યોગી સરકારમાં જલ શક્તિ રાજ્ય મંત્રી દિનેશ ખટીકે કામની વહેંચણી ન થવાના ગુસ્સામાં પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને લખેલા પત્રમાં તેમણે પોતાના વિભાગના અધિકારીઓ પર તમામ પ્રકારના આક્ષેપો કર્યા છે. તેમણે આની કોપી સીએમ અને રાજભવનને પણ મોકલી છે. જો કે સરકાર અને પાર્ટી સંગઠનના સ્તરે આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી. પત્રમાં દિનેશ ખટીકે લખ્યું છે કે જલ શક્તિ વિભાગમાં દલિત સમુદાયના રાજ્યકક્ષાના મંત્રી હોવાના કારણે તેમના કોઈ આદેશ પર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. તેમજ વિભાગમાં કઇ યોજનાઓ ચાલી રહી છે અને તેના પર શું કાર્યવાહી કરવામાં આવી રહી છે તેની માહિતી પણ આપવામાં આવતી નથી.
તેમણે આરોપ લગાવ્યો કે ઉત્તર પ્રદેશ સરકારના અધિકારીઓ દલિતોનું અપમાન કરી રહ્યા છે. તેમણે સિંચાઈ વિભાગના અગ્ર સચિવ અનિલ ગર્ગને એક બાબતે ફોન કર્યો હતો પરંતુ તેમણે તેમની વાત સાંભળ્યા વિના ફોન કાપી નાખ્યો હતો. તેઓ દલિત જાતિના મંત્રી છે, તેથી વિભાગમાં તેમની સાથે ભારે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે.
