પંચમહાલ/ ઉજડા ગામે મનરેગાના કામોમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ, ”માટી મેટલના રસ્તાઓનાં કામો માંટે લાખો રૂપિયા ઉઠાવ્યા”

માટી મેટલના રસ્તાઓનાં કામો માંટે લાખો રૂપિયા બેંકમાંથી ઉપાડી લેવાય છતા કોઈ કામગીરી થઈ નથી.જેને લઈ સભ્યોને નોટિસ પણ ફટકારવામાં આવી હતી.

Gujarat Others
Untitled 99 ઉજડા ગામે મનરેગાના કામોમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ, ''માટી મેટલના રસ્તાઓનાં કામો માંટે લાખો રૂપિયા ઉઠાવ્યા''

પંચમહાલના શહેરા તાલુકામાં ઉજડા ગામે મનરેગાના કામોમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.તાલુકાના વિરોધ પક્ષના નેતા દ્વારા આ મામલે સત્તાપક્ષ પર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે આ કાર્યોના નામે બેંકમાંથી લાખો રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા છે,છતા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી.શહેરમાં થતા માટી મેટલના રસ્તાઓનાં કામો માંટે લાખો રૂપિયા બેંકમાંથી ઉપાડી લેવાય છતા કોઈ કામગીરી થઈ નથી.જેને લઈ સભ્યોને નોટિસ પણ ફટકારવામાં આવી હતી.ત્યારે વિરોધ પક્ષે એવી માંગ ઉઠાવી છે કે જે રૂપિયા ઉપાડવામાં આવ્યા છે તે રિકવર કરવામાં આવે અને જો આવું કરવામાં નહીં આવે તો તેઓએ મુખ્યમંત્રીની કચેરી બહાર ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી.જેને લઈ પોલીસ દ્વારા વિરોધપક્ષના નેતાને ડીટેઈન કરવામાં આવ્યા હતા.

શહેરા તાલુકાના પશ્ચિમ વિસ્તારમાં આવેલી ઉજડા ગ્રામ પંચાયતમાં વિરોધપક્ષના નેતા દ્વારા ગ્રામ પંચાયતની અંદર માટી મેટલ અને ચેક વોલ ન બનાવી બારોબાર રૂપિયા ઉપાડી લીધા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો જેમાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા મનરેગા શાખાની ટીમના સભ્યોને કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી.વિરોધપક્ષના નેતાએ આક્ષેપ કર્યો હતો કે ઉજડા ગ્રામ પંચાયત માં ચેકવોલ અને માટી મેટલના કામો થયા નથી તેમ છતાં લાખો રૂપિયા બેન્કમાંથી ઉપડી ગયા છે.

નોંધનીય છે કે આક્ષેપ કરવામાં આવ્યો તેની સાથે જ રાતોરાત માટી મેટલના રસ્તાઓનાં કામ જે નહતા થયા અને રૂપિયા ઉપડી ગયા હતા તે ચાલુ કરી કૌભાંડ પર પડદો પાડવાનો સંનિષ્ઠ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે જો કે વિરોધપક્ષના નેતાએ જે રૂપિયા ઉપડી ગયા છે તેની રિકવરી કરવામાં આવે અને નહી કરવામાં આવે તો ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની કચેરી બહાર ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારવામાં આવતા શહેરા પોલીસ એકશન મોડમાં આવતા વિરોધપક્ષના નેતાને ડીટેઈન કરી શહેરા પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:ન્યૂડ કોલ મુદ્દે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીનું મોટું નિવેદન, આવા વિષયોથી ભાગવાને બદલે પોલીસ મથકે ગુનો નોંધાવો

આ પણ વાંચો:પંજાબના હેડમાસ્ટર્સની IIT અમદાવાદમાં ટ્રેનિંગ, જાણો સરકારના આ પગલા પાછળનું કારણ

આ પણ વાંચો:વરસાદમાં સોળે કળાએ ખીલ્યો શંકર ધોધ, આસપાસ સ્વર્ગ જેવો માહોલ જોવા મળ્યો

આ પણ વાંચો:પાલનપુરમાં રખડતા ઢોરોનો ત્રાસ, આખલાએ બાળકને લીધું અડફેટે:જુઓ CCTV