ભાવનગર જિલ્લામાં આવેલા તળાજામાં બરમાસી બંદર તરીકે ઓળખાતુ સરતાનપર બંદર છેલ્લા ઘણા વર્ષોથી બંધ હાલતમાં છે. 1982માં આવેલા વાવાઝોડાના કારણે જેટીને નુકશાન થતા બંદર બંધ હાલતામાં છે. જેને લઈને અહિના માછીમારોને ભારે નુકસાન થયું છે.
- 1982માં આવેલા વાવાઝોડાથી થયુ હતુ નુકસાન
- તળાજામાં આવેલી જેટીને થયુ હતુ નુકસાન
- વર્ષો બાદ પણ જેટીનું ન થયુ રીપેરીંગ
તળાજા તાલુકામાં આવેલ સરતાનપર બંદર વર્ષો પહેલા બારમાસી બંદર તરીકે ઓળખાતુ હતું. આ બંદર ઉપર વહાણવટાનો ઉદ્યોગ ચાલતો હતો. અને લોકો પોતાની રોજગારી મેળવતા હતા. પરતું વર્ષો પહેલા આવેલા વિનાશક વાવાઝોડાના કારણે જેટી તેમજ સરકારી ગોડાઉન જમીન દોસ્ત થઈ ગયા. આ વાવાઝોડું 1982માં આવ્યું હતું પરતું આટલા વર્ષો બાદ પણ સરકારે માછીમારોની સામે જોયું નહીં.

સરતાનપર બંદર પહેલા ધમધમતુ હતું ત્યા હવે 300 જેટલા માછીમારો કામ કરી રહ્યા છે. ત્યારે હવે આ માછીમારો સરકાર પાસે જેટી તેમજ નાનકડું બંદર બનાવવાની માગ કરી રહ્યાં છે.

સરતાનપર બંદર ના વિકાસ માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. છતા હજુ સુધી સરકાર જાણે ઘોરનિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આટલા વર્ષોથી જેટીની માગ કરતા માછીમારોની માગ સરકારે ક્યારે પૂરી કરે છે.
ક્રુઝ ડ્રગ્સ કેસ / વાનખેડેના પિતા દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં કોર્ટે નવાબ મલિકને કહ્યું,…
મુંબઈ / અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયાની પોલીસે સુરક્ષા વ્યવસ્થા વધારી, જાણો કેમ ?
ભ્રષ્ટાચાર / રાફેલ ડીલમાં નવો ખુલાસોઃ વચેટિયાઓને કરોડોની લાંચ, ફ્રેન્ચ અખબારનો દાવો
પંઢરપુરને કેન્દ્રની ભેટ / PM મોદીએ બે હાઈવેનો શિલાન્યાસ કર્યો, ખેડૂતોને લઇ કહ્યું, …
યમુનામાં પ્રદુષણનો કહેર / યમુનાના હાલ થયા બેહાલ, નદીમાં ઝેરી ફીણની વચ્ચે છઠપૂજા મનાવવા મજબૂર
