MANTAVYA Vishesh/ સુરતીઓ ચેતો, 2050 સુધીમાં સુરત દરિયામાં ડૂબી જશે !

ગ્લોબલ વોર્મિંગના કારણે પૃથ્વી ગરમ થઈ રહી છે અને આ જ રીતે સમુદ્ર પણ ગરમ થઈ રહ્યા છે. તેના કારણે દક્ષિણ ધ્રુવમાં એન્ટાર્કટિકાનો અને ઉત્તર ધ્રુવમાં આર્કટિકનો બરફ ઓગળી રહ્યો છે. તેના કારણે સમુદ્રની સપાટી ઊંચે આવી રહી છે.

Mantavya Vishesh

તાજેતરમાં જ સુરતમાં ભારે વરસાદ પડ્યો હતો અને ખાડીમાં પૂર આવ્યું હતું. તેના કારણે વરસાદ બંધ થયાના પખવાડિયા સુધી પાણી ત્યાંથી ઓસર્યા ન હતા. કેટલાય ઘરો અડધા પાણીમાં ડૂબી ગયા હતા અને કેટલાય હાઈરાઇઝનો પહેલો માળ પાણીમાં ડૂબી ગયો હતો. જ્યારે આખા શહેરમાં તો રસ્તાઓ જાણે દેખાતા જ ન હતા તેવી સ્થિતિ હતી. આમ ખૂબ જ ભયાવહ સ્થિતિનું નિર્માણ થયું હતું, લોકોને ડર લાગ્યો હતો કે આખુ સુરત ક્યાંક દરિયામાં તો નહીં ધસી જાયને, કારણ કે ખાડીનું પાણી ઓસરતું જ ન હતુ. પણ સુરતના લોકોનો આ ડર ભવિષ્યમાં વાસ્તવિક બને તેવી પૂરેપૂરી સંભાવના છે. હા સુરત, પર દરિયામાં ડૂબી જવાનું જોખમ છે. ભગવાન કૃષ્ણની દ્વારકા નગરી સમુદ્રમાં જે રીતે ડૂબી ગઈ હતી તે જ હાલ ભવિષ્યમાં સુરતના પણ થઈ શકે તેમ છે.

ગ્લોબલ વોર્મિંગના કારણે પૃથ્વી ગરમ થઈ રહી છે અને આ જ રીતે સમુદ્ર પણ ગરમ થઈ રહ્યા છે. તેના કારણે દક્ષિણ ધ્રુવમાં એન્ટાર્કટિકાનો અને ઉત્તર ધ્રુવમાં આર્કટિકનો બરફ ઓગળી રહ્યો છે. તેના કારણે સમુદ્રની સપાટી ઊંચે આવી રહી છે. આના કારણે સમુદ્ર નાના ટાપુઓને તો ગરક કરી જ જશે. હાલમાં જ ઓસ્ટ્રેલિયાની નજીક તુવાલુ નામનો આઇલેન્ડ કંટ્રી આગામી દિવસોમાં ફક્ત વાર્તાઓમાં જ રહી જશે તેમ માનવામાં આવે છે, કારણ કે સમુદ્ર સપાટી વધવાના લીધે તે ડૂબી જશે.

હવે આવા જ હાલ સુરતના થાય તેમ માનવામાં આવે છે. 2050 સુધીમાં ફક્ત સુરત જ નહીં ભારતના સમુદ્ર કાંઠાના શહેર મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતા ડૂબી જાય તેવો ચોંકાવનારો રિપોર્ટ અમેરિકન સંસ્થા ક્લાઇમેટ રિપોર્ટે આપ્યો છે.  તેના કારણે લગભગ ચાર કરોડથી પણ વધુ લોકોનું જીવન ભયમાં છે. સમુદ્ર જ્યારે મર્યાદા ઓળંગે ત્યારે કેવી સ્થિતિનું નિર્માણ થાય તે બધાએ સુનામી વખતે જોયું છે. જાપાન જેવા આધુનિક સંસાધનોથી સજ્જ દેશમાં પણ સુનામીએ આખા શહેરને ધમરોળી નાખતા 40 હજારના મોત થયા હતા.

આમ જે પોષતુ એ મારતુ કહેવત અહીં સાચી ઠરે છે. સમુદ્ર સમૃદ્ધિ આપે છે તો છીનવી પણ લે છે તેની ખબર પણ પડતી નથી. ભારતીય દરિયાઈ શહેરોમાં ઔદ્યોગિકીરણ સૌથી વધારે છે અને તેના પરિણામે ત્યાં વસ્તીનું પ્રમાણ પણ વધારે છે. આજે બંને શહેરો જ લગભગ બે-બે કરોડ ઉપરાંતની વસ્તી ધરાવે છે. તેના કારણે ભવિષ્યમાં આ શહેરો ડૂબવા લાગ્યા તો જાનહાનિથી લઈને નુકસાનનું પ્રમાણ પણ અકલ્પનીય હશે.

