Jamnagar News: જામનગર જિલ્લામાંથી બે યુવતી ગુમ થતાં ખળભળાટ મચી ગયો છે. જામ જોધપુરમાંથી 18 વર્ષીય યુવતી એકાએક લાપતા થઈ ગઈ હતી. પોતાના ઘરેથી નોકરી પર જવાનું કહીને આ યુવતી નીકળી હતી. ફિઝિયોથેરપી કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાંથી 18 વર્ષીય યુવતી લાપતા થઈ છે. બે યુવતીઓ ગુમ થતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
18 વર્ષની યુવતીની આ કહાની આજે દેશના અનેક યુવતીઓની કહાની છે. આજે પણ મહિલાઓ સલામત નથી. આજના યુવાનોમાં સેક્સની ઉત્તેજના વધી છે અને તેઓ પોતાની બહાદુરી યુવતીઓ પર અજમાવી રહ્યા છે. અપહરણ, વીડિયો ઉતારવો, નશો કરવો, અને એક નહી પરંતુ પોતાની ભૂખ સંતોષવા એક વખત નહી અનેક વખત બળાત્કાર કરવો એ આજે મોટી વિકૃત્તિ બનવા લાગી છે.
માસૂમ બાળકી હોય, યુવતી, વિધવા મહિલા કે પછી સગી પુત્રી પર બળાત્કાર થયાના કિસ્સા દિનપ્રતિદિન વધી રહ્યા છે. લોકોના માનસ વિકૃત બનવા લાગ્યા છે. લાગે છે કે દેશ વિકાસ તરફ નહી પરંતુ વિકૃત માનસિકતા તરફ આગળ વધી રહ્યો છે. મહિલાઓના શરીર પ્રત્યેની માનસિકતા કયારે અટકશે અને કયારે બદલાશે ?
