- સુરતના યોગી ચોકના તુલસી રૉ-હાઉસની ઘટના
- પગ લપસતાં ગેલેરીમાંથી નીચે પટકાઈ હોવાની માહિતી
- સારવાર માટે કિશોરીને હોસ્પિટલ ખસેડાઇ
- પુત્રીની હાલત જોઈ માતા પણ બેભાન થઇ
- સમગ્ર ઘટના CCTV માં કેદ
સુરતમાંથી અવારનવાર વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવતા રહે છે. વાલીઓની બેદરકારીના કારણે માસૂમ બાળકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. ત્યારે ડાયમંડ સીટીમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં યોગી ચોકમાં આવેલી તુલસી રો હાઉસ સોસાયટીમાં પગ લપસતા કિશોરી પ્રથમ માળેથી નીચે પટકાઈ હતી. આ સમગ્ર ઘટના CCTVમા કેદ થઈ હતી.
જણાવી દઈએ કે, જયારે કિશોરી નીચે પટકાઈ ત્યારે નીચે બેસેલા લોકો ચોંકી ગયા હતા અને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પુત્રીની હાલત જોઈ માતા પણ બેભાન થઈ હતી. હાલ કિશોરીની હોસ્પીટલમાં સારવાર ચાલી રહી છે.
જુઓ CCTV
આ પણ વાંચો:અધિક માસમાં દ્વારકાધીશના મંદિર પર ન જોવા મળી ધ્વજા, ભક્તોમાં શરૂ થઈ ચર્ચાઓ
આ પણ વાંચો:માતાએ જ 5 માસની માસૂમની કરી હત્યા!
આ પણ વાંચો:સુરતના પીપલોદ-ડુમસ રોડ પર કાર પર બેસી સ્ટંટ કરના નબીરાઓની ધરપકડ, પોલીસે કરાવ્યું કાયદાનું ભાન
આ પણ વાંચો:કડી-કલોલના બે દંપતીને વિદેશ જવાનો મોહ પડ્યો ભારે, એજન્ટ આ રીતે પડાવ્યા લાખો રૂપિયા