Rajkot News/ રાજકોટ કાર અકસ્માતમાં ‘ડ્રાઈવર’ની આખરે ધરપકડ, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

લેખિત રજૂઆત ફરિયાદી દ્વારા ગૃહ રાજ્યમંત્રી સુધી કરવામાં આવી હતી.

Top Stories Gujarat Rajkot

Rajkot News: રાજકોટ (Rajkot) ન્યારી ડેમ રોડ પર પરાગ નામના યુવકના અકસ્માત (Accident)ના કેસમાં પરાગ નામના યુવકનું લાંબી સારવાર બાદ મોત (Death) નિપજ્યું હતું. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ (Postmortem) અર્થે સિવિલ હોસ્પિટલ (Civil Hospital) ખસેડવામાં આવ્યો હતો. પરંતુ પીડિત પરિવારે ન્યાય (Justice) ન મળે ત્યાં સુધી મૃતદેહ (Deadbody) સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો, ત્યારે પોલીસે આરોપીની અટકાયત કરી છે અને મૃતકના પરિજનોએ યુવકનો મૃતદેહ સ્વીકાર્યો છે. પોલીસે કાર ચલાવનાર તરૂણ સામે કાર્યવાહી કરી હોવાનું પણ જાણવા મળ્યું છે. તેમજ PSI સામે આપણ તપાસ શરૂ કરી છે.

ગત તારીખ 21 માર્ચના રોજ રાજકોટ ન્યારી ડેમ રોડ પર એક પૂરપાટ ઝડપે જતી કારના ચાલકે સામેથી આવતા એક્ટિવાચાલક યુવાનને અડફેટે લઈ તે અને એમાં બેસેલા અન્ય બે શખ્સ નાસી છૂટ્યા હતા. જોકે, કાર પંક્ચર થતાં થોડે દૂર આગળ જઈ ઊભા રહ્યા હતા અને અન્ય ગાડી બોલાવી ત્યાંથી નાસી છૂટ્યા હતા. અકસ્માત સમયના CCTV સામે આવતાં અકસ્માત સર્જનાર યુવક ડ્રાઇવિંગ સીટ (Driving Seat) પરથી ઊતરી બીજી બાજુ પાછળવાળી સીટ પર આવીને બેસતો અને અન્ય એક મોટી ઉંમરની વ્યક્તિ ડ્રાઇવિંગ કરતી હોવાનું બતાવી નબીરાને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની લેખિત રજુઆત ફરિયાદી દ્વારા ગૃહ રાજ્યમંત્રી સુધી કરવામાં આવી હતી.

ક્રિશ મેર નામના 20 વર્ષીય યુવકે પ્રવીણ સિંહ જાડેજા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ (Police Complain) નોંધાવી હતી. બાદમાં યુવકે ગૃહ રાજ્યમંત્રી, CP વગેરેને અરજી કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે અકસ્માત (Accident)નું કારણ બનેલી નબીરાને બચાવવા માટે ખોટા ડ્રાઇવર સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જોકે, તે સમય PSI ચૌહાણે યુવકની વાત માની ન  હતી. ત્યારે મૃતકના પરિવારે આરોપી સહિત PSI સામે કાર્યવાહી કરવા ઉગ્ર માગ કરી હતી અને મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. ત્યારે પોલીસે ફરિયાદ નોંધી પ્રવીણભાઈ જાડેજાની ધરપકડ કરી હોવાની માહિતી મળી છે, 15 વર્ષના તરૂણ સામે કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે અને PSI ચૌહાણ સામે ઈન્કવાયરી કરવામાં આવી રહી છે. પોલીસે ફરિયાદ નોંધતાં મૃતકના પરિવારે મૃતદેહ સ્વીકાર્યો છે.

પરિવારે ન્યાય ન મળે ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. તેમણે જ્યાં સુધી અકસ્માત કરનાર ત્રણેય આરોપી તેમજ એસ. પી. ચૌહાણ અને નિલેશ ચાવડા નામના બંને પોલીસ કર્મચારીઓએ ખોટું કર્યું હોવાથી તેની સામે કડક પગલાં લેવાશે નહીં ત્યાં સુધી અમે લાશનો સ્વીકાર કરીશું નહીં તેમ ચીમકી આપી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટમાં નબીરા દ્વારા અકસ્માત કરવા મામલે હ્યુમન રાઇટ્સ વિભાગના આસિ.પ્રોફેસરનું નિવેદન આવ્યું સામે

આ પણ વાંચો:રાજકોટ પોલીસ કમિશનરની મનમાની, મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ

આ પણ વાંચો:રાજકોટ દુર્ઘટનાને પગલે રાજકોટ પોલીસ કમિશનરની બદલી