Ahmedabad News: શહેરના ભૂયંગદેવ વિસ્તારમાં આવેલી શારદા વિદ્યામંદિરમાં ધોરણ-8ના વિદ્યાર્થીને શાળા છૂટ્યા બાદ હાથમાં ગંભીર ઈજા થતાં તેને હોસ્પિટલમાં સારવાર કરાવવી પડી હતી. ઈજા એટલી ગંભીર હતી કે વિદ્યાર્થીના હાથમાં આશરે 15 ટાંકા આવ્યા હતા. વિદ્યાર્થીને ઈજા (Sharda Vidyamandir Student Injury) કઈ રીતે થઈ તે હજુ સ્પષ્ટ થયું નથી. વિદ્યાર્થીના વાલીએ શાળા પાસે CCTV ફૂટેજની તપાસ કરવાની રજૂઆત કરી હતી. જોકે, ઘટના સમયે CCTVનું રેકોર્ડિંગ ઉપલબ્ધ ન હોવાનું શાળા તરફથી જણાવવામાં આવ્યું છે. આ મામલે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ શાળા પાસેથી સમગ્ર ઘટનાનો રિપોર્ટ તેમજ CCTV ફૂટેજ રજૂ કરવા સૂચના આપી છે.
Sharda Vidyamandir Student Injury: વાનમાં બેસતી વખતે હાથમાંથી લોહી નીકળતું જોવા મળ્યું
મળતી માહિતી મુજબ, 31 ઓગસ્ટે શાળા છૂટ્યા બાદ ધોરણ-8નો વિદ્યાર્થી સ્કૂલ વાનમાં બેસવા ગયો હતો. તે સમયે અન્ય એક વિદ્યાર્થીએ તેના હાથમાંથી લોહી નીકળતું જોયું હતું. વિદ્યાર્થીના હાથમાં ગંભીર ઘા હોવાથી સ્કૂલ વાનના ચાલકે તાત્કાલિક તેના હાથ પર પાટો બાંધી પ્રાથમિક સારવાર આપી હતી. ત્યારબાદ વિદ્યાર્થીને તેના ઘરે પહોંચાડવામાં આવ્યો હતો. ઘટના ગંભીર જણાતાં પરિવારજનો બાળકને હોસ્પિટલ લઈ ગયા હતા. તબીબી સારવાર દરમિયાન તેના હાથમાં આશરે 15 ટાંકા લેવામાં આવ્યા હતા.
ઈજા કેવી રીતે થઈ તે અંગે વિદ્યાર્થીને પણ જાણ નહોતી
વાલીઓ માટે સૌથી મોટો સવાલ એ છે કે વિદ્યાર્થીના હાથમાં આટલો ગંભીર ઘા (Sharda Vidyamandir Student Injury) કઈ રીતે થયો. વિદ્યાર્થીએ પણ તેને કઈ વસ્તુથી ઈજા થઈ અથવા ઘટના કયા સંજોગોમાં બની તે અંગે સ્પષ્ટ માહિતી આપી ન હોવાનું પરિવારનું કહેવું છે. આથી વાલીએ શાળા સત્તાધીશો સમક્ષ રજૂઆત કરી અને ઘટના અંગે CCTV ફૂટેજ તપાસવાની માંગ કરી હતી. વાલીને CCTV જોવા માટે શાળામાં બોલાવવામાં આવ્યા હતા.
Sharda Vidyamandir Student Injury: CCTVના 3થી 4 કલાકના ફૂટેજ મળ્યા નહીં
વાલી CCTV તપાસવા શાળાએ પહોંચ્યા ત્યારે ઘટના સમયના CCTV રેકોર્ડિંગને લઈને પ્રશ્નો ઊભા થયા હતા. શાળા તરફથી જણાવાયું હતું કે આખા દિવસનું CCTV રેકોર્ડિંગ ઉપલબ્ધ છે, પરંતુ ઘટનાના સમયગાળાના આશરે ત્રણથી ચાર કલાકના ફૂટેજ મળતા નથી. શાળા મેનેજમેન્ટે આ માટે ટેક્નિકલ કારણ આગળ ધર્યું છે. હવે ટેક્નિકલ નિષ્ણાતની મદદથી આ સમયગાળાનું રેકોર્ડિંગ મળી શકે છે કે નહીં તે તપાસવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન સવાલ એ પણ ઊભો થયો છે કે જો CCTV કેમેરા આખો દિવસ કાર્યરત હતા તો ચોક્કસ ઘટના બની તે સમયગાળાનું જ રેકોર્ડિંગ કેમ ઉપલબ્ધ નથી.
Sharda Vidyamandir Student Injury: સ્કૂલ વાન ચાલકે શું કહ્યું?
