમાંથી માત્ર ૬૦ હજાર જેટલા જુના  વાહનો છે, જ્યારે બાકીના વાહનો તો નવા રજીસ્ટર થયેલા વાહનો છે. શહેરમાં રહેલા કુલ 37 લાખ વાહોનો માંથી 27 લાખ ટૂ વ્હિલર છે અને આશારે ૩ લાખ થ્રી વ્હિલર અને 6 લાખ ફોર વ્હિલર છે.

જ્યારે સમગ્ર મામલે RTO અધિકારી મુજબ આ માટે લોકોને ખૂબ સમય આપવામાં આવ્યો હતો. પરંતુ ખૂબ જ ઓછા લોકોએ સામે ચાલીને આ નંબર પ્લેટ ફીટ કરાવી છે. હવે જ્યારે આ ડેડલાઈન જે લોકો બાકી છે તેમના માટે જરુરી છે. જેથી તેઓ કાયદાનું પાલન કરે.