Ahmedabad Auto Strike AMTS Special Transport: અમદાવાદ શહેરમાં ઓટો રિક્ષા ચાલકોની હડતાળને પગલે મુસાફરોને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવી છે. શહેરના મહત્વના રેલવે સ્ટેશન અને ટ્રાન્ઝિટ પોઈન્ટ પર વધારાની બસો, કન્ટ્રોલર અને ફ્લાઈંગ ટીમો તૈનાત કરવામાં આવી છે.
રાણીપ GSRTC બસ સ્ટેશન પર વધારાની બસોની વ્યવસ્થા
રાણીપ(Ahmedabad) GSRTC બસ સ્ટેશન ખાતે બે કન્ટ્રોલરોને ફરજ સોંપવામાં આવી છે. મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને અહીં બે વધારાની બસો પણ મૂકવામાં આવી છે. આ બસો ઇન્કમટેક્સ, નટરાજ, પાલડી, ગીતામંદિર અને કાલુપુર જેવા મુખ્ય વિસ્તારો સુધી મુસાફરોને પહોંચાડશે. આ ઉપરાંત રાણીપમાંથી પસાર થતા વિવિધ રૂટની આશરે 90 બસો કાલુપુર, મણિનગર, લાલદરવાજા, વાસણા અને પાલડી સહિતના વિસ્તારોમાં સેવા આપશે.

સાબરમતી અને વટવામાં પણ વધારાની બસો
સાબરમતી(Ahmedabad) ધર્મનગર રેલવે સ્ટેશન પર એક સ્પેર ડ્રાઇવર અને ફ્લાઈંગ ટીમને તૈનાત કરવામાં આવી છે. અહીંથી કાલુપુર અને મણિનગર માટે બે વધારાની બસો ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સાથે જ આ વિસ્તારમાં ચાલતી અન્ય 28 બસો પણ મુસાફરોની સેવા માટે કાર્યરત રહેશે.વટવા રેલવે સ્ટેશન પર એક કન્ટ્રોલર સાથે બે વધારાની બસો મૂકવામાં આવી છે. આ બસો ગીતામંદિર થઈને કાલુપુર અને મણિનગર સુધી જશે. આ ઉપરાંત વટવા વિસ્તારના વિવિધ રૂટની આઠ બસો ગીતામંદિર થઈને લાલદરવાજા સુધી દોડશે.
ગીતામંદિર અને કાલુપુર પર ખાસ દેખરેખ
શહેરના(Ahmedabad) મહત્વપૂર્ણ ટ્રાન્ઝિટ હબ ગીતામંદિર ખાતે ફ્લાઈંગ ટીમ તૈનાત કરવામાં આવી છે. અહીંથી વિવિધ રૂટ પર બસો આશરે 15થી 20 મિનિટના અંતરે દોડાવવામાં આવશે. કાલુપુર રેલવે સ્ટેશન પર સારંગપુર કેબિન કન્ટ્રોલર સાથે બે ફ્લાઈંગ ટીમો તૈનાત રહેશે. મુસાફરો માટે ચાર વધારાની બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. કાલુપુર વિસ્તારમાંથી પસાર થતી 50થી વધુ બસો ગીતામંદિર, લાલદરવાજા, વાડજ અને નરોડા તરફ મુસાફરોને સેવા આપશે.
હડતાળ દરમિયાન મુસાફરોને રાહત આપવાનો પ્રયાસ
ઓટો રિક્ષા હડતાળને કારણે શહેરમાં જાહેર પરિવહન પર વધારાનો ભાર આવવાની શક્યતા છે. તેને ધ્યાનમાં રાખીને AMC દ્વારા મહત્વના વિસ્તારોમાં વધારાની બસો અને સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી છે. તંત્રનો પ્રયાસ છે કે હડતાળ દરમિયાન મુસાફરોને તેમના ગંતવ્ય સુધી પહોંચવામાં શક્ય તેટલી ઓછી મુશ્કેલી પડે અને અમદાવાદની(Ahmedabad) જાહેર પરિવહન સેવા સામાન્ય રીતે ચાલુ રહે.
આ પણ વાંચો: અમદાવાદની શાળામાં ધોરણ-8ના વિદ્યાર્થીને તીક્ષ્ણ ઘા, હાથમાં 15 ટાંકા; CCTV બંધ મળતાં સવાલો
આ પણ વાંચો: અમદાવાદમાં બંગલો-ફ્લેટની માગણી, પરિણીતાને ત્રાસ અને ગર્ભપાત માટે દબાણ; પતિ સહિત 5 સામે ફરિયાદ
આ પણ વાંચો: સાતમ-આઠમ પહેલાં અમદાવાદમાં પોલીસનો સપાટો: 9 સ્થળે દરોડા, 57 જુગારી ઝડપાયા
