Ahmedabad News/ અમદાવાદમાં રૂ.23.52 લાખનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો, SOGએ યુવકને ઝડપી પાડ્યો

અમદાવાદના કૃષ્ણનગરમાં SOGનો દરોડો, 672 ગ્રામ હાઇબ્રિડ ગાંજો (Krishnanagar Hybrid Ganja) સાથે યુવક ઝડપાયો; કથિત સપ્લાયર ફરાર.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Krishnanagar Hybrid Ganja: મકાનમાં છુપાવ્યો હતો રૂ.24 લાખનો ગાંજો, SOGએ યુવકને ઝડપી પાડ્યો

Ahmedabad News: શહેરમાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેચાણ સામે પોલીસે કાર્યવાહી તેજ કરી છે. કૃષ્ણનગર વિસ્તારમાં SOG ટીમે એક મકાનમાં દરોડો પાડી રૂ.23.52 લાખની કિંમતનો 672 ગ્રામ હાઇબ્રિડ ગાંજો (Krishnanagar Hybrid Ganja) જપ્ત કર્યો છે. આ કેસમાં રાહુલ ગાડે નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ગાંજો સપ્લાય કરનાર હોવાનું પોલીસ તપાસમાં સામે આવેલો બન્ની ભાટિયા ફરાર હોવાનું જાણવા મળ્યું છે.

કૃષ્ણનગરમાં મકાનમાંથી હાઇબ્રિડ ગાંજો મળ્યો

SOG ટીમને પેટ્રોલિંગ દરમિયાન કૃષ્ણનગરની જય રઘુનાથ સોસાયટીના એક મકાનમાં હાઇબ્રિડ ગાંજાનો જથ્થો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે ટીમે મકાનમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન રાહુલ ગાડે મકાનમાં હાજર મળી આવ્યો હતો. પોલીસે ઘરની તપાસ કરતાં 672 ગ્રામ હાઇબ્રિડ ગાંજો (Krishnanagar Hybrid Ganja) મળી આવ્યો હતો, જેની કિંમત અંદાજે રૂ.23.52 લાખ હોવાનું જણાવાયું છે. પોલીસે ગાંજા ઉપરાંત અન્ય સાધનો સહિત કુલ રૂ.45.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું સામે આવ્યું છે.

Krishnanagar Hybrid Ganja: બન્ની ભાટિયા પાસેથી ગાંજો લાવતો હોવાનો ખુલાસો

પ્રાથમિક પોલીસ તપાસમાં રાહુલ ગાડે અમદાવાદના જ બન્ની ભાટિયા નામના શખસ પાસેથી હાઇબ્રિડ ગાંજો (Krishnanagar Hybrid Ganja) લાવતો હોવાની માહિતી સામે આવી છે. આરોપી આ જથ્થો પોતાના ઘરમાં રાખીને છૂટક વેચાણ કરતો હોવાનો પોલીસનો દાવો છે. હાલ પોલીસે રાહુલ ગાડેની ધરપકડ કરી છે અને ફરાર સપ્લાયર બન્ની ભાટિયાની શોધખોળ શરૂ કરી છે. સમગ્ર નેટવર્ક અંગે વધુ માહિતી મેળવવા માટે પોલીસ તપાસ કરી રહી છે.

ચાંડોળા તળાવ પાસેથી પણ ગાંજા સાથે યુવક ઝડપાયો

આ ઉપરાંત અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં પણ ગાંજાનો બીજો કેસ સામે આવ્યો છે. ઇસનપુર પોલીસે ચાંડોળા તળાવ પાસેથી ફૈઝાન શેખ નામના યુવકને 124 ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, જપ્ત કરાયેલા ગાંજાની કિંમત આશરે રૂ.6 હજાર છે. પૂછપરછ દરમિયાન ફૈઝાન શેખે આ જથ્થો શાહઆલમ વિસ્તારમાં રહેતા શૌકત હુસેન પાસેથી મેળવ્યો હોવાનું જણાવ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ મામલે પોલીસે શૌકત હુસેન સામે પણ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.

બંને કેસમાં પોલીસની તપાસ ચાલુ

કૃષ્ણનગર અને ઇસનપુરના બંને અલગ-અલગ કેસમાં પોલીસે નશીલા પદાર્થોના જથ્થા સાથે બે યુવકોને ઝડપી લીધા છે, જ્યારે બંને કેસમાં કથિત સપ્લાયરોની શોધખોળ ચાલી રહી છે. પોલીસ હવે ગાંજો ક્યાંથી લાવવામાં આવતો હતો, કોને વેચવામાં આવતો હતો અને આ સમગ્ર ગેરકાયદે નેટવર્કમાં અન્ય કોઈ લોકો સંકળાયેલા છે કે નહીં તે અંગે તપાસ કરી રહી છે.


આ પણ વાંચો:અમદાવાદ એરપોર્ટ પર 4 કરોડ રૂપિયાનો હાઇબ્રિડ ગાંજો જપ્ત,બે લોકોની ધરપકડ

આ પણ વાંચો:અમદાવાદમાં એરપોર્ટ પર હાઇબ્રિડ ગાંજો ઝડપાયો, આરોપીની ધરપકડ કરાઇ !

આ પણ વાંચો:અમદાવાદ 31St ની તૈયારી વચ્ચે ડ્રગ્સનો ઘટસ્ફોટ: 3.5 કરોડનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો