રાજકીય સંકટ/ ગોવાના રાજ્યપાલને મહારાષ્ટ્રનો વધારાનો ચાર્જ સોંપવાની તૈયારીમાં,ભાજપ સરકાર બનાવવા તત્પર

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી મંગળવાર-બુધવારની મધ્યરાત્રિએ કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. મોડી રાત્રે તેનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો

Top Stories India

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે રાજ્યના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને HN રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એવું કહેવામાં આવ્યું હતું કે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી મંગળવાર-બુધવારની મધ્યરાત્રિએ કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. મોડી રાત્રે તેનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો,હવે રાજયપાલા હો્પિટલમાં હોવાથી તેમનો ચાર્જ ગોવાના રાજ્યપાલને સોંપવામાં આવશે તેવું આધારભૂત સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે. આ બાબતથી સ્પષ્ટ થાય છે ભાજપ બાગી નેતાઓ સાથે મળીને તત્કાળ સરકાર બનાવવાના સમીકરણમાં છે.

શિવસેનાના બાગી ધારાસભ્યો હાલ ગુવાહાટીમાં મોજુદ છે, બાગી નેતાનું નેૃત્વ કરી રહેલા એકનાથ સિંદેએ સાફ શબ્દોમાં કહી દીધુ છે કે સરકાર ભાજપ સાથે બનાવવામાં આવે,જો આવું નહીં બને તો સરકાર પડી ભાંગશે, આ બાજુ ગોવાના રાજયપાલને સત્વરે વધારાનો ચાર્જ સોંપવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.