Not Set/ ૨૬ વર્ષના યુવાનને માત્ર એક ધક્કો વાગતા નીચે પડી જતા તેનું મોત થયું !!!!!

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલા ફેસલ નગર માં ઘરમાં રહેવા બાબતે બોલાચાલી થયા બાદ ઝઘડો થયો હતો. જેમાં ઝઘડાનો અંત લાવવા માટે વચ્ચે પડેલા વ્યક્તિને આરોપીએ ધક્કો મારતા નીચે પડતા તે વ્યક્તિનું એલ જી હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. હાલ, દાણીલીમડા પોલીસે આરોપીની સામે આઇપીસીની કલમ ૩૦૪ મુજબની ફરિયાદ નોંધી છે. અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં ફેસલ નગર ખાતે […]

Ahmedabad Gujarat

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલા ફેસલ નગર માં ઘરમાં રહેવા બાબતે બોલાચાલી થયા બાદ ઝઘડો થયો હતો. જેમાં ઝઘડાનો અંત લાવવા માટે વચ્ચે પડેલા વ્યક્તિને આરોપીએ ધક્કો મારતા નીચે પડતા તે વ્યક્તિનું એલ જી હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. હાલ, દાણીલીમડા પોલીસે આરોપીની સામે આઇપીસીની કલમ ૩૦૪ મુજબની ફરિયાદ નોંધી છે.

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં ફેસલ નગર ખાતે ઘરમાં રહેવા મુદ્દે પિતા પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં ઝઘડાનો અંત લાવવા માટે અને બંને પિતા પુત્રને સમજાવવા માટે જુબેર રંગરેજ વચ્ચે પડ્યો હતો. જેમાં જુબેરને તેનો જ ભાઈ સોહેબ આલમ રંગરેજ નો ધક્કો વાગી જતા નીચે પડી જવાના કારણે માથામાં ગંભીર ઇજા પહોંચી હતી.જેથી લોહી લુહાણ હાલતમાં ઝુબેરને એલ જી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

ઝુબેરનુ સારવાર દરમિયાન મોત થતા તેનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યો હતો. જેમાં દાણીલીમડા પોલીસને ડોક્ટરની રિપોર્ટના આધાર પર ખબર પડી હતી કે ઝુબેરના માથામાં ઈજાઓના નિશાન મળી આવ્યા છે. અને તે નિશાનના આધાર પર એવું લાગી રહ્યું છે કે ઝુબેરને માથામાં પહોંચેલી ગંભીર ઈજાઓના લીધે જ તેનું મોત નીપજ્યું છે. આમ, દાણીલીમડા પોલીસે આ બાબતની જાણ ઝુબેરની પત્ની રુકસારને કરી હતી. જો કે , રુકસારએ પોલીસ ફરિયાદ કરવાની ના પાડતા દાણીલીમડા પોલીસના પી.એસ.આઈ એનપી ગરાસિયાએ આરોપી સોહેબ આલમ રંગરેજ સામે આઇપીસીની કલમ ૩૦૪ મુજબની ફરિયાદ દાખલ કરાવી હતી.

ઝુબેરની મોત ક્યાં કારણસર થઇ તે હજી સુધી સ્પષ્ટ થઇ શક્યું નથી. પરંતુ , દાણીલીમડાના સ્થાનિકોના મનમાં અહીં સવાલો ઉદભવી રહ્યા છે કે ૨૬ વર્ષના યુવાનને એક ધક્કો વાગે છે અને તે નીચે પડી જાય છે અને તેનું મોત થઇ જાય છે તે કેવી રીતે બની શકે છે ? અને બીજું કે પોતાના પતિને ગુમાવરનાર પત્નીએ કેમ આરોપી સોહેબ રંગરેજ સામે ફરિયાદ ન કરી અને પોલીસને કેમ ફરિયાદ કરવાની જરૂર પડી ?

આ સવાલોના કારણે હાલ કેસની હકીકકતા ક્યાંકને ક્યાંક છુપાયેલી હોય તેવું લોકોને લાગી રહ્યું છે. હવે , જોવાનું એ છે કે પોલીસ આગળ કઈ દિશામાં તપાસ કરે છે  અને આગળ કેવા કેવા ખુલાસા બહાર આવી શકે છે.

……….રીઝવાન શેખ 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન