Dahod News: દાહોદ (Dahod)માં ધાનપુર (Dhanpur) અને દેવગઢ બારિયા (Devgadh Bariya) તાલુકામાં મનરેગા (MGNREGA) યોજના હેઠળ મંત્રીઓએ ઘણી કમાણી કરી છે અને હવે મંત્રીના પુત્રોનો પણ સમાવેશ થઈ ગયો છે. સત્તાની તાકાતથી મંત્રીના સંતાનો પોતાની કંપનીને અઢળક લાભ કરાવતા હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. આ મનરેગા યોજના (MGNAREGA Yojana)માં હવે 100 નહીં પરંતુ રૂપિયા 250 કરોડ ચુકવી દેવાયા હોવાનું સામે આવતાં આ આંકડો કદાચ વધે તો પણ નવાઈ નહીં. આ કૌભાંડમાં ગુજરાત સરકાર (Gujarat Government) તપાસ સમિતિ (Committee) રચવાની પણ માગ વિરોધ પક્ષના નેતાએ કરી છે.
દાહોદ જિલ્લાના ધાનપુર અને દેવગઢ બારિયા તાલુકામાં મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી યોજના (Guarantee Scheme) હેઠળ તળાવો બનાવવામાં આવ્યા છે. આ વિસ્તારમાં ગટર, આરસીસી રસ્તા અને ચેકડેમ પણ બનાવવામાં આવ્યા છે. સમગ્ર કામકાજ રાજ કન્સ્ટ્રક્શન (Raj Construction)ને સોંપવામાં આવ્યું છે. માહિતી મુજબ કન્સ્ટક્શન એજન્સીનો માલિકના પિતા મંત્રી છે. વર્ષ 2020 થી 2024-25 દરમિયાન એજન્સીના માલિકના ખાતામાં 211 કરોડ રૂપિયા ચુકવાયા છે. 20 કરોડ ચુકવવાના બાકી છે જ્યારે 42 કરોડ રૂપિયા રાજ ટ્રેડર્સ (Raj Traders)ના ખાતામાં જમા કરાવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. કરોડો રૂપિયા ટ્રાન્સફર કરવા મામલે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ મુખ્યમંત્રીને પત્ર લખીને આ સમગ્ર કૌભાંડની તપાસ સમિતિની રચના કરવાની માગ કરી હતી.
અમિત ચાવડા (Amit Chavda)એ આરોપ લગાવ્યો છે કે, ‘ગરીબો અને મજૂરોને રોજગાર (Employment) આપતી અને ગામડાઓમાંથી સ્થળાંતર અટકાવતી મનરેગા યોજના ભાજપ રાજ્યમાં પૈસા કમાવવાની યોજના બની રહી છે. ભ્રષ્ટ અધિકારીઓ સાથે મળીને સત્તાનો ઉપયોગ કરીને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. પ્રશ્ન એ છે કે જ્યારે સ્થળ પર કોઈ કામ થયું ન હતું તો લાખો રૂપિયા કેવી રીતે ચૂકવવામાં આવ્યા? મહત્વની વાત એ છે કે મંત્રીના પરિવારના સભ્યોએ ભ્રષ્ટાચાર (Corruption) કર્યો છે અને આના પુરાવા ઉચ્ચ સ્તરે રજૂ કરવામાં આવ્યા છે. તો પછી સરકાર તપાસ કેમ નથી કરાવી રહી, આ શંકા ઉભી કરે છે.
આ પણ વાંચો:મહેસાણામાં મનરેગા યોજનામાં તપાસ કરતા બોગસ જોબકાર્ડનો થયો પર્દાફાશ
આ પણ વાંચો:મનરેગા શાખામાંથી ઝડપાયો લાંચિયો અધિકારી