ભારતમાં સંપત્તિની વહેંચણીને (Asset Distribution) લઈને નિયમો નક્કી કરવામાં આવ્યા છે. આ નિયમો હેઠળ ભારતમાં સંપત્તિની વહેંચણીને લઈને 1965માં હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ (Hindu Succesion Act 1965) પાસ કરવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ હિંદુઓ, બૌદ્ધ, જૈન અને શીખોની વચ્ચે સંપત્તિની વહેંચણી, ઉત્તરાધિકાર અને વારસાને લગતા નિયમોના કાયદા નક્કી કરવામાં આવ્યા હતા.
આ કાયદા પહેલા પુત્રીઓને સંપત્તિમાં હક્ક મળતો ન હતો, પરંતુ 2005માં હિંદુ ઉત્તરાધિકાર કાયદામાં સંશોધન પછી પુત્રીઓને પણ માબાપની સંપત્તિમાં પુત્ર બરોબર હક્ક મળવા લાગ્યો. આ દરમિયાન લોકોના મનમાં સવાલ એ આવે છે કે લગ્નના કેટલા વર્ષ સુધી પુત્રીઓનો સંપત્તિ પર હક્ક હોય છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2005 પહેલા હિંદુ ઉત્તરાધિકાર કાયદા હેઠળ ફક્ત અપરીણિત પુત્રીનો જ પિતાની સંપત્તિ પર હક્ક રહેતો હતો. તેને જ અવિભક્ત કુટુંબની સભ્ય માનવામાં આવતી હતી. લગ્ન પછી તેનો હક્ક રહેતો ન હતો. પરંતુ વર્ષ 2005માં હિંદુ ઉત્તરાધિકાર કાયદામાં સંશોધન કરવામાં આવતા હવે તે સંપત્તિમાં પુત્ર બરોબર ઉત્તરાધિકારી છે.
આમ નવા સંશોધન મુજબ લગ્ન પછી પણ પુત્રીનો પિતાની સંપત્તિ પર પુત્ર જેટલો જ હક્ક હોય છે. આમ પુત્રીના લગ્ન થયા પછી પણ આ હક્કમાં કોઈ ફેરફાર થતો નથી, જો પુત્રના લગ્ન થયા પછી પણ જો પિતાની સંપત્તિ પર તેનો હક્ક બદલાતો ન હોય તો પછી પુત્રીનો હક્ક કયા આધારે બદલાય, આમ જેન્ડર ઇક્વિલિટીના સિદ્ધાંતને અનુસરતા પુત્રીને આ અધિકાર આપવામાં આવ્યો છે. લગ્ન પછીના કેટલા વર્ષ સુધી પુત્રીનો અધિકાર રહેશે તેવી કોઈ ટોચમર્યાદા નથી, આમ પિતાની સંપત્તિ પર પુત્રીનો હક્ક હંમેશા રહેશે.
હિન્દુ ઉત્તરાધિકાર (સુધારા) અધિનિયમ, 2005ના પ્રારંભથી અને ત્યારથી મિતાક્ષરા કાયદા દ્વારા સંચાલિત સંયુક્ત હિન્દુ પરિવારમાં સહમાલિકની પુત્રી જન્મથી જ પુત્રની જેમ જ પોતાના હક્કમાં સહમાલિક બનશે. પુત્રને સહમાલિકીની મિલકતમાં સમાન અધિકારો હોય છે તે જ રીતે સહમાલિકીની મિલકતના સંદર્ભમાં પુત્રની જેમ પુત્રીને પણ અધિકારીઓ હશે અને પુત્રી પણ પુત્રની જેમ માબાપની જવાબદારીઓ ઉઠાવવાને પાત્ર હશે, એમ હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ 2025માં જણાવાયું છે.
આ દરમિયાન બોમ્બે હાઇકોર્ટે ગયા મહિને એક ચુકાદામાં જણાવ્યું હતું કે જો 1956માં હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ લાગુ થયા પહેલા તેમના પિતા મૃત્યુ પામ્યા હોય તો પુત્રીઓને વારસામાં કોઈ અધિકાર નથી. કોર્ટના જણાવ્યા મુજબ 1956માં કાયદો અમલમાં આવ્યા પહેલા વ્યક્તિનું અવસાન થયું હોવાથી તેની મિલકત તેના મૃત્યુ સમયે અસ્તિત્વમાં રહેલા કાયદાઓ અનુસાર જ વિતરીત થાય, જે પુત્રીઓને વારસદાર તરીકે માન્યતા આપતા ન હતા.
ભારતમાં હિંદુ ઉત્તરાધિકાર કાયદા હેઠળ પ્રોપર્ટીને બે કેટેગરીમાં વહેંચવામાં આવી છે. એક સંપત્તિ જે પૈતૃક હોય છે અને બીજી સંપત્તિ જે સ્વઅર્જિત હોય છે. પૈતૃક સંપત્તિ જે હોય છે જે પેઢી દર પેઢી ચાલતી આવતી હોય છે. તેના પર પુત્ર અને પુત્રીઓનો જન્મસિદ્ધ અધિકાર હોય છે, પણ જે સંપત્તિ પિતાની સ્વઅર્જિત એટલે કે આપ કમાણીની હોય છે તેના પર કોઈનો જન્મસિદ્ધ અધિકાર હોતો નથી.
આ સંજોગોમાં પિતા ઇચ્છે તો સંપૂર્ણ સંપત્તિ પુત્રના નામે કરી શકે છે અથવા તો પુત્રીના નામે પણ કરી શકે છે. આ ઉપરાંત તે બંનેમાં પણ વહેંચી શકે છે અથવા તો સમાન ધોરણે વહેંચણી પણ કરી શકે છે. જો પિતા કોઈપણ પ્રકારનું વિલ ન કરે અને સંપત્તિની વહેચણી કર્યા વગર મૃત્યુ પામે તો પુત્ર અને પુત્રી બંને તેના કાયદાકીય વારસ હોય છે.
આ પણ વાંચો: અમારા મૌનને અમારી નબળાઈ ના સમજોઃ વિક્રમ ઠાકોર
આ પણ વાંચો: 76 લાખ કુટુંબો સરકારી અનાજ પર, 180 ધારાસભ્યોની સંપત્તિ 3,000 કરોડ
આ પણ વાંચો: DRI-ગુજરાત ATSને અમદાવાદમાં મળી ‘સોનાની ખાણ’