Ahmedabad/ કાલુપુરમાંથી 45 નંગ ચાઈનીઝ ફીરકી જપ્ત, જમાલપુર-ખાડિયામાં ભીડ ભેગી કરતી દુકાનો સામે થઇ કાર્યવાહી

આ વખતની ઉતરાયણ ખુબ જ યાદગાર બની રહશે. કારણકે દર વર્ષે ઉતરાયણની ઉજવણીમાં લોકો કોઈ કમી બાકી રાખતા નહોતા….

Gujarat Others

@રીઝવાન શેખ, મંતવ્ય ન્યૂઝ અમદાવાદ

આ વખતની ઉતરાયણ ખુબ જ યાદગાર બની રહશે. કારણકે દર વર્ષે ઉતરાયણની ઉજવણીમાં લોકો કોઈ કમી બાકી રાખતા નહોતા. ડીજે નાં તાલ થી લઈને ફટાકડાનાં અવાજો સુધી શહેર ગુંજી ઉઠતું હતું. જોકે, આ વર્ષે કોરોનાએ પતંગ રશિયા ઓને “થોડી ખુશી થોડા ગમ” જેવી લાગણીનો અનુભવ થઇ રહ્યો છે.

ગઈ કાલે ગુજરાત હાઇકોર્ટે આશરે 14 જેટલા પોઇન્ટ ઉતરાયણનાં સંદભમાં જાહેર કર્યા છે. જેમાંથી દુકાનોની બહાર ભીડ ભેગી થવા પર પોલીસ કાર્યવાહી કરશે, તેમજ ચાઈનીઝ દોરીનાં વેચાણ પર પ્રતિબંધ મુક્યો છે. જોકે, અમદાવાદમાં કોરોનાની ગાઈડ લાઈનનું પાલન ન થઇ રહ્યું હોય તેવા સમાચારો શહેરનાં જુદાજુદા વિસ્તારોમાંથી પ્રાપ્ત થઇ રહ્યા છે. ગઈ કાલે અમદાવાદનાં જમાલપુર વિસ્તારમાં કર્ફયુનાં સમય પહેલા ગાયકવાડ હવેલી પોલીસે બે પતંગની દુકાનની આગળ ભારે ભીડ જોઈ હતી. જેથી પોલીસે બંને દુકાનોનાં માલિકો સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો હતો. એટલુ જ નહીં ખાડિયા માં પણ બે દુકાનદારો જાહેરનામા ભંગનાં ગુનામાં ઝડપાઇ ગયા હતા. તેમની દુકાનની બહાર પણ લોકોની ભારે ભીડ ખાડિયા પોલીસની નજરે ચડી હતી. જેથી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

જયારે કાલપુર પોલીસને બાતમી મળી હતી કે રેવડી બજાર પાસે છુપી રીતે ચાઈનીઝ દોરીનું વેચાણ થઇ રહ્યું છે. તેથી પોલીસે બાતમીનાં આધારે કાલુપુર કડિયા કુઇ પાસે વોચ ગોઠવીને ઉભા હતા ત્યારે જ ફિરોજ ખાન પઠાણ નામનો એક ઈસમ ત્યાંથી પસાર થઇ રહ્યો હતો. તેના હાથમાં એક થેલો હતો. પોલીસે તે થેલાની ચકાસણી કરતા તેમાંથી 45 નંગ ચાઈનીઝ ફીરકી મળી આવતા પોલીસે ફિરોજ ખાન પઠાણની સામે ગુનો દાખલ કરીને 22500 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો. આપને જણાવી દઇએ કે, શહેર કોટડા પોલીસે જાહેર રોડ પર માસ્ક પહેર્યા વગર પતંગ ચગાવી રહેલા બે ઇસમોની અટકાયત કરી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…