Jamnagar News/ જામનગરમાં વિવિધ તાલુકામાં વરસાદ સાથે વીજળી પડતા ત્રણનાં મોત

જામનગરમાં વરસાદ સાથે વીજળી પડતા ત્રણના મોત થયા છે. આમ વરસાદે રાહત આપી છે તો વીજળી પડવાના લીધે ત્રણ જણાએ જીવ ગુમાવ્યા છે. મહિલા સહિત ત્રણના મોત થયા છે. જામનગર જિલ્લામાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. દોઢિયા તાલુકામાં વીજળી પડવાથી 18 વર્ષનો યુવક દાઝ્યો છે.

Top Stories Gujarat Others
Beginners guide to 2 જામનગરમાં વિવિધ તાલુકામાં વરસાદ સાથે વીજળી પડતા ત્રણનાં મોત

@સાગર સંઘાણી

Jamnagar News: જામનગરમાં વરસાદ સાથે વીજળી પડતા ત્રણના મોત થયા છે. આમ વરસાદે રાહત આપી છે તો વીજળી પડવાના લીધે ત્રણ જણાએ જીવ ગુમાવ્યા છે. મહિલા સહિત ત્રણના મોત થયા છે. જામનગર જિલ્લામાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. દોઢિયા તાલુકામાં વીજળી પડવાથી 18 વર્ષનો યુવક દાઝ્યો છે.

રાજ્યમાં સાયક્લોનિક સરક્યુલેશનના પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. જેમાં સૌરાષ્ટ્રના અનેક તાલુકામાં ભારે વરસાદ પણ નોંધાયો છે. મંગળવારે જામનગર(Jamnagar)જિલ્લામાં અલગ અલગ જગ્યાએ વીજળી પડતાં એક મહિલા સહિત ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ છે.

જામનગર જિલ્લાના જામજોધપુરના બુટાવદર, નરમાણા ગામમાં અને જામનગર તાલુકામાં દોઢિયા ગામમાં વીજળી પડવાથી એક- એક વ્યક્તિના મોત નીપજ્યા છે. જ્યારે દોઢિયા ગામમાં એક વ્યક્તિ વીજળી પડવાથી દાઝી છે. જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

જામજોધપુર તાલુકાના બુટાવદર ગામના એક ખેડૂત તેમજ નરમાણા ગામના એક ખેડૂત પર વીજળી પડવાથી બંનેના અંતરિયાળ મૃત્યુ નિપજ્યા છે. જામજોધપુર તાલુકાના બુટાવદર ગામમાં રહેતા અને ખેતી કામ કરતા કિરીટ સિંહ બચુભા ઝાલા નામના ૫૫ વર્ષના ખેડૂત કે જેઓ પોતાની વાડીમાં બપોરે 4-30 વાગ્યાના અરસામાં ખેતી કામ કરી રહ્યા હતા, જે દરમિયાન તેઓ ઉપર એકાએક વરસાદી વીજળી પડી હતી અને ભડથું થવાથી તેઓનું અંતરિયાળ મૃત્યુ નીપજ્યું હતું. જામજોધપુરના મામલતદાર દ્વારા આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં જામજોધપુર પોલીસે બનાવના સ્થળે પહોંચી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Beginners guide to 3 જામનગરમાં વિવિધ તાલુકામાં વરસાદ સાથે વીજળી પડતા ત્રણનાં મોત

આ ઉપરાંત જામજોધપુર તાલુકા ના નરમાણા ગામમાં પણ વરસાદી વીજળીએ એક ખેડૂતનો ભોગ લીધો છે. નરમાણા ગામમાં વાડી વિસ્તારમાં રહેતા અને ખેતી કામ કરતા દેવરખીભાઈ અરજણભાઈ ડાંગર નામના ખેડૂત યુવાન પર બપોરના સમયે એકાએક આકાશી વીજળી પડી હતી, અને ભડથું થવાના કારણે તેનું ઘટના સ્થળેજ મૃત્યુ નીપજ્યું હતું. જામજોધપુરના નાયબ મામલતદાર ચાલુ વરસાદે બનાવના સ્થળે નદી પાર કરીને પહોંચ્યા હતા, તેમજ પોલીસની મદદ લીધી છે.

જામનગર તાલુકાના દોઢીયા ગામમાં રહેતી અને ખેતી કામ કરી રહેલી મનિષાબેન નામની 30 વર્ષ ની શ્રમિક યુવતી નું વીજળી પડવાથી દાજી જતાં સ્થળ પરજ કરુણ મૃત્યુ નીપજયું છે. આ ઉપરાંત તેની સાથે ખેતી કામ કરી રહેલો અલ્પેશ નામનો ૧૮ વર્ષનો યુવક ગંભીર સ્વરૂપે દાજી ગયો હોવાથી તેને સારવાર માટે જામનગરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પંચકોશી એ. ડિવિઝનનો પોલીસ કાફ્લો દોડતો થયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પેરોલ પર છુટેલા કેદીનું ફતેગંજ બ્રિજ પર અકસ્માતમાં થયું મોત

આ પણ વાંચો: ગુજરાત સરકારનો લર્નિંગ લાઇન્સને લઈ મોટો નિર્ણય

આ પણ વાંચો: ગુજરાતના યાત્રાધામો ગુજરાતી પ્રવાસીઓથી ઉભરાયા