Gir Somnath News : ગીર સોમનાથમાં ઉના તાલુકાના વાંસોજ ગામમાં સરકારી પ્રાથમિક શાળામાં ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં વાંસોજ ગામની સરકારી સ્કૂલમાં શાળાની લોબીમાં વિદ્યાર્થીઓ સામૂહિક પ્રાથના કરતા હતા ત્યારે જ છત પરનું પોપડુ તૂટી પડ્યું હતું. જેમાં સાત વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. ત્રણ વિદ્યાર્થીને માથામાં ટાંકા લેવા પડ્યા હતા. સારવાર અર્થે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઉનાના વાંસોજ ગામની સરકારી શાળાની આ ઘટનામાં સોલંકી હિતેશ બાબુ, ચારણીયા હર્ષિલ કમલેશ, જેઠવા જયદીપ રાજેશ અને વાઢેર સુધાંશુ અરજણભાઈને સામાન્ય ઈજાઓ થઈ હતી. જ્યારે ક્રિશ બાલુ વાજાને 3 ટાંકા, જયદીપ બાલુ સોલંકીને 6 ટાંકા અને અશ્વિન ભાણા સોલંકીને 7 ટાંકા આવ્યા હતા. તમામ ઘાયલ વિદ્યાર્થીઓને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ઉના સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
બપોર પાળીમાં વિદ્યાર્થીઓને પ્રાથના માટે બોલ્યા હતા. આ દરમિયાન સ્લેબ માંથી પોપડું નીચે પડતા સાત વિદ્યાર્થીઓ ઘાયલ થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે 3 વિદ્યાર્થીઓને ટાંકા લેવામાં આવ્યા છે. હાલ આખી શાળા રીનોવેશનનું કામ ચાલી રહ્યું છે. શાળામાં હજુ ઘણુ કામ બાકી છે.આ દુર્ઘટનાના પગલે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતાં જ જિલ્લા શિક્ષણ અધિકારી સહિતની ટીમ તાત્કાલિક વાંસોજ ગામે પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.
આ પણ વાંચો: જામનગર જિલ્લામાંથી બે યુવતી ગુમ થતાં ખળભળાટ
આ પણ વાંચો: જામનગરના નાંદુરી ગામમાં ટ્રેક્ટર પલટી ખાતા શ્રમિકનું મૃત્યુ
આ પણ વાંચો: દેવ સોલ્ટ ગ્રુપ ના જામનગર સહિત એક ડઝન થી વધુ સ્થળો પર આવકવેરા વિભાગ નું સર્ચ ઓપરેશન
