Ahmedabad News/ અમદાવાદના ડોક્ટર સાથે અનોખી ઘટનાઃ પોતાના જ સીસીટીવીના ફૂટેજથી થયા બ્લેકમેઇલ

અમદાવાદના પાલડીમાં ડોક્ટરે પોતાના ત્યાં સીસીટીવી ઇન્સ્ટોલ કરાવ્યા હતા ત્યાં કલ્પના પણ ન હતી કે તેમના જ સીસીટીવીના ફૂટેજનો ઉપયોગ તેમને બ્લેકમેઇલ (Blackmail) કરવા થઈ શકે છે. તેમણે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ધરપકડ કરી છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
અમદાવાદના ડોક્ટરને બ્લેકમેઇલ (Blackmail) કરનારો ઝડપાયો

Ahmedabad News: અમદાવાદમાં પાલડી (Paldi)માં ડોક્ટર (Doctor) ને પોતાને જ ત્યાં સીસીટીવી (CCTV) ઇન્સ્ટોલેશન મોંઘુ પડી ગયું છે. સીસીટીવી ફૂટેજ સામાન્ય રીતે દરેક ધંધાર્થી પોતાની સલામતી માટે જ નંખાવે છે. આ રીતે સીસીટીવી ફૂટેજ નંખાવનારાને કલ્પના પણ હોતી નથી કે પોતાને જ ત્યાં નંખાવેલા સીસીટીવીનો ઉપયોગ તેમને જ બ્લેકમેઇલ (Blackmail) કરવા માટે થઈ શકે છે. અમદાવાદમાં પાલડીના ડોક્ટરની સાથે તેણે જ નંખાવેલા સીસીટીવીના ફૂટેજના આધારે તેને બ્લેકમેઇલ (Blackmail) કરવાની ઘટના બની હતી.

અમદાવાદના ડોક્ટરને બ્લેકમેઇલ (Blackmail) કરનારો ઝડપાયો

Blackmail કરતાં આરોપીની ધરપકડ

અમદાવાદ (Ahmedabad) ના પાલડીમાં ક્લિનિક ચલાવતા એક ડોક્ટરને તેના જ દવાખાનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાઇરલ કરીને બદનામ કરવાની ધમકી આપીને બ્લેકમેઇલ (Blackmail) કરવાની ઘટના પ્રકાશમાં આવી છે. તેમા ડોક્ટરે હિંમત દાખવીને કરેલી ફરિયાદના પગલે આવું કૃત્ય કરનારની પાલડી પોલીસે ધરપકડ કરી છે. પાલડી પોલીસે ડોક્ટરને સીસીટીવી ફૂટેજ વાઇરલ કરીને બ્લેકમેઇલ (Blackmail) ધમકી આપનારા અબ્દુલ વહાબ સૈયદ નામના આરોપીની ધરપકડ કરી છે.

અમદાવાદના ડોક્ટરને બ્લેકમેઇલ (Blackmail) કરનારો ઝડપાયો

આરોપી અબ્દુલે સીસીટીવી ફૂટેજ ચોરી ખંડણી માંગી

આરોપીએ ડોક્ટરની અંગત પળોના સીસીટીવી ફૂટેજ ચોરીને બ્લેકમેઇલ (Blackmail) કરતાં મોટી રકમની માંગ કરી હતી. આ કેસમાં હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કિસ્સામાં ડોક્ટરે પોતાના ક્લિનિક પર મસાજ માટે એકને બોલાવ્યા હતા. આ સમયના સીસીટીવી ફૂટેજ (CCTV Footage) આરોપી અબ્દુલ વહાબ પાસે પહોંચી ગયા હતા. આરોપીએ આ ફૂટેજ ડોક્ટરને મોકલી આપ્યા હતા અને તેમને સોશિયલ મીડિયા પર બદનામ કરવાની ધમકી આપી બ્લેકમેઇલ (Blackmail) કરવા માંડ્યો હતો. તેણે ડોક્ટર પાસે ખંડણી પેટે 40 હજાર રૂપિયાની માંગ કરી હતી. પહેલાં તો ડોક્ટરે સમાજમાં પ્રતિષ્ઠાને નુકસાન થવાના ડરે થોડી રકમ આપી હતી, પરંતુ પછી પણ આરોપીનું બ્લેકમેઇલિંગ (Blackmail) ચાલુ રહેતા તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો.

અમદાવાદના ડોક્ટરને બ્લેકમેઇલ (Blackmail) કરનારો ઝડપાયો

આરોપીનું સીસીટીવી ઇન્સ્ટોલેશનનું કામ

પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપી અબ્દુલ પોતે જ સીસીટીવી ઇન્સ્ટોલેશનનું કામ કરે છે. આ ડોક્ટરના ક્લિનિકમાં પણ સીસીટીવી તેણે જ લગાવ્યા હતા. તેના કારણે સિસ્ટમનો પાસવર્ડ તેની પાસે હતો. તેણે ચોરી કરવા માટે તેનો દૂરુપયોગ કર્યો હતો. આશ્ચર્યની વાત એવી છે કે આરોપી પાછો મજૂરીકામ કરે છે. તેણે પોલીસ સમક્ષના કબૂલાતનામામાં જણાવ્યું છે કે તેને બાળકો બીમાર હોવાથી તેમની સારવાર માટે રૂપિયાની જરૂર હતી, તેના કારણે તેણે ડોક્ટરને બ્લેકમેઇલ (Blackmail) કર્યા હતા. હાલમાં પાલડી પોલીસે ગુનેગારની ધરપકડ કરીને આ દિશામાં વધારે તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો: રાજકોટમાં મૂકબધિર સગીરાની શારીરિક અડપલા પછી બ્લેકમેઇલ કર્યાની ફરિયાદ

આ પણ વાંચો: પાટણમાં યુવતી પર દુષ્કર્મ કરી બ્લેકમેઇલિંગ કરવાના કેસમાં બે સામે ફરિયાદ

આ પણ વાંચો: સુરતમાં મિત્રતા કેળવી યુવકે Video કોલ પર યુવતીનાં કપડાં ઉતરાવ્યા, બ્લેકમેઇલ કરીને રૂપિયા પડાવ્યા