મહારાષ્ટ્રમાં હાઇવોલ્ટેજ રાજકીય ડ્રામા વચ્ચે સુપ્રીમ કોર્ટમાં સુનવણી શરૂ થઈ હતી. ભાજપના દેવેન્દ્ર ફડણવીસ અને એનસીપી નેતા અજિત પવારને અનુક્રમે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના હોદાના શપથ અપાવવાના મહારાષ્ટ્ર રાજ્યપાલના નિર્ણય સામે શિવસેના, એનસીપી અને કોંગ્રેસે કરેલી અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમે રવિવારે કેન્દ્ર, મહારાષ્ટ્ર સરકાર, સીએમ અને ડેપ્યુટી સીએમને નોટિસો જારી કરી હતી.
સુપ્રીમ કોર્ટ આ મામલે હવે મંગળવારે સવારે 10.30 વાગ્યે ચુકાદો સંભળાવશે. સોમવારે લગભગ બે કલાક સુધી મહારાષ્ટ્રમાં ચાલી રહેલા ઘમાસાણ મામલે સુપ્રીમ કોર્ટમાં દલીલો થયા બાદ સુપ્રીમ કોર્ટે મંગળવારના રોજ ચુદાદો સંભળાવવાનો આદેશ આપ્યો છે.
જસ્ટિસ એનવી રમના, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ સંજીવ ખન્નાની બેન્ચ આ મામલે સુનાવણી કરી રહ્યા છે.એનસીપી અને શિવસેનાની માંગ કરવામાં આવી રહી હતી કે 24 કલાકમાં ફ્લોર ટેસ્ટ કરાવવામાં આવે.
સુનવણી દરમિયાન સરકારે સુપ્રીમ કોર્ટને મહારાષ્ટ્રના રાજ્યપાલનો પત્ર આપ્યો હતો જેમાં ફડનવીસ સરકારને 170 ધારાસભ્યોને ટેકો હોવાનું જણાવ્યું છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં રાજ્યપાલના આ પત્રને રજૂ કર્યો હતો.
તુષાર મહેતાએ જણાવ્યું કે, વિપક્ષ તરફથી અત્યાર સુધી સરકાર રચવાનો દાવો રજૂ નથી કરવામાં આવ્યો, અમારી પાસે રાજ્યપાલના આદેશની નકલ છે. તેમણે રાજ્યપાલના સચિવનો પત્ર કોર્ટને સોંપી દીધો છે જેમાં ધારાસભ્યોના હસ્તાક્ષર કરેલા છે.
તુષાર મહેતાએ કહ્યું, અજીત પવારે રાજ્યપાલને જે પત્ર સોંપ્યો તેમાં 54 ધારાસભ્યોની સહી છે. અજીતે ચિઠ્ઠીમાં પોતાને એનસીપી ધારાસભ્યના નેતા ગણાવ્યા હતા.
આ કેસની સુનવણી કરી રહેલા જસ્ટીસ સંજીવ ખન્નાએ જણાવ્યું હતું કે બહુમતી એ ગવર્નર હાઉસમાં નક્કી ના થવી જોઈએ પણ વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થવો જોઈએ.
બીજેપીના વકીલ મુકુલ રોહતગીએ કહ્યું હતું કે હવે જે થશે વિધાનસભા ફ્લોર પર થશે, પરંતુ રાજ્યપાલ પર આરોપ કેમ? તેમણે પણ તો ફ્લોર ટેસ્ટ માટે જ કહ્યું છે. ફ્લોર ટેસ્ટ ક્યારે થશે એ નક્કી કરવાનો અધિકાર રાજ્યપાલનો છે. આ કૉર્ટે ના નક્કી કરવું જોઇએ.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પણ કહ્યું છે કે, અમને વધારાના સમયની જરૂર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
