શનિવારે એમસીએ સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું. પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 177 રન બનાવ્યા હતા. કોલકાતા તરફથી આન્દ્રે રસેલે 49 રન બનાવ્યા હતા. સેમ બિલિંગ્સ 34 રન બનાવીને આઉટ થયો હતો.
સનરાઈઝર્સ હૈદરાબાદ 11 મેચમાં 10 પોઈન્ટ સાથે ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. પ્લેઓફમાં પહોંચવા માટે હૈદરાબાદે તેની બાકીની ત્રણ મેચ જીતવી પડશે અને તેની શરૂઆત કોલકાતા સામેની મેચથી થશે. KKRના 12 મેચમાંથી 10 પોઈન્ટ છે અને તે બહાર થવાની આરે છે.
શ્રેયસ ઐયરની આગેવાની હેઠળની ટીમ પાસે માત્ર બે મેચો બાકી છે અને આમાં જીતથી તેઓ માત્ર 14 પોઈન્ટ સુધી લઈ જશે, જે પ્લેઓફમાં પહોંચવા માટે પૂરતું નહીં હોય. કારણ કે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) 12 મેચમાં 14 પોઈન્ટ સાથે ટોપ ચારમાં છે.
