સનાતન ધર્મને લઈને સ્વામિનારાય સંપ્રદાયના વિવિધ પ્રકારના ફિરકાઓ દ્વારા કરવામાં આવેલા જુદાં-જુદાં પ્રકારના બફાટ સામે સનાતનીઓનો આક્રોશ ચરમસીમાએ છે…. તાજેતરમાં જ સરધારના સ્વામિનારાયણ મંદિરના નિત્યસ્વરૂપ સ્વામીનો વિડીયો વાઇરલ થયો તેને લઈને ફરીથી સનાતનીઓમાં આક્રોશ છે…. આ વિડીયોમાં તેમણે જણાવ્યું હતું કે ભગવાન સ્વામિનારાયણે શાખાઓનું સર્જન કરતાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને બનાવ્યા….તેના પછી આગળ શાખાઓ વધારતા ઇન્દ્રને બનાવ્યા, તેના પછી 33 કરોડ દેવી દેવતાઓ બનાવ્યા. તેમના અબજો મેનેજર છે… આ વિડીયો વાઇરલ થયાનો વિવાદ થતાં તેમણે જણાવ્યું હતું કે આ વિડીયો જૂનો છે, પરંતુ હું આના કારણે થયેલા વિવાદના લીધે માફી માંગું છું…

આના પગલે વિવિધ હિંદુ સંગઠનોએ અને સનાતની સંસ્થાઓએ ઘેરા પ્રત્યાઘાત આપ્યા હતા. વિવિધ સંત સમાજના સંત આગેવાનોએ તેમના આ વાઇરલ વિડીયોની આકરી ટીકા કરી હતી અને તેને વખોડી કાઢ્યો હતો. તેમાં કચ્છના કબરાઉ મોગલધામના બાપુ ચારણ ઋષિબાપુ વધુ આકરા પાણીએ થઈ ગયા હતા… તેમણે સવામિનારાયણ સંપ્રદાયના સાધુઓના આ પ્રકારના બફાટ સામે આકરો વિરોધ તો અગાઉ પણ નોંધાવ્યો હતો, પરંતુ આ વખતે એક ડગલુ આગળ વધીને તેમણે ઉપવાસ પર ઉતરવાનો નિર્ણય લીધો છે…
તેઓ મોગલધામ ખાતે બે દિવસથી ઉપવાસ પર ઉતરેલા છે…તેમની માંગ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ ફિરકાઓ તેમના પુસ્તકોમાં સનાતન ધર્મ વિરુદ્ધ જે પણ લખ્યું છે તેને દૂર કરવામાં આવે… તેમની આ માંગને સાધુ અને સંત સમાજનું પણ સમર્થન છે…. આ ઉપરાંત વિવિધ સામાજિક સંગઠનો અને હિંદુ સંગઠનો પણ તેમના સમર્થનમાં ઉતર્યા છે….

તેઓનું કહેવું છે કે સનાતન ધર્મમાં અનેક ફિરકાઓ છે, પણ કોઈ ફિરકો બીજા ફિરકાની આડે ઉતરતો નથી….પણ ખબર નથી કે સ્વામિનારાયણ સંપ્રદાયના ફિરકામાં શું એવું છે કે તેઓ સનાતનને લઈને સતત વિવાદ સર્જતા જ રહે છે…. હવે તે આવ્યા છે માંડ બસો કે અઢીસો વર્ષ પહેલા અને આ પ્રકારના વિવાદ સર્જે તે શોભતું નથી… તેમણે તો વાસ્તવમાં સનાતનની સેવા કરવાની હોય છે તેના બદલે તે સનાતનને લાંછન લગાડે છે….
વાસ્તવમાં આ દરેક ફિરકાઓએ હવે જુદી-જુદી નહીં પણ સામૂહિક માફી માંગવી જરૂરી છે…. તેઓએ તેમના પુસ્તકોમાંથી સનાતન અંગેની ખોટી બાબતો પણ દૂર કરે તે જરૂરી છે…. તેમણે જણાવ્યું હતું કે આ પહેલા પણ સ્વામિનારાયણના સંપ્રદાયના નારાયણ સ્વામી નામના સાધુએ ભગવાન કૃષ્ણ દ્વારકામાં નથી, પણ વડતાળમાં છે તેવું વિવાદાસ્પદ નિવેદન કર્યુ હતુ…. તે સમયે પણ દ્વારકાપીઠના શંકરાચાર્યએ તેમાં બોલવું પડ્યું હતું. …આખા માલધારી સમાજે તેનો જોરશોરથી વિરોધ કર્યો હતો અને આખો સમાજ રસ્તા પર આવ્યો હતો…. તે સમયે આખા વૈષ્ણવ સંપ્રદાયે પણ તેનો વિરોધ કર્યો હતો….હિંદુ સમાજના વિવિધ આગેવાનોએ પણ તેમને માફી માંગવા જણાવ્યું હતું…. અમે પણ ત્યારે જણાવ્યું હતું કે એક સનાતની સંપ્રદાયે બીજાને નુકસાન થાય તે રીતે ન વર્તવુ જોઈએ….

