ખનીજ ચોરી/ પોરબંદરમાં ખનીજ ચોરી પકડાઇ

ખનીજ ચોરી પકડાઇ પોરબંદરમાં

Gujarat

પોરબંદરમાં ખાણ ખનિજ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. માહિતીના આધારે તપાસ  દરમિયાન પોરબંદરના બળેજ ગામે રાત્રિના સમયે ખાણ ખનિજની ટીમને ઘેરી લેવામાં આવી હતી અને કામગીરી રોકવાનો પ્રયાસ કર્યો હતો. ખાણ ખનીજની ટીમ પરત ફરી હતી. ત્યારબાદ ફરીથી પોલીસ કાફલા સાથે તપાસ હાથ ધરતા સવા બે કરોડની ખનીજચોરી થઈ હોવાનું સામે આવતા તે અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.ખાણ ખનિજ વિભાગના માઇન સુપરવાઈઝર વિનય ડોડિયાએ  ફરિયાદ નોધાવી હતી . તારીખ 4 જૂનના રોજ રાત્રિના બે વાગે બળેજ ગામે તપાસમાં ગયા હતા. તે દરમિયાન એક સ્થળે સરકારી જમીન પરથી બિલ્ડીંગનું ગેરકાયદેસર ખોદ કામ ચાલી રહ્યું હતું.

ખનીજચોરી રોકવાનો પ્રયત્ન કરવા જતા સ્થળ પર રહેલા નાગા ભાઈ હરદાસભાઈ દાસા, લખમણભાઇ હરદાસભાઇ દાસા તથા અજાણ્યા શખ્સોએ ખાણ ખનીજની ટીમને બિભત્સ શબ્દો બોલીને ફરજમાં રૂકાવટ કરી હતી. તથા તેનો મોબાઇલ છીનવાની કોશિશ કરી હતી. ધાક ધમકી આપી ટીમને કોઈ કાર્ય કરવા ન દીધું હતું અને ટીમ પરત ફરી હતી. પોલીસ કાફલાને સાથે લઈને ફરીથી ખાણ ખનીજની ટીમ તે જગ્યાએ સવારે 11:00 કલાકે ફરીથી તપાસમાં કરવા ગઇ હતી. ખનીજ ચોરોએ ગેરકાયદેસર ટીસીનો ઉપયોગ કરી વીજ કનેક્શન ઉભું કરીને ખોદ-કામ કરવામાં આવતું હતું.

જીપીએસ પોઇન્ટ માપણી કરતા 44,894.35 મેટ્રીક ટન બિલ્ડિંગ લાઇમ સ્ટોન ખનીજનું ગેર કાયદે ખોદકામ થયું હતું. જેથી કુલ રૂપિયા 2,27,76,752ની ખનીજ ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. નાગાભાઈ હરદાસ ભાઈ દાસા અને લખમણ હરદાસ ભાઈ દાસા અને અજાણ્યા શખ્સોસામે ગુન્હો નોંધીને તપાસ હાથ ધરાઈ છે.