નાસાના શટલ રડાર ટોપોગ્રાફી મિશને હાથ ધરેલા અભ્યાસ મુજબ 2050 સુધીમાં દરિયાનું સ્તર એટલું બધુ વધશે કે સુરત, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતાના પાંચ કરોડથી પણ વધુ લોકોને બીજે વસાવવાની જરૂર પડશે. આ કદાચ વિશ્વની સૌથી મોટી વિસ્થાપન કટોકટી પણ બની શકે છે. એક રીતે તો આખો દેશ જ બીજે વસાવવા જેવી આ વાત કહી શકાય. આના માટે દેશે સંસાધનોની જબરદસ્ત ફાળવણી કરવી પડે તેવી સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે 2018માં કેરળમાં આવેલી પૂરથી 1.4 કરોડ લોકો એટલે કે અડધું કેરળ અસર પામ્યું હતું. જ્યારે 2050 સુધીમાં તો અલાપ્પુઝા, કોટ્ટાયમ અને કાંચીપુરમ જેવા લોકોએ તેમના શહેર ખાલી કરવા પડશે, કારણ કે તે ડૂબી જ જવાના છે. તેઓએ રાજ્યમાં બીજા સ્થળાંતર કરવું પડશે. બીજા શબ્દોમાં કહીએ તો ભારતના દરિયાકાંઠે આવેલા રાજ્યોમાં આ પ્રકારની પુર્નવસનની સમસ્યા સર્જાવવાની પૂરેપૂરી સંભાવના છે.

હવે વિચાર કરો એક ખાડીના પૂરનો સામનો કરતાં સુરતીલાલાઓનો દમ નીકળી ગયો. આ સંજોગોમાં જ્યારે 2050માં આખુ શહેર જ ડૂબમાં જવાનું હશે તો સુરતના તંત્રએ તેના માટે પહેલેથી જ કોઈ તૈયારી કરી છે. તેણે રાજ્ય સરકાર સમક્ષ આને લઈને કોઈ રજૂઆત કરી છે કે આવી કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ માટે તંત્ર પહેલેથી જ તૈયારી કરવા માંડે.

આશ્ચર્યની વાત એ છે કે તંત્રને મોટાભાગને દુર્ઘટનાઓ પછી જ જાગવાની ટેવ છે. ક્લાઇમેટ ચેન્જ હેઠળ 20250 સુધીમાં આટલા શહેરો ડૂબી જવાના હોવાનું સ્પષ્ટ હોવાનું જાણી લીધા પછી તેને અટકાવવાના રસ્તા શોધવા જોઈએ. આમ ન થાય તેમ હોય તો મજબૂત પુર્નવસન નીતિ બનાવવી જોઈએ.

2050 સુધીમાં ગ્લોબલ વોર્મિંગના કારણે સમુદ્રની સપાટીમાં વધારો થવાથી અસર પામનારા દરિયાકાંઠે વસતા દસ દેશોમાં સાત દેશો એશિયા પેસિફિકના છે અને આ અસર પામનારા દેશોની કુલ એક અબજથી પણ વધુ વસ્તી તેના કારણે અસર પામશે. આમ વિશ્વની કુલ વસ્તીનો દસ ટકા જેટલો હિસ્સો સમુદ્રની સપાટીથી અસર પામશે.

સુરતી લાલાઓ માટે આમ ખતરાની ઘંટી વાગી ચૂકી છે. આ શહેરોમાં યુરોપમાં હોલેન્ડના એમસ્ટર્ડમ, અમેરિકામાં ન્યૂ ઓર્લિયન્સ, ઇરાકમાં અલ-બસરાનો સમાવેશ થાય છે. સિંગાપોર જેવા આઇલેન્ડ કંટ્રી પર પણ મોટું જોખમ છે. આ ઉપરાંત વિયેતનામના હો ચી મિન્હ સિટીને પણ સમુદ્ર તેનામાં સમાવી લે તેવી પૂરેપૂરી સંભાવના છે. આ બધા દેશોમાંથી ફક્ત ભારતે જ કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ભારતે આ વર્ષના અંત સુધીમાં 50 ટકા વીજ ઉત્પાદન રીન્યુએબલ એનર્જીમાંથી મેળવ્યુ છે અને તેણે નિયત સમય કરતાં પાંચ વર્ષ પહેલા આ લક્ષ્યાંક હાંસલ કર્યુ છે. આગામી પાંચ વર્ષમાં તે આ ટકાવારી 70થી 75 ટકાએ લઈ જવા માંગે છે.

આમ ભારત ક્લાઇમેટ ચેન્જને કંટ્રોલમાં લાવવા અસરકારક પગલાં ભરી રહ્યુ છે, પણ યુરોપ અને તેમા પણ ખાસ કરીને અમેરિકા ક્લાઇમેટ ચેન્જના મોરચે જોઈએ તેવો સહકાર આપતું નથી. તે ક્લાઇમેટ ચેન્જ પરની આંતરરાષ્ટ્રીય સંધિમાંથી પણ નીકળી ગયું છે.  જ્યારે વૈશ્વિક પ્રદૂષણમાં અમેરિકા ટોચ પર છે. અહીં સવાલ હવે સુરતનો છે. સુરત આ મુસીબતનો સામનો કરવા કેટલું સજ્જ છે. રાજ્ય સરકાર સાથે કેન્દ્ર સાથે મળીને આ આપત્તિને પહોંચી વળવાનો કોઈ પ્લાન છે. ફક્ત પ્રોટેકશન વોલ બાંધવાથી કે ખાડી પહોળી કરવાથી આમા કશું નહીં થાય. તેના માટે મોટાપાયા પરના પગલાં ભરવા પડશે અને દરેક કામમાંથી કૌભાંડ કરવાની મનોવૃત્તિ ત્યજીને શહેરીજનોની સુખાકારી માટે કામ કરવું પડશે. અત્યારે શરૂઆત નહીં કરાય તો પછી બહુ મોડું થઈ જશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજ્યની ત્રણ મેડિકલ કોલેજને અનિયમિતતા નડી, બેઠકો કપાઈ

આ પણ વાંચો: ગોંડલના પૂર્વ તલાટીનું મોરબી જેવું જમીન કૌભાંડ

આ પણ વાંચો: રાજ્યમાં બ્લેકના વ્હાઇટ કરી આપનારા પર ઇન્કમ ટેક્સે કસ્યો સકંજો