Rajkot Minor Abuse Case : રાજકોટ શહેરમાં માનવતાને શરમાવે તેવી એક ગંભીર ઘટના સામે આવી છે. એક મૂકબધિર સગીરા (Minor)ને શારીરિક અને માનસિક રીતે હેરાન કરવામાં આવ્યા હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ફોટા પાડી બ્લેકમેઇલ કરીને શારીરિક અડપલા કરાયા હોવાની ફરિયાદ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ કેસમાં પોલીસે શ્રદ્ધા અને ઋત્વિક નામના બે વ્યક્તિ સામે પોકસોસહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
સગીરા (Minor)ને બ્લેકમેલ કરી પૈસા પડાવ્યા
પ્રાપ્ત વિગતો મુજબ, આરોપીઓએ મૂકબધિર સગીરા (Minor)ને એક ગાર્ડનમાં લઈ જઈ તેની પરિસ્થિતિનો લાભ લઈને અડપલા કર્યા હતા. બાદમાં તેના ફોટા પાડી તેને સોશિયલ મીડિયામાં જાહેર કરવાની ધમકી આપી બ્લેકમેઇલ કરવામાં આવી હતી. આ ધમકીના કારણે આરોપીઓએ પીડિત પાસેથી કુલ રૂપિયા 7.70 લાખ જેટલી રકમ પડાવી હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
સમગ્ર મામલે પોલીસે તાત્કાલિક તપાસ શરૂ
પીડિતની ફરિયાદના આધારે ભક્તિનગર પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા તમામ પાસાઓની ગંભીરતાપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. પીડિતના નિવેદન તેમજ અન્ય પુરાવાના આધારે આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઘટનાને પગલે શહેરમાં ચકચાર મચી ગઈ છે અને સગીરોની સુરક્ષા અંગે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
આ પણ વાંચો: અમદાવાદમાં હચમચાવનારો ગુનો: 8 વર્ષના માસૂમ સાથે દુષ્કર્મ, 21 વર્ષીય યુવક વિરુદ્ધ POCSO કેસ
આ પણ વાંચો: નિર્ભયા અને POCSO જેવા કાયદા છતાં રેપિસ્ટો ક્યાંથી મેળવી લે છે રાહત?
આ પણ વાંચો: POCSOના ગુના સામે ગુજરાત પોલીસની ઝીરો ટોલરન્સની નીતિ
