નિર્ભયા કેસ (Nirbhaya Case) પછી મહિલા સંગઠનોએ જબરદસ્ત લડત ચલાવી હતી અને રેપ (બળાત્કાર) અંગેના કાયદા વધારે કડક બનાવ્યા હતા. તેઓને આશા હતી કે આ પ્રકારના કાયદા બન્યા પછી પુરુષો હવે રેપ (Rape) જેવી હરકતો કરતા સો વખત વિચારશે, પણ આવું થયું નથી. મહિલાઓ માટે નિર્ભયા એક્ટ (Nirbhaya Act) અને સગીરાઓ (Minor) માટે પોક્સો (POCSO) જેવા કાયદા બનાવવામાં આવ્યા, પરંતુ રેપના કિસ્સામાં કોઈ ઘટાડો થયો જ નથી, ઉત્તરોતર વધતા ગયા છે. તેની પાછળનું કારણ એ છે કે આ ચુકાદાનું અર્થઘટન જજ (Judge) તરીકે એવા પુરુષો કરી રહ્યા છે જેમની માનસિકતા આ રેપિસ્ટોથી કંઈ કમ નથી. ફરક બસ ફક્ત એટલો જ છે કે આ રેપિસ્ટો રેપ કરે છે, પણ આ જજ રેપ કરી શકતા નથી. તેથી તેઓ આ પ્રકારના ચુકાદા દ્વારા તેમની વાસ્તવિકતાનું વરવું પ્રદર્શન કરે છે.
તેથી હવે જો રેપ કેસોમાં ઘટાડો કરવો હોય તો જજ તરીકે દરેક કોર્ટોમાં મહિલાઓને 33 ટકા નહીં 50 ટકા જેટલું પ્રતિનિધિત્વ આપવું જરૂરી છે. હવે વિચાર કરો અલ્હાબાદ હાઇકોર્ટનો જજ રામ મનોહર નારાયણ મિશ્રા એમ કહે કે પીડિત સગીરાના પ્રાઇવેટ પાર્ટ પકડવા, તેના સ્તન દબાવવા, તેના પાયજામાનું નાડું તોડવું, તેને નાળાની નીચે ખેંચી જવું તે રેપનો પ્રયત્ન નથી. હવે વિચાર કરો કે એક હાઇકોર્ટના જજની આ પ્રકારની માનસિકતા હોય પછી રેપિસ્ટોને ખુલ્લો દોર ન મળે તો શું થાય. હવે હાઇકોર્ટનો આ જજ શું તેની પુત્રી સાથે આવું થાય ત્યારે આ જ પ્રકારનો ચુકાદો આપશે.
આ જજ કહે છે કે ફક્ત 11 સગીર પીડિતાએ સાબિત કરવાનું છે કે તેની છાતી આરોપીએ દબાવી તેના સાક્ષી છે કે નહી. આ ઉપરાંત તેના પાયજામાનું નાડુ આરોપીએ તોડી નાખ્યું તો તેનો સાક્ષી લાવો, નાળા નીચે તેને ખેંચી જવાઈ તેનો સાક્ષી લાવો. આ બધુ સાબિત કરવાની જવાબદારી 11 વર્ષની બાળકીની છે.
આ જ જજની માનસિકતા હોય તો દેશમાં કોઈપણ રેપ પીડિતાને ન્યાય મળી રહ્યો. અહીં આરોપીને રીતસરનો છૂટો દોર મળે છે, તેણે તો જાણે કશું સાબિત જ કરવાનુ નથી જયારે રેપનો ભોગ બન્યા છે તેણે સાબિત કરવાનું છે અને આ માટે સાક્ષીઓ લાવવાના છે. હવે આમાં ન્યાય મળે, આવા ન્યાયાધીશો જ લોકોને બંદૂક ઉચકવા અને કાયદો હાથમાં લેવાની ફરજ પાડે છે. આ ન્યાયાધીશની વિવેકબુદ્ધિને લઈને પણ મોટો સવાલ થાય છે.
