ગુજરાત રાજ્યમાં કોરોનાવાયરસ નો પ્રકોપ ધીમી ગતિ ઍ પણ ઘટી રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં 11892 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો 669928 પહોચ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 119 લોકોનાં મૃત્યુ થયા છે.
આજે પણ નવા કેસની સરખામણીએ રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા વધારે છે. આજે રાજ્યમાં કુલ 14737ને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 518234 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 143421 છે.
અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 3359 કેસ નોધાયા છે. તો અમદાવાદ ગ્રામ્યમાં 83 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 889 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 273 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 710 કેસ, જ્યારે ગ્રામ્યમાં 429 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 396 કેસ અને ગ્રામ્યમાં 290 કેસ નોંધાયા છે.
.jpg)
