MANTAVYA Vishesh/ જસ્ટિસ યશવંત વર્મા, ફક્ત કપડા જ નહીં કર્મો પણ ‘કાળા’ !

સલમાન ખાનની 2008માં આવેલી ફિલ્મ વોન્ટેડમાં તેનો એક સંવાદ છે, મેં સિર્ફ ‘મની ભાઈ’ કે લિયે કામ કરતા હું….હવે આ જ સંવાદ હાઇકોર્ટના જજ યશવંત વર્મા (Yashvant Varma) ના કેસમાં બિલકુલ ફિટ બેસતો લાગે છે.

Mantavya Vishesh

સલમાન ખાનની 2008માં આવેલી ફિલ્મ વોન્ટેડમાં તેનો એક સંવાદ છે, મેં સિર્ફ ‘મની ભાઈ’ કે લિયે કામ કરતા હું….હવે આ જ સંવાદ હાઇકોર્ટના જજ યશવંત વર્મા (Yashvant Varma) ના કેસમાં બિલકુલ ફિટ બેસતો લાગે છે…. તે સ્વાભાવિક પણ છે, કારણ કે તેમને ત્યાં કરોડોની નોટોના બંડલ મળ્યા છે…. આ બતાવે છે કે ‘સોનું જોઈ મુનિવર ચળે’ તેમ રોકડા જોઈ જજની પ્રામાણિકતાનું બાષ્પીભવન થઈ જતું લાગે છે…. તેમણે તો એમ કહી બચાવ કર્યો છે કે આ મને ફસાવવાનું કાવતરું છે….

હવે કદાચ માની લઈએ કે તેમને ફસાવવાનું કાવતરું હોય, પણ રૂમ ભરીને નોટોના બંડલ હોય અને તેની તેમને ખબર પણ ન હોય તે કેવી રીતે બને…. આના પગલે ભારે ઉહાપોહ થતાં દિલ્હી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ દેવેન્દ્રકુમાર ઉપાધ્યાય (Devendrakumar Upadhyay) ને તપાસ સોંપવામાં આવી હતી…. તેમણે તેમનો રિપોર્ટ ભારતના ચીફ જસ્ટિસ (CJI) સંજીવ ખન્નાને (Sanjiv Khanna) સોંપ્યો છે…. હવે સીજેઆઈ આ રિપોર્ટના આધારે આગળ કાર્યવાહી કરશે….

દિલ્હી હાઇકોર્ટના આ મુખ્ય ન્યાયાધીશ યશવંત વર્મા તેમના ઘરેથી હોળીના દિવસે કરોડોના બંડલ મળી આવવાને લઈને વિવાદમાં છે…. તેમના દિલ્હી ખાતેના સરકારી નિવાસ્થાનમાં આગ લાગી, તે સમયે ન્યાયાધીશ વર્મા ઘરે ન હોવાથી તેમના કુટુંબીજનોએ આગ બૂઝાવવા ફાયર બ્રિગેડની મદદ માંગી…. તેના પગલે ફાયર બ્રિગેડની ટીમ ત્યાં ગઈ…. ફાયરબ્રિગેડની આ ટીમે ન્યાયાધીશના ઘરે આગ બૂઝાવવા દરમિયાન ત્યાં મોટાપાયા પર રોકડના બંડલો જોયા….

હવે ફાયર બ્રિગેડના વડા અતુલ ગર્ગ જજને ત્યાં રોકડના બંડલો જોયા અંગેના નિવેદનો વારંવાર બદલવા લાગતા અસમંજસભરી સ્થિતિ સર્જાઈ છે…. આ બતાવે છે કે તેના પર કેટલું બધું દબાણ આવ્યું લાગે છે, જેના કારણે તેણે તેના નિવેદનો પરથી હવે ફરી જવું પડી રહ્યુ છે, જેથી મામલો વધારે ગૂંચવાડાભર્યો બની જાય….

આના પગલે 20 માર્ચે સીજેઆઈ સંજીવ ખન્નાએ કોલેજિયમની બેઠક બોલાવી…. તેમા જસ્ટિસ યશવંત વર્માનું ટ્રાન્સફર અલ્હાબાદ હાઇકોર્ટમાં કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો….હાલમાં તેમને કોઈપણ પ્રકારની ન્યાયિક કામગીરીથી દૂર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે….જજ યશવંત વર્માની 11 ઓક્ટોબર 2021ના રોજ દિલ્હી હાઇકોર્ટના જજ તરીકે નિમણૂક થઈ હતી….તેઓ બીજા નંબરના વરિષ્ઠ જજ છે…. હાલમાં તેઓ વેચાણવેરા, જીએસટી, કંપની અપીલ જેવા મહત્વના મુદ્દા પર સુનાવણી કરતી બેન્ચનું અધ્યક્ષ પદ સંભાળી રહ્યા છે….

આ બનાવને લઈને વરિષ્ઠ વકીલ ઇન્દિરા જયસિંહે સુપ્રીમ કોર્ટના કોલેજિયમના નિર્ણયમાં પારદર્શકતાના અભાવની ચિંતા કરી છે….તેમણે જણાવ્યું હતું કે કોલેજિયમે આ અંગે સ્પષ્ટ વલણ અપનાવવું જોઈએ અને પારદર્શક અભિગમ દાખવવો જોઈએ… કયા સંજોગોમાં રોકડ મળી આવી તે અંગે જણાવવું જોઈએ….