શું આ ન્યાયાધીશના ગજવા આરોપીઓએ નોટોથી ભરી દીધા છે કે તેણે આવો ચુકાદો આપ્યો. તાજેતરમાં જ એક ન્યાયાધીશના ઘરેથી નોટોના બંડલો મળી આવ્યા, આ ન્યાયાધીશના ઘરે પણ આ પ્રકારના બંડલો તો ક્યાંક નથીને. પોક્સોના કેસમાં તો સગીરાના નિવેદનને જ આધાર માનવામાં આવે છે તો આ ન્યાયાધીશે કયા આધારે આરોપીઓ સામે કાર્યવાહી ન કરી તે પણ મોટો સવાલ છે. આ ન્યાયાધીશને મૂળભૂત કાયદાકીય સમજ છે કે નહીં તે પણ મોટો સવાલ છે. સગીરાએ આટલું સ્પષ્ટ જણાવ્યું છે કે આરોપીઓએ તેની છાતી દબાવી હતી તેના આધારે તો સીધો કેસ બની જાય છે, પછી હાઇકોર્ટના ન્યાયાધીશે કયા આધારે આરોપીઓને નિર્દોષ છોડ્યા. આ જજના બેન્ક બેલેન્સની પણ તપાસ થવી જોઈએ.
આ જજને એટલી પણ ખબર ના પડી કે કોઈપણ ગુનામાં હંમેશા ઇરાદો ધ્યાનમાં લેવામાં આવે છે. અહીં તો બળાત્કારના પ્રયાસનો સીધો ઇરાદો દેખાય જ છે તો જજે ઇરાદાને અને પછી બળાત્કારનો પ્રયત્ન કરવાના ગુનાને ધ્યાનમાં લઈને સજા કેમ ન કરી. ખરેખર જજનો આ ચુકાદો જાણે ન્યાય પ્રણાલિ પર જ ‘રેપ’ સમાન છે.
ન્યાયાધીશની આ પ્રકારની માનસિકતા જોઈને એમ જ લાગે કે કોર્ટમાં ક્યાં આવ્યા, આના કરતાં તો આપણી રીતે હિસાબ પતાવી દીધો હોત તો આટલો સમય તો ન બગડ્યો હોત. માણસ મૃત્યુ પામે તેના મહિનામાં તેની બધી વિધિ પૂરી થઈ જાય છે, પરંતુ ન્યાય એવી વિધિ છે જે કદી પૂરી થતી જ નથી મહિનાઓના મહિનાઓ, વર્ષોના વર્ષો સુધી લોકો કોર્ટના પગથિયા ઘસી કાઢે છે, પણ મળે છે ફક્ત તારીખ.
હવે જે યુપીમાં મહિલા પર બળાત્કાર થાય ત્યારે સીએમ મુલાયમસિંહ યાદવ જેવી વ્યક્તિ બોલતા હોય કે બચ્ચો સે અક્સર ગલતીયા હો જાતી હૈ, ત્યાંના ન્યાયાધીશમાં આ પ્રકારનું વલણ જોવા મળે તો આશ્ચર્ય ન થવું જોઈએ. પછી તે ભલેને ગમે તેવું ન્યાય અંગેનું ભણ્યો હોય.
સુપ્રીમ કોર્ટના (Supreme Court) જાણીતા વકીલ કપિલ સિબ્બલે (Kapil Sibbal) પણ આ કેસનો ચુકાદો સાંભળીને ટવીટ કરીને જણાવ્યું છે કે ભગવાન આવા ન્યાયાધીશોથી ન્યાયતંત્રને બચાવે. આવા ન્યાયાધીશો ન્યાયતંત્રની ગરિમા તળિયે લાવી દે છે અને તેને બિનઅસરકારક બનાવી દે છે. આવા જ ન્યાયાધીશો રહ્યા તો પછી ન્યાયતંત્રનું કોઈ લેવાલ પણ નહીં રહે અને તેનો પ્રભાવ સાવ ખતમ થઈ જશે. કેટલાક ગુનેગારો કહે છે કે ન્યાયતંત્રનું મહત્વ ફક્ત એટલું જ છે કે તે જજો અને વકીલોને રોજગારી આપે છે, બાકી સામાન્ય પ્રજાને તેની પાસેથી કશું નળી મળતું, મળે છે તો ફક્ત તારીખ.
આ પણ વાંચો: અમારા મૌનને અમારી નબળાઈ ના સમજોઃ વિક્રમ ઠાકોર
આ પણ વાંચો: 76 લાખ કુટુંબો સરકારી અનાજ પર, 180 ધારાસભ્યોની સંપત્તિ 3,000 કરોડ
આ પણ વાંચો: DRI-ગુજરાત ATSને અમદાવાદમાં મળી ‘સોનાની ખાણ’