Not Set/ અમદાવાદના જવેલરને છેતરીને રાજકોટનો સોની શખ્સ એક કિલો સોનું ઓળવી ગયો

અમદાવાદ: અમદાવાદ શહેરના માણેક ચોક વિસ્તારમાં આવેલા એક જ્વેલર્સનું એક કિલો સોનું રાજકોટનો સોની શખ્સ ઓળવી ગયાની ફરિયાદ ખાડિયા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જેમાં ફરિયાદીએ જણાવ્યું છે કે, અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી (જીએમડીસી) ગ્રાઉન્ડમાં યોજાયેલા એક્ઝિબિશનમાં મળેલો યશવંત રાધનપુરા નામનો સોની શખ્સ તેની પાસેથી રૂપિયા 32 લાખની કિંમતનું સોનું ઓળવી ગયો છે અને તેની રાજકોટના […]

Top Stories Ahmedabad Gujarat Rajkot Trending
A Man Flee with 1 kg Gold By Cheating the Jeweler of Ahmedabad

અમદાવાદ: અમદાવાદ શહેરના માણેક ચોક વિસ્તારમાં આવેલા એક જ્વેલર્સનું એક કિલો સોનું રાજકોટનો સોની શખ્સ ઓળવી ગયાની ફરિયાદ ખાડિયા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

જેમાં ફરિયાદીએ જણાવ્યું છે કે, અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી (જીએમડીસી) ગ્રાઉન્ડમાં યોજાયેલા એક્ઝિબિશનમાં મળેલો યશવંત રાધનપુરા નામનો સોની શખ્સ તેની પાસેથી રૂપિયા 32 લાખની કિંમતનું સોનું ઓળવી ગયો છે અને તેની રાજકોટના પેલેસ રોડ પરની દુકાનને તાળાં મારી દીધા હોવાનું પણ ફરિયાદમાં જણાવ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ શહેરના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા પ્રિયાંકભાઈ સુરેશભાઈ શાહ શહેરના માણેક ચોક વિસ્તારમાં એસ.એમ. ગોલ્ડ નામની પેઢીના નામે સોના-ચાંદીનો વેપાર કરે છે. આજથી ત્રણે’ક વર્ષ અગાઉ અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે સોના-ચાંદીનું એક્ઝિબિશન યોજાયું હતું.

આ એક્ઝિબિશનમાં રાજકોટના પેલેસ રોડ ઉપર રાજ પ્લાઝામાં શ્રી હરિ ગોલ્ડ નામની દુકાન ધરાવતા યશવંતભાઈ નવીનચંદ્ર રાધનપુરાનો સંપર્ક થયો હતો. તેના દાગીનાની ડિઝાઈન પસંદ પડતાં પ્રિયાંક શાહે પોતાનું વિઝિટિંગ કાર્ડ આપીને યશવંત રાધનપુરાને પોતાની દુકાને બોલાવ્યો હતો.

જેના અંતર્ગત પંદરેક દિવસ પછી યશવંત રાધનપુરા ફરિયાદીની દુકાન ઉપર આવ્યા હતા. આ સમયે ગોલ્ડ બાર અને કોપર આપતાં યશવંત રાધનપુરાએ દાગીના બનાવીને આપ્યા હતા. જેના કારણે આ બન્ને વેપારી વચ્ચે વેપારમાં વિશ્વાસ મજબૂત બન્યો હતો.

ફરિયાદીએ પોતાની ફરિયાદમાં વધુમાં ઉમેર્યું છે કે, આ પછી યશવંત રાધનપુરા સોનું લઈ જતો અને દાગીના બનાવી પાછા આપી જતો હતો. ગત તા. 15 મેના બપોરે યશવંત રાધનપુરા દુકાન ઉપર આવ્યા ત્યારે રૂપિયા 32 લાખનું 1000 ગ્રામ (એક કિલો) સોનું મજૂરીથી દાગીના બનાવવા આપ્યું હતું.

પંદરેક દિવસ પછી યશવંતને દાગીના તૈયાર થઈ ગયા છે કે નહિ, તે અંગે ફરિયાદી પ્રિયાંકભાઈએ ફોન કર્યો હતો. જેમાં યશવંતે વધુ દસ દિવસ થશે તેમ કહ્યા પછી વાયદા આપવાનું શરુ કર્યું હતું. એટલું જ નહી ફોન ઉપર ઊડાઉ જવાબ આપતા યશવંતનો ફોન બંધ રહેવા લાગ્યો હતો.

છેવટે, પ્રિયાંકભાઈએ રાજકોટ જઈને તપાસ કરતાં પેલેસ રોડ ઉપર તેમની શ્રી હરિ ગોલ્ડ નામની દુકાન બંધ મળી હતી. જેથી પ્રિયાંક શાહે રાજકોટના સોની યશવંત રાધનપુરા સામે 32 લાખની કિંમતનું એક કિલો સોનું ઓળવી ગયા અંગેની ખાડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આ મામલે ખાડિયા પોલીસે જણાવ્યું કે, રાજકોટના સોની યશવંત રાધનપુરા અંગે તપાસ કરતાં તેઓ મળી આવ્યાં નથી. આથી આ સોની શખ્સ કેટલા સમયથી અમદાવાદમાં વ્યવસાય કરતો હતો તે અંગે તેમજ  રાજકોટમાં પણ તેમના વ્યવસાય અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.