સુપ્રીમ કોર્ટના અન્ય વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે (Kapil Sibbal) પણ ન્યાયતંત્રમાં પ્રવર્તતા ભ્રષ્ટાચારને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે….તેમનું કહેવું છે કે આ પ્રકારનો ભ્રષ્ટાચાર (Corruption)  સિસ્ટમને લૂણો લગાડી દે છે… તેની અસરકારકતા ખતમ કરી દે છે. તેમા પણ હાઇકોર્ટના ન્યાયાધીશ સામે આરોપ લાગે ત્યારે તો તપાસ થવી જરૂરી જ છે… ન્યાયતંત્ર પર લોકોનો વિશ્વાસ હચમચી જાય તેવું કશું જ ન થવું જોઈએ… તેમણે ન્યાયાધીશોની નિમણૂકની પ્રક્રિયા વધારે પારદર્શક બનાવવા પર ભાર મૂક્યો છે….

આ મુદ્દાને લઈને રાજકારણ પણ ગરમાયું છે….કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે (Jayram Ramesh) રાજ્યસભામાં જણાવ્યું હતું કે આ પ્રકારના કેસની વ્યાપક ધોરણે તપાસ થવી જોઈએ, તેમા સત્ય બહાર આવવું જોઈએ…. ન્યાયાધીશ દોષિત હોય તો તેની સામે સામાન્ય ગુનેગારની જેમ જ કાર્યવાહી કરવી જોઈએ… તેને છાવરવા ન જોઈએ…

ભાજપના આઇટી સેલના વડા અમિત માલવિયા પણ આ મુદ્દાને લઈને મેદાનમાં કૂદી પડ્યા હતા… તેમણે જણાવ્યું હતું કે જસ્ટિસ વર્મા 2012થી 2013 સુધી અખિલેશ યાદવની સરકારમાં યુપીના સ્ટેન્ડિંગ કાઉન્સેલ હતા, તેના અંગે યુપીના ભૂતપૂર્વ મુખ્યમંત્રીને કેમ કોઈ પૂછવા જતું નથી…

આ ઉપરાંત અન્ય એક નિવૃત્ત ન્યાયાધીશ એસ એન ઢીંગરાએ જણાવ્યું હતું કે દરેક તંત્રની જેમ ન્યાયતંત્રમાં પણ ભ્રષ્ટાચાર છે જ…. તે સ્વીકારવું જ પડશે….તેથી જ્યારે પણ ન્યાયતંત્રના જજથી માંડીને કોઈપણ કર્મચારી આરોપી હોય તો તેને સામાન્ય ગુનેગારની જેમ જ ગણીને તેની સાથે વ્યવહાર કરવો જોઈએ. તેને કોઈપણ પ્રકારની છૂટછાટ ન આપવી જોઈએ….

ન્યાયાધીશ વર્મા આ વખતે જ કંઈ વિવાદમાં આવ્યા નથી. …આ પહેલા પણ સીબીઆઈ તપાસમાં તેમનું નામ ઉછળ્યું છે….ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સે સિંભાવલી સુગર કેસમાં તેમની સામે ફરિયાદ નોંધાવી હતી….સુગર મિલે ખોટી લોન દ્વારા કૌભાંડ કર્યુ હતું…. તેઓ સિંભાવલી સુગર મિલમાં નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હતા….

સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે જજ યશવંત વર્માની ટ્રાન્સફરનો પ્રસ્તાવ અને તેમની ઇન-હાઉસ ટ્રાન્સફર બંને જુદી-જુદી પ્રક્રિયા છે…. હાલમાં તે હાઈકોર્ટમાં વરિષ્ઠ જજોમાં બીજા નંબરના જજ છે, પરંતુ ટ્રાન્સફર થયા પછી તે અલ્હાબાદ હાઇકોર્ટને નવમાં નંબરની વરિષ્ઠ જજ બનશે…. આમ ટ્રાન્સફરના પગલે તેમની સીનિયોરિટીમાં ઘટાડો થશે….

56 વર્ષીય જજ યશવંત વર્મા 1992માં પ્રોફેશનલ તરીકે તેમનું નામ રજિસ્ટર કરાવ્યું હતું…. તેમને 2014મા રોજ અલ્હાબાદ હાઇકોર્ટમાં એડિશનલ જજ બનાવાયા હતા….પહેલી ફેબ્રુઆરી 2016ના રોજ સ્થાયી જજ તરીકે શપથ લેવડાવાયા હતા… તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી બી.એ. કર્યુ અને મધ્યપ્રદેશની રીવા યુનિવર્સિટીમાંથી LLBની ડિગ્રી મેળવી હતી….


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમારા મૌનને અમારી નબળાઈ ના સમજોઃ વિક્રમ ઠાકોર

આ પણ વાંચો: 76 લાખ કુટુંબો સરકારી અનાજ પર, 180 ધારાસભ્યોની સંપત્તિ 3,000 કરોડ

આ પણ વાંચો: DRI-ગુજરાત ATSને અમદાવાદમાં મળી ‘સોનાની ખાણ’