Gujarat/ ખેડૂતો આનંદો..!! ખેતરમાં કાંટાળીવાડ માટે સરકારે 200 કરોડની કરી ફાળવણી

ખેડૂતો આનંદો..!! ખેતરમાં કાંટાળીવાડ માટે સરકારે 200 કરોડની કરી ફાળવણી

Top Stories Gujarat Others

@અરૂણ શાહ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ

  • ખેતીના પાકને રોગમુક્ત અને પશુત્રાસમાંથી મુક્તિનો હેતુ
  • ખેડૂત અને ખેડૂતના જૂથને પણ યોજનાનો લાભ મળશે
  • નોડલ એજન્સી તરીકે ગુજરાત એગ્રોને સોંપાઇ જવાબદારી

ગુજરાતમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી નેતૃત્વની સરકારે ખેડૂતોના હિતમાં ખેતરમાં કાંટાળીવાડ યોજના માટે રૂ. 200 કરોડની ફાળવણી કરી છે. ખુલ્લા ખેતરમાં પશુ પ્રવેશનો ત્રાસ અને પાકને નુક્સાન સામે રક્ષણ આપવા હેતુ ખેતરમાં કાંટાળીવાડ યોજના વધુ સરળ કરવાનો નિર્ણય રાજ્યસરકારે કર્યો છે.

Blue cows causes a loss : Rs 1100 to the farmer every day, 1.25 lakh Blue  cows lose Rs 5000 in Gujarat - All Gujarat News

ગુજરાતમાં ખુલ્લા ખેતર હોવાથી ખેતરમાં થયેલાં પાકને વ્યાપક નુક્સાન થાય છે. આ ઉપરાંત ખુલ્લા ખેતર હોવાથી પશુ પ્રવેશનો ત્રાસ પણ વધી ગયો હતો.પરિણામે અત્યારસુધી ખેડૂતોના લાભાર્થે કાંટાળીવાડ યોજના અમલી છે. પરંતુ આ અંગે બજેની ફાળવણી નજીવી રકમ ફાળવવામાં આવી હતી. આ અંગે ખેડૂત સંગઠન તરફથી મુખ્યપ્રધાન વિજય રૂપાણી સમક્ષ રજૂઆત કરીને ખેડૂતોના હિતમાં બજેટ ફાળવણી સરકારે ખેતરમાં કાંટાળી વાડ હેતુ રૂ.200 કરોડની ફાળવણી કરી છે. આ યોજનાનો લાભ લેવા ઇચ્છુક ખેડૂતો માટે લઘુત્તમ વિસ્તાર અગાઉ 10 હેક્ટર હતો તે વિસ્તાર હવે ઘટાડીને 5 હેક્ટર કરવામાં આવ્યો છે. ખેડૂતને મળવાપાત્ર રનીંગ સહાય 150 રૂ. હતી. આ રનીંગ સહાય વધારીને રૂ.250 કરવાનો નિર્ણય પણ ગુજરાતસરકારે કર્યો છે.

376 - NatureConservation.in

કાંટાળી યોજનાના મહત્વના મુદ્દા

  • -ખેતરમાં કાંટાળી વાડ માટે સરકાર દ્વારા બજેટમાં રૂ.200 કરોડની ફાળવણી
  • -ખેડૂત લાભાર્થીએ I-Khedut  પોર્ટલથી અરજી કરવાની રહેશે
  • -ખેડૂત દ્વારા થાંભલા કર્યાની ચકાસણી બાદ 50 ટકા અને કાર્ય પૂર્ણ થયે 50 ટકા સહાય
  • -નોડલ એજન્સી તરીકે ગુજરાત એગ્રોને સોંપાઇ જવાબદારી

ગુજરતામાં ખેડૂતોના લાભાર્થે અગાઉ પણ કાંટાળી વાડ યોજના અમલી હતી.પરંતુ હવે તેમાં બજેટની ફાળવણી વધુ કરીને ખેડૂતોના ખેતરમાં પાકનું રક્ષણ કરવા હેતુ કાંટાળીવાડ યોજના લાભદાયી પુરવાર થશે….

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો