Valsad News/ જોનારના કાળજા કંપી ગયા! વલસાડના કપરાડામાં ગમખ્વાર અકસ્માત, મૃત્યુઆંક વધીને 7 થયો

વલસાડ (Valsad) જિલ્લાના કપરાડા તાલુકાના કુંભઘાટ પર ટ્રક અને ઇકો કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક જ પરિવારના 5 સભ્યોના મોત નીપજ્યા છે. વધુ વિગતો માટે વાંચો.

Gujarat Top Stories Others

Valsad Kaprada Accident: દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કુખ્યાત ગણાતા કુંભઘાટ પર આજે હચમચાવી દે તેવી દુર્ઘટના સર્જાઈ છે. અકસ્માતો માટે જાણીતા આ ઘાટ પર પુરપાટ ઝડપે આવતી ટ્રક અને ઇકો કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના 7 સભ્યોના કરુણ મોત નીપજ્યા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે જોનારના કાળજા કંપી ઉઠ્યા હતા.

  

કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો

કુંભઘાટના વળાંક પર જ્યારે ટ્રક અને ઇકો કાર વચ્ચે ભયાનક ટક્કર થઈ, ત્યારે દ્રશ્યો અત્યંત હૃદયદ્રાવક અને કંપારી છોડાવનારા હતા. આ અકસ્માત એટલો વિચિત્ર અને ગંભીર હતો કે 5 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા, જ્યારે અન્ય 2 ગંભીર રીતે ઘાયલ વ્યક્તિઓએ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. અકસ્માતની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે એક મહિલાનું માથું ટ્રકના ટાયર નીચે આવી જતાં સંપૂર્ણપણે ચગદાઈ ગયું હતું અને રસ્તા પર ચારેબાજુ લોહીના નિશાન જોવા મળ્યા હતા. આ ભીષણ ટક્કરમાં ઇકો કારનો અડધો ભાગ ટ્રકની નીચે દબાઈ જતાં આખો પરિવાર અંદર કચડાઈ ગયો હતો અને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

Valsad : આંબા જંગલ ગામમાં આભ ફાટ્યું

મળતી માહિતી મુજબ, આ અકસ્માતનો ભોગ બનનાર તમામ મૃતકો કપરાડાના આંબા જંગલ ગામના રહેવાસી હતા. એક જ પરિવારના સાત સભ્યોના સામૂહિક મોતથી આખું ગામ હિબકે ચઢ્યું છે. હસતો-ખેલતો પરિવાર પળભરમાં કાળનો કોળિયો બની જતાં સમગ્ર કપરાડા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

સ્થાનિકો દ્વારા બચાવ કામગીરી

અકસ્માતનો પ્રચંડ અવાજ સાંભળી આસપાસના લોકો અને રાહદારીઓ તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. કારના પતરા ચીરીને ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ કપરાડા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહોને પીએમ માટે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હજુ પણ એક અન્ય મૃતક વ્યક્તિની ઓળખ બાકી 

દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોમાં આંબાજંગલ ગામના કિશનભાઈ મહાદુભાઇ ગંગોડા (62 વર્ષ), વિનોદભાઈ અનાજીભાઈ રાઉત (32 વર્ષ), ગણેશભાઇ લાસ્યાભાઇ મિસાલ (33 વર્ષ), અને નરેશભાઇ કિશનભાઈ પવાર (29 વર્ષ) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત શિવરામભાઇ લાહનુંભાઇ ઉંમરમાંગી અને રમીલાબેન શિવરામભાઈ માંગી (31 વર્ષ) એ પણ આ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે, જ્યારે હજુ પણ એક અન્ય મૃતક વ્યક્તિની ઓળખ કરવાની કામગીરી પોલીસ દ્વારા ચાલી રહી છે

@ મયુર જોશી


આ પણ વાંચો: સાંચોર-થરાદ હાઇવે પર મોતની ટક્કર, ગામમાં શોકની લહેર

આ પણ વાંચો: પાલનપુર હાઈવે પર કાળનો પંજો! ટ્રકે ડિવાઈડર કૂદી સામેની કારને લીધી અડફેટે, 5 જિંદગીઓ હોમાઈ

આ પણ વાંચો: બનાસકાંઠામાં માતેલા સાંઢની જેમ આવેલી કારે દાદા-પૌત્રને ઉડાવ્યા