Jamnagar News: જામનગરમાં વ્યાજખોરોનો આતંક આસમાને જોવા મળી રહ્યો છે જેને અટકાવવા માટે પોલીસ દ્વારા લોક દરબાર, લોન મેળા સહિતના અનેક કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા છે. છતાં પણ વ્યાજખોરો બેફામ બન્યા છે.
આવી સ્થિતિ વચ્ચે જામનગરમાં વધુ એક વૃદ્ધે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતા પરિવારજનોએ વ્યાજખોરના ત્રાસથી આપઘાત કરી લીધો હોવાના આરોપો લગાવ્યા છે. જેને લઈને હાલ ખળભળાટ મચી ગયો છે. અને આ મામલે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
વ્યાજખોરોના ત્રાસના લીધે મુસ્લિમ વૃધ્ધે જીવ ગુમાવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જામનગર શહેરના ખોજાવાડ વિસ્તારમાં રહેતા ઇબ્રાહીમ અલારખાભાઇ ડાકોરા (પિંજારા) નામના વૃધ્ધે બે દિવસ પહેલા ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જે મામલે પરિવારજનોને જાણ થતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં બે દિવસની સારવાર સફળ ન નિવડતા વૃદ્ધે હોસ્પિટલ બીછાને આખરે શ્વાસ ખેંચ્યા હતા.
જામનગરના ઠેબા ચોકડી નજીક રસનો ચિચોડો ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા વૃદ્ધે ઝેરી દવા જીવતરનો અંત આણી લેતા તેમના પરિવારજનોએ વ્યાજખોરના ત્રાસનો ચોકાવનારો આરોપો લગાવ્યા હતા.આ અંગે ફરિયાદની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: જયેશ રાદડિયાએ દિનેશ કુંભાણીનું ફર્ટિલાઇઝર બંધ કરાવ્યું
આ પણ વાંચો: અમદાવાદ, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી
આ પણ વાંચો: રાજ્યમાં 24 કલાકમાં 138 તાલુકામાં વરસાદ, રાજકોટના લોધિકામાં સવા પાંચ ઇંચ વરસાદ
આ પણ વાંચો: જામનગરમાં વિવિધ તાલુકામાં વરસાદ સાથે વીજળી પડતા ત્રણનાં મોત
