Bharuch News/ ભરૂચના નંત્રેગમાં મહિલાની દટાયેલી લાશ મળતા ચકચાર

ગુમ થયેલી મહિલાની Body પ્લાસ્ટિકની કોથળીમાં બાંધીને જમીનમાં દટાયેલી હાલતમાં મળી આવી

Gujarat Others
મહિલાની લાશ (Body) પ્લાસ્ટિકની કોથળીમાં બાંધીને જમીનમાં દટાયેલી હાલતમાં મળી આવતા સમગ્ર નેત્રંગ પંથકમાં અરેરાટી વ્યાપી

Bharuch News : નેત્રંગ(Netrang) તાલુકાના મોટા જાંબુડા ગામની સીમમાં એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. અંદાજે 15 દિવસ પહેલા ગુમ થયેલી મહિલાની લાશ (Body) પ્લાસ્ટિકની કોથળીમાં બાંધીને જમીનમાં દટાયેલી હાલતમાં મળી આવતા સમગ્ર નેત્રંગ પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

મૃતક મહિલા(Woman)ના પતિએ પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી

મળતી માહિતી મુજબ, મૃતક મહિલા(Woman)ના પતિએ પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે તેમની પત્ની હસુમતીબેન 28/02/2026ના રોજ બપોરના સમયે ખેતરમાં ઘાસ કાપવા માટે ગયા હતા, પરંતુ મોડી સાંજ સુધી ઘરે પરત ફર્યા ન હતા.

પરિવારજનો અને ગ્રામજનો દ્વારા તેમની સતત શોધખોળ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન સીમમાં આવેલી એક આંબાની વાડીના પાછળના ભાગે જમીનમાં કંઈક દટાયેલું હોવાની શંકા ઉભી થઈ હતી. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ તથા ડોક્ટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

પોલીસ દ્વારા જમીન ખોદકામ કરતા અંદરથી એક મોટી પ્લાસ્ટિકની કોથળી મળી આવી હતી. કોથળી ખોલીને જોતા તેમાં મહિલા(Woman)નો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકના પતિ અને પુત્રોએ કપડાં પરથી તેની ઓળખ હસુમતીબેન તરીકે કરી હતી.

પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કરવા Bodyને પ્લાસ્ટિકની કોથળીમાં બાંધી જમીનમાં દાટી

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કોઈ અજાણ્યા ઈસમે અગમ્ય કારણોસર હસુમતીબેનનું ગળું ટૂંપો દઈ હત્યા કરી હતી. ત્યારબાદ પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કરવા લાશને પ્લાસ્ટિકની કોથળીમાં બાંધી જમીનમાં દાટી દેવામાં આવી હતી.

ઘટના અંગે નેત્રંગ પોલીસે હત્યા તથા પુરાવાનો નાશ કરવા અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નેત્રંગ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો છે. હાલ પોલીસે આરોપીની શોધખોળ માટે વિવિધ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


આ પણ વાંચો : સુરત ફરી રક્તરંજિત! ડિંડોલીમાં ક્રિષ્ના AC મોલ બહાર યુવકની કરપીણ હત્યા,પરિવારમાં આક્રંદ

આ પણ વાંચો : વડોદરાના બકરાવાડીમાં પતિએ પત્નીની હત્યા કરતા ચકચાર મચી

આ પણ વાંચો : રમઝાનના પવિત્ર મહિનામાં સુરતના રાંદેર વિસ્તારમાં પિતરાઈ ભાઈની હત્યા