સુરતમાં સાયબર ક્રાઈમ ના ગુના બનતા અટકાવવા માટે સાયબર સંજીવની 2.0નો આજથી ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે પ્રારંભ કરાયો હતો.કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો અને બાળકો જોડાયા હતા.જેમાં સાયબર ક્રાઈમ થતા અટકાવવા માટે નાટક તેમજ માર્ગદર્શન યોજાયું હતું.હાલમાં સાયબર ક્રાઈમ ના ગુના સતત ને સતત વધી રહ્યા છે તેવામા સાયબર ક્રાઈમ ના ગુના બનતા અટકાવવા માટે સુરત પોલીસે સાયબર સંજીવની 2.0 નો પ્રારંભ કર્યો હતો.સુરતના પાલ ખાતે આવેલા સંજીવ કુમાર ઓડિટોરિયમ હોલ ખાતે ગૃહ મંત્રીના હસ્તે સાયબર સંજીવની 2.0 એપ્લિકેશન નો પ્રારંભ કરાયો હતો.મહત્વનું છે કે હાલ સોશિયલ મીડિયા થકી લોકો ને અવનવી રીતે છેતરી સાયબર ફ્રોડ થતા હોય છે જેમાં લોકો ને બ્લેકમેઇલ કરી અથવા તો ઓટીપી મારફતે કે વિવિધ ટાસ્ક અને લિંક દ્વારા લોકો સાથે સાયબર ફ્રોડ મરી રૂપિયા પડાવી લેવાતા હોય છે.
https://twitter.com/mantavyanews/status/1685916195604910080
આ ઘટના બનતી રોકવા સુરત પોલીસ સજ્જ બની છે અને સાયબર સંજીવની 2.0 શરૂ કરી લોકો સાથે સીધા સંપર્કમાં રહી શકશે..સાથે જ કાર્યક્રમ માં ઉપસ્થિત થયેલા લોકો ને નાટક યોજી સાયબર ક્રાઈમ કઈ રીતે થાય છે અને તેને કઈ રીતે અટકવાય તે અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે પોલીસ તરીકે સાયબર ક્રાઈમ રોકવાની જવાબદારી અમારી છે. જેથી કોઈ સાથે છેતરપીંડી ના થાય તે માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે અને 1930 નંબર ડાયલ કરવાથી પોલીસ સીધી જ તમારી મદદ કરશે.
અમેરિકા માં આઇટી ની મોટી કંપની આવેલી છે. તેમ છતાં ત્યાં રેનસમવર નો એટેક કરાયો હતો.અને ત્રણ સાયબર માફિયા દ્વારા સિસ્ટમ હેક કરાઈ હતી.અમેરિકા પણ તેમને પકડી શકી ન હતી.જેથી ભારત ના લોકક ને કોઈ છેતરી ના શકે તે માટે આ અભિયાન શરૂ કરાયું છે.અત્યાર સુધી માં સુરત સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા અનેક સાયબર માફિયા ભારત તેમજ ભારત બહાર થી ઝડપી પડાયા છે.તેવી જ રીતે આ અભિયાન પણ મહત્વનું સાબિત થશે.સાંસદ દર્શન બેને જણાવ્યું હતું કે,2010 માં ભારત એટલું આગળ નહોતું પરંતુ હવે ઈન્ટરનેટ માં ભારત આગળ છે.
સાયબર ક્રાઇમ ના ગુના શોધવામાં સફળ થયેલી સુરત સાયબર ક્રાઈમ પોલીસ ને સાંસદ દ્વારા સુરત પોલીસ ને અભિનંદન પાઠવવા માં આવ્યા હતાગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સાયબર ક્રાઈમ માત્ર પોલીસ ની નહીં પણ નાગરિકો ની પણ લડાઈ છે.સાયબર ક્રાઈમ રોકવા સુરત પોલીસ રાત દિવસ કામ કરે છે.લોકક પોલીસની વાતને નેગેટિવના વિચારે તેવી વિનંતી કોઈ પણ લિંક ને ઓપન કરતા પહેલા કે પરમિશન આપતા પહેલા ચકાસણી કરવી .ટેક્નોલોજિ નો જેટલો ફાયદો છે તેટલો જ તેનો ગેર ફાયદો ઉઠાવનાર પણ ઘણા છે.ફેસબુક માં ફેક એકાઉન્ટ કે અજાણ્યા ની રિકવેસ્ટ સ્વીકારવી નહિ.ઘર માં રહેતા યુવાન દીકરા દીકરીઓ પોતાના વડીલો ને સાયબર ક્રાઈમ વિશે સમજાવે તો ઘણી રાહત મળી શકે છે.સાયબર ક્રાઇમ નો ભોગ બનનાર વધુ શહેર ના લોકો છે.જેથી શહેર ના સાયબર ક્રાઈમ વિશે જાને અને તેને સાંજે જેથી સાયબર ક્રાઈમ અટકાવી શકાય.
આ પણ વાંચો:પંજાબના હેડમાસ્ટર્સની IIT અમદાવાદમાં ટ્રેનિંગ, જાણો સરકારના આ પગલા પાછળનું કારણ
આ પણ વાંચો:પાલનપુરમાં રખડતા ઢોરોનો ત્રાસ, આખલાએ બાળકને લીધું અડફેટે:જુઓ CCTV
આ પણ વાંચો:વરસાદમાં સોળે કળાએ ખીલ્યો શંકર ધોધ, આસપાસ સ્વર્ગ જેવો માહોલ જોવા મળ્યો
આ પણ વાંચો:સુરતમાં પહેલા માળેથી પટકાઈ કિશોરી, CCTV જોઇને તમે પણ રડી પડશો