સ્કૂલ વાનના ચાલકના જણાવ્યા મુજબ, વિદ્યાર્થી શાળા છૂટ્યા બાદ સીધો વાનમાં આવીને બેઠો હતો. ત્યારબાદ અન્ય વિદ્યાર્થીએ તેના હાથમાંથી લોહી નીકળતું હોવાનું જોયું હતું. ચાલકને જાણ થતાં તેણે વિદ્યાર્થીના હાથ પર પાટો બાંધી આપ્યો હતો. તેના જણાવ્યા મુજબ, વિદ્યાર્થીને પણ હાથમાં ઈજા કઈ રીતે થઈ તે અંગે જાણ નહોતી. ઘા મોટો હોવાથી લોહી નીકળતું હતું અને ત્યારબાદ વિદ્યાર્થીને ઘરે પહોંચાડવામાં આવ્યો હતો.
Sharda Vidyamandir Student Injury: ટ્રસ્ટીને પણ DEO કચેરીમાંથી ઘટનાની જાણ થઈ
શારદા વિદ્યામંદિર (Sharda Vidyamandir Student Injury)ના ટ્રસ્ટી સુરેશ બારોટે જણાવ્યું હતું કે તેમને સમગ્ર ઘટનાની જાણ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાંથી થઈ હતી. ત્યારબાદ તેમણે પ્રિન્સિપાલને બોલાવીને સમગ્ર મામલે માહિતી મેળવી હતી. ટ્રસ્ટીના જણાવ્યા પ્રમાણે, પ્રાથમિક તપાસમાં વિદ્યાર્થીને શાળાની અંદર જ ઈજા થઈ હોવાની બાબત સ્પષ્ટ થઈ નથી. વિદ્યાર્થી શાળાની બહાર નીકળીને વાનમાં બેઠો ત્યારે અન્ય વિદ્યાર્થીએ તેના હાથમાં ઈજા હોવાનું ધ્યાન દોર્યું હતું. વાલીએ પ્રિન્સિપાલને રજૂઆત કરી ત્યારે ઘટનાની તપાસ કરીને જાણ કરવા કહેવામાં આવ્યું હતું. જોકે, મેનેજમેન્ટને ઘટનાની જાણ કરવામાં આવી નહોતી.
Sharda Vidyamandir Student Injury: મેનેજમેન્ટે આચાર્ય સામે કાર્યવાહી કરવાની વાત કરી
ટ્રસ્ટી સુરેશ બારોટે સ્વીકાર્યું હતું કે મેનેજમેન્ટને સમયસર જાણ કરવામાં આવી ન હોવાથી સંસ્થાના સ્તરે ચૂક થઈ છે. તેમણે જણાવ્યું હતું કે આચાર્ય દ્વારા મેનેજમેન્ટને ઘટનાની જાણ કરવામાં આવી ન હોવાથી તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમજ વાલીને મળીને સમગ્ર ઘટનાની હકીકત જાણવામાં આવશે અને તપાસ બાદ યોગ્ય અહેવાલ તૈયાર કરીને જિલ્લા શિક્ષણાધિકારીને મોકલવામાં આવશે. CCTV અંગે તેમણે જણાવ્યું હતું કે આખા દિવસનું રેકોર્ડિંગ ઉપલબ્ધ છે, પરંતુ ઘટના બની તે સમયના ત્રણથી ચાર કલાકના ફૂટેજ મળ્યા નથી. આ સમયગાળાનું રેકોર્ડિંગ ટેક્નિકલ કારણોસર ગુમ થયું હોવાનું જણાવાયું છે અને તેને મેળવવા માટે પ્રયાસ ચાલી રહ્યા છે.
Sharda Vidyamandir Student Injury: DEOએ CCTV અને રિપોર્ટ રજૂ કરવા સૂચના આપી
વિદ્યાર્થીને ઈજા કેવી રીતે થઈ તે અંગે હજુ સ્પષ્ટતા ન થતાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ સમગ્ર મામલે રિપોર્ટ માગ્યો છે. શાળાને ઘટનાની વિગતો સાથે ઉપલબ્ધ CCTV ફૂટેજ રજૂ કરવા માટે સૂચના આપવામાં આવી છે. હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. વિદ્યાર્થીને કોઈએ ઈજા પહોંચાડી હતી કે અકસ્માતે તીક્ષ્ણ વસ્તુથી ઘા લાગ્યો હતો તે તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. CCTV ફૂટેજ અને શાળાના રિપોર્ટથી ઘટનાની હકીકત સામે આવવાની શક્યતા છે.
આ પણ વાંચો:વાવ-થરાદમાં વિદ્યાર્થી પર છરી વડે હુમલો, પરીક્ષા આપવા જતા ઈજાગ્રસ્ત
આ પણ વાંચો:સુરતના પાંડેસરામાં અમદાવાદની સેવન્થ ડે સ્કૂલનું પુનરાવર્તન, ચાર સગીરોનો વિદ્યાર્થી પર જીવલેણ હુમલો
