Ahmedabad News: અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો માથું ઉચકી રહ્યો છે. વરસાદના આગમન સાથે જ શહેરમાં વિવિધ વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળાના કારણે દર્દીઓ સંખ્યામાં વધારો થયો છે. હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતાર જોવા મળી રહી છે. શહેરમાં કોલેરાના બે દર્દી નોંધાયા. જ્યારે કેટલાક દર્દીઓ કોલેરા બીમારીની સંભાવનાને પગલે સારવાર લઈ રહ્યા છે. આ દર્દીઓમાં 1 વર્ષના નાના બાળકનો પણ સમાવેશ થાય છે. સરકારી દવાખાના ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં પાણીજન્ય રોગચાળાએ ચિંતાજનક સ્થિતિ નિર્માણ કરતાં એક જ સપ્તાહની અંદર 4 કોલેરા પોઝિટીવ દર્દી નોંધાયા.
આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું
હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી કતાર વધતા આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું. અને આ મામલે કોર્પોરેશન દ્વારા સર્વે હાથ ધરાયો તેમાં વધુ 25 શંકાસ્પદ દર્દીઓ હોવાનું જાણવા મળ્યું. કોલેરાના દર્દીઓની સંખ્યા વધતા પ્રશાસન વધુ હરકતમાં આવ્યું છે. હજુ તો વરસાદના મોસમની શરૂઆત છે ત્યાં દર્દીઓની સંખ્યા વધતા આરોગ્ય વિભાગ દ્વારા કલેકટર, વોટર વર્ક્સ તેમજ અન્ય સંબંધિત વિભાગોને સંયુક્ત રીતે મોનિટરિંગ કરી તમામ સ્થિતિનો તાગ મેળવી જરૂરી કામગીરી કરવાના આદેશો અપાયા છે. સાથે જ આગામી સમયમાં ભારે વરસાદ નું જોર રહેતા શહેરમાં રોગચાળો વધુ ના વકરે તે માટે પગલાં લેવા સૂચન કર્યા છે.
દર્દીઓ વધતા બોલાવી બેઠક
કોલેરાના દર્દીઓની સંખ્યા વધતા તંત્ર દોડતું થયું અને આરોગ્ય વિભાગ અને પાણી પુરવઠાની બેઠક બોલાવી. આ બેઠકમાં રિપોર્ટ રજૂ કરાયો તેમાં અમદાવાદમાં ઝાડા-ઊલટીના 25 દર્દી, શરદી-ખાંસીના 78 અને તાવના 41 દર્દીઓ નોંધાયા હતા. આ બેઠકમાં પૂર્વ વિસ્તારોમાં પ્રદૂષિત પાણીની ઉઠેલ માંગ દૂર કરવા સાથે કલોરિનનું વિતરણના આદેશ આપ્યા.
આ પણ વાંચો: પેરોલ પર છુટેલા કેદીનું ફતેગંજ બ્રિજ પર અકસ્માતમાં થયું મોત
આ પણ વાંચો: ગુજરાત સરકારનો લર્નિંગ લાઇન્સને લઈ મોટો નિર્ણય
આ પણ વાંચો: ગુજરાતના યાત્રાધામો ગુજરાતી પ્રવાસીઓથી ઉભરાયા