World News/ ઈરાન સાથેના સંઘર્ષ વચ્ચે અમેરિકી નૌસેનાની સપ્લાય લાઇનમાં મોટો ફેરફાર

ઈરાન સાથેના સંઘર્ષ વચ્ચે અમેરિકી નૌસેનાની સપ્લાય લાઇનમાં મોટો ફેરફાર થયો છે. બહેરીન હબને નુકસાન બાદ USS Abraham Lincoln માટે ડિએગો ગાર્સિયાથી સપ્લાય મોકલાઈ રહી છે, જેના કારણે ખોરાક અને જરૂરી સામાનની સપ્લાયમાં પડકારો ઊભા થયા છે.

international Top Stories World
USS Abraham Lincoln

US Warship USS Abraham Lincoln Supply Chain Crisis:  ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે અમેરિકી એરક્રાફ્ટ કેરિયર USS Abraham Lincoln માટે સપ્લાય વ્યવસ્થા પડકારરૂપ બની હોવાનું અહેવાલોમાં સામે આવ્યું છે. બહેરીનમાં આવેલા અમેરિકી નૌસેનાના મહત્વના લોજિસ્ટિક્સ હબને ઈરાની મિસાઈલ અને ડ્રોન હુમલાથી નુકસાન થયા બાદ અમેરિકી નૌસેનાએ પોતાનું સપ્લાય સેન્ટર વધુ દૂર આવેલા ડિએગો ગાર્સિયા તરફ ખસેડ્યું હોવાનું જણાવાય છે.

બહેરીનનું હબ નુકસાન થતાં સપ્લાય રૂટ બદલાયો

બહેરીન સ્થિત નેવલ સપોર્ટ એક્ટિવિટી અમેરિકાના પાંચમા ફ્લીટ માટે મહત્વપૂર્ણ બેઝ રહ્યું છે. લાંબા સમયથી અહીંથી ગલ્ફ વિસ્તારમાં કાર્યરત અમેરિકી એરક્રાફ્ટ કેરિયર્સને ઈંધણ, ખોરાક અને અન્ય જરૂરી સામાન પૂરો પાડવામાં આવતો હતો. પરંતુ ઈરાની હુમલાઓ બાદ આ વિસ્તારમાં સપ્લાય કામગીરી વધુ જોખમી બની હોવાનું જણાવાય છે. બહેરીન બાદ અમેરિકી નૌસેનાએ બ્રિટિશ નિયંત્રણ હેઠળના ડિએગો ગાર્સિયા ટાપુને મહત્વપૂર્ણ લોજિસ્ટિક્સ હબ તરીકે ઉપયોગમાં લેવાનું શરૂ કર્યું છે. આ સ્થળ ઈરાનથી ઘણું દૂર હોવાથી તેને તુલનાત્મક રીતે સુરક્ષિત માનવામાં આવે છે. જોકે, અહેવાલો અનુસાર અહીં પણ મિસાઈલ હુમલાની ઘટના બની ચૂકી છે, જેના કારણે દૂરનું આ ઠેકાણું પણ સંપૂર્ણપણે જોખમમુક્ત નથી.

USS Abraham Lincoln

લાંબા રૂટથી તાજો ખોરાક બગડી રહ્યો છે

બહેરીનથી દૂર સપ્લાય કેન્દ્ર ખસેડાતા USS Abraham Lincoln સુધી જરૂરી સામાન પહોંચાડવામાં વધુ સમય લાગી રહ્યો છે. લાંબા સપ્લાય રૂટને કારણે તાજા ફળો, શાકભાજી અને અન્ય ખાદ્ય સામગ્રી બગડી જતી હોવાના અહેવાલ છે. પરિણામે જહાજ પર સવાર નાવિકોને મોટા પ્રમાણમાં ફ્રોઝન ફૂડ પર નિર્ભર રહેવું પડી રહ્યું છે. USS Abraham Lincoln લાંબા સમયથી સતત ઓપરેશનમાં છે અને તેના પર આશરે 5 હજાર નાવિકો તથા મરીન્સ તૈનાત હોવાનું જણાવાય છે. લાંબી તૈનાતી, સપ્લાયમાં અડચણ અને સતત સૈન્ય કામગીરીના કારણે ક્રૂના થાક અને મનોબળને લઈને પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

USS જ્યોર્જ વોશિંગ્ટનને રાહત માટે મોકલાયુ

અમેરિકી નૌસેના હવે USS Abraham Lincolnને રાહત આપવા માટે USS George Washingtonને મધ્ય-પૂર્વ તરફ મોકલી રહી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. આ ઉપરાંત USS George H.W. Bush પણ આ વિસ્તારમાં લાંબા સમયથી કામગીરી કરી રહ્યું છે. આ સમગ્ર ઘટનાએ આધુનિક યુદ્ધમાં લોજિસ્ટિક્સની મહત્વપૂર્ણ ભૂમિકા ફરી એકવાર સામે લાવી છે. માત્ર યુદ્ધજહાજો અને સૈન્ય ઠેકાણાં જ નહીં, પરંતુ સપ્લાય કેન્દ્રોને નુકસાન પહોંચાડવાથી પણ લાંબા ગાળે સૈન્ય કામગીરી પર અસર થઈ શકે છે. અમેરિકી નૌસેના માટે હવે સુરક્ષિત અને વૈકલ્પિક સપ્લાય રૂટ તૈયાર રાખવા મહત્વપૂર્ણ પડકાર બની રહ્યો છે.


આ પણ વાંચો:250 દિવસથી સમુદ્રમાં ફસાયેલા સૈનિકોની હાલત દયનીય; જહાજમાં ખાવા માત્ર અડધો કપ ચોખા મળ્યા

આ પણ વાંચો: USS અબ્રાહમ લિંકનના સૈનિકોમાં માનસિક તણાવની ચર્ચા, પરિવારોએ ઉઠાવ્યા ગંભીર સવાલ

આ પણ વાંચો:ઇરાકમાંથી અમેરિકી સૈન્ય હંમેશા માટે પરત ફરશે; 30 સપ્ટેમ્બરે પૂરી થશે 23 વર્ષની હાજરી