તેના થોડા સમય પહેલાં વીરપુરના જલારામ બાપાને લઈને સ્વામિનારાયણના સાધુઓ બફાટ કર્યો હતો…. તેણે જણાવ્યું હતું કે જલારામ બાપાને વીરપુરનું અન્નશ્રેત્ર શરૂ કરવાની પ્રેરણા ભગવાન સ્વામિનારાયણે આપી હતી….તેના પગલે વીરપુર ધામે પણ સ્પષ્ટતા કરવી પડી હતી કે પણ અમારા જલારામ બાપાના એક જ ગુરુ હતા…. તેઓશ્રી અને ભગવાન સ્વામિનારાયણ વચ્ચે ક્યારેય મુલાકાત થઈ નથી…. વીરપુર ધામ સિવાય બીજે ક્યાંય જલારામ બાપાનું કશું નથી….
આ સમયે પણ અમે સ્વામિનારાયણ સંપ્રદાયને ચેતવણી આપી હતી કે ભાઈ શું કામ આવું કરું છો, કોઈ વિવાદ જ નથી ત્યાં આ પ્રકારના વિવાદ જ ક્યાં ઊભા કરો છો…. આ સિવાય લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો અને તમારા પુસ્તકમાં જે બધું ખોટું-ખોટું લખ્યું છે તે દૂર કરો તેમ જણાવ્યું હતું….
આમ છતાં આ લોકો ક્યાંય અટકતા જ નથી…. એક સ્વામીનું મોઢું બંધ થાય ત્યાં બીજાનું ખૂલી જાય છે. તેમના પુસ્તકો પણ તેમના આખા સંપ્રદાયને ગેરમાર્ગે દોરે છે…. હવે ક્યાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને ક્યાં ભગવાન સ્વામિનારાયણ. અઢીસો વર્ષ પહેલા આવેલા સંપ્રદાયના ભગવાન હજારો વર્ષ પૂર્વેના સનાતન ધર્મના સંપ્રદાયના ભગવાનોના પણ અધિપતિ થઈ ગયા….આવું નક્કી કરવાનો અધિકાર તેમને કોણે આપ્યો…. તેમણે કઈ સત્તાની રુએ આવું નક્કી કરી લીધું કે ભગવાન સ્વામિનારાયણ જ પુરુષોત્તમ, બાકી બધા સૌ તેમના દાસ અને તેમણે સર્જેલી શાખાઓ છે…. તેમને શું આવી કોઈ સ્વયંસ્ફૂરણા થઈ હતી…
ચારણ બાપુનું કહેવું છે કે જો તેઓએ પુસ્તકમાંથી વાંધાજનક લખાણો દૂર નહીં કર્યા તો આ ઉપવાસ ફક્ત ઉપવાસ ન રહેતા આગામી સમયમાં મોટા આંદોલનનું સ્વરૂપ ધારણ કરી શકે છે….તેથી તેઓ પાસે હજી પણ સમય છે તે ચેતી જાય, નહીં તો આગામી સમય તેમનો વધુ કપરો હશે. સનાતનીઓ જાગી ચૂક્યા છે….
આ પણ વાંચો: વક્ફ બિલ શું, સરકાર તેને કેમ લાવી રહી છે?
આ પણ વાંચો: સરધાર સ્વામિનારાયણ મંદિરના નિત્યસ્વરૂપ સ્વામીનો વિવાદાસ્પદ વાઇરલ વિડીયો
આ પણ વાંચો: દીકરીઓ જ નહીં હવે દીકરાઓ પણ અસલામત
