Rajkot News: રાજકોટમાં શિક્ષણ વિભાગનો વધુ એક તોડકાંડનો ઘટસ્ફોટ થયો છે. પીપળીયાની એક નકલી શાળાને ઝડપી પાડવામાં આવી. આ નકલી શાળા વિદ્યાર્થીઓને સરકારી શાળામાં પ્રવેશ આપતી હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી. આ મામલે પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ.
શિક્ષણ વિભાગની તપાસમાં ચોંકાવનારા ખુલાસો સામે આવ્યો. પીપળીયાની નુતનનગરમાં આવેલ ગૌરી શાળા નકલી હોવાનું સામે આવ્યું. આ બોગસ શાળાની અન્ય 8 શાળાઓ સાથે સાંઠગાંઠ હોવાનું પણ જાણવા મળ્યું. શિક્ષણ વિભાગની તપાસમાં સામે આવ્યું કે ગૌરી નામની નકલી શાળામાં ધોરણ 1 થી 10ના કુલ 43 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. તેમજ સગીર વયની બે યુવતીઓ બાળકોને અભ્યાસ કરવાની પણ હકીકત સામે આવી. અન્ય ખાનગી શાળાના લિવિંગ સર્ટિફિકેટ અને માર્કશીટ મળી આવતા ગૌરી શાળાની અન્ય ખાનગી શાળાઓ સાથે સાઠગાંઠ હોવાનું જાણવા મળ્યું.
હાલમાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવમાં આવી છે. સાથે જે બાળકોને ખાનગીશાળામાં પ્રવેશ અપાયો છે તેમને સરકારી શાળામાં પ્રવેશ અપાવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. તપાસ નકલી શાળાના અસલી ડોક્યુમેન્ટ અને વિદ્યાર્થીઓએ આપેલ ફીની પંહોચ પણ મળી છે. અને આ બાબતનો પર્દાફાશ થયો. મળી આવેલ ડોક્યુમેન્ટ મુજબ કાત્યાયનીબેન અને સંદિપ તિવારી આ શાળાનું સંચાલન કરી રહ્યા છે. શાળા સંચાલક તરીકેના હોદ્દાનીરૂએ તેઓ શાળામાં વિદ્યાર્થીઓ પાસેથી રૂ. 400, રૂ. 500 અને રૂ. 800 એમ અલગ અલગ ફી ઉઘરાવવામાં આવતા હતા.
ગૌરી પ્રિ પ્રાઇમરી સ્કૂલમાંથી ગૌરી ઇંગ્લીશ મીડીયમ સ્કુલના ડોક્યુમેન્ટ મળી આવ્યા છે. જેમાં ધોરણ 10 સુધી અભ્યાસ કરતા 20 વિદ્યાર્થીઓની ફીની પહોંચ મળી આવી છે.
આ પણ વાંચો: રાદડિયાનો વળતો પ્રહારઃ ઇફકોની ચૂંટણીમાં ખોડલધામ પરથી વોટ ન આપવા અપીલ થઈ હતી
આ પણ વાંચો: શહેરમાં પાણીજન્ય રોગચાળાએ માથું ઉચકયું, દર્દીઓની સંખ્યા વધી, કોલેરાનાં 3 કેસ
આ પણ વાંચો: વ્યાજખોરોનો આંતક આસમાને, જામનગરમાં વૃદ્ધની ઝેરી દવા પી આત્મહત્યા
