સાયબર ક્રાઇમ/ યુટ્યુબમાં વિડિયો જોઈ અને USD લે-વેચ કરી સારી આવક મેળવવાની લાલચે યુવકે 6 લાખથી વધુ રૂપિયા ગુમાવ્યા, સાયબર ક્રાઇમ પોલીસે આરોપીની કરી ધરપકડ

સુરતમાં આવી વધુ એક ઘટના સામે આવી છે કે, જ્યાં આરોપીઓએ ટેલિગ્રામની મદદથી સુરતના એક વ્યક્તિનો સંપર્ક કરી તેમને પાર્ટટાઈમ જોબ આપવાની વાત કરી હતી.

Gujarat Surat
Untitled 83 યુટ્યુબમાં વિડિયો જોઈ અને USD લે-વેચ કરી સારી આવક મેળવવાની લાલચે યુવકે 6 લાખથી વધુ રૂપિયા ગુમાવ્યા, સાયબર ક્રાઇમ પોલીસે આરોપીની કરી ધરપકડ

@અમિત રૂપાપરા 

વર્તમાન સમયમાં સાયબર ક્રાઇમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સાયબર ક્રાઇમની ઘટનામાં લોકોએ લાખો રૂપિયા ગુમાવ્યા હોવા નો પણ સામે આવે છે. ત્યારે સુરતમાં આવી વધુ એક ઘટના સામે આવી છે કે, જ્યાં આરોપીઓએ ટેલિગ્રામની મદદથી સુરતના એક વ્યક્તિનો સંપર્ક કરી તેમને પાર્ટટાઈમ જોબ આપવાની વાત કરી હતી. ત્યારબાદ આરોપીઓએ યુટ્યુબમાં વિડિયો જોઈ લાઈક કરાવવાનો ટાસ્ક પૂરો કરી ફરિયાદીને USD લે-વેચ માટેની લીંક મોકલી. ફરિયાદીને નુકસાન કરાવી સુરતના વ્યક્તિ પાસેથી 6,11,056 રૂપિયા પડાવવામાં આવ્યા હતા. આ બાબતે આ વ્યક્તિ દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને 2,20,661 રૂપિયા ફ્રીઝ કરાવવામાં આવ્યા છે.

સુરતમાં એક વ્યક્તિ દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદીએ જણાવ્યું હતું કે, 28-03-2023થી 30-03-2023 દરમિયાન કોઈ અજાણ્યા વ્યક્તિઓએ ફરિયાદીને હાઈટેક કંપનીના નામથી whatsapp મેસેજ કર્યો હતો. આ ઉપરાંત આરોપીઓ ફરિયાદીને ટેલિગ્રામ એકાઉન્ટમાં પણ વારંવાર મેસેજ કરતા હતા. જેમાં ફરિયાદીને પાર્ટ ટાઈમ જોબ કરી સારી આવક મળશે તેવી લાલચ આપતા હતા.

આરોપીઓએ ફરિયાદીને યુટ્યુબમાં વિડિયો જોઈ લાઇક કરવાનો ટાસ્ક પૂરો કરી પૈસા મળશે તેવો ટાસ્ક આપ્યો હતો. આ ટાસ્ક પૂરો કર્યા બાદ ફરિયાદીને USD લે વેચ માટેની એક લિંક આપી હતી અને તેમાં ફરિયાદીનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ત્યારબાદ USD લે વેચનો ટાસ્ક પૂરો કરવા બાબતે નફામાંથી અમુક રકમ ફરિયાદીને મળશે તેવી લાલચ આપ્યા બાદ ફરિયાદીને USD લે વેચમાં નુકસાન કરાવ્યું હતું. ત્યારબાદ નુકસાનની ભરપાઈ કરવા માટે અલગ અલગ બેન્ક એકાઉન્ટ મારફતે રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા અને ત્યારબાદ 2948 રૂપિયાનો નફો આપ્યો હતો. ફરિયાદી દ્વારા 6 લાખ કરતાં વધારે રકમ આરોપીઓના અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી અને આરોપીઓએ માત્ર 2948 રૂપિયા જ ફરિયાદીને નફા પેટે પરત આપ્યા હતા અને 6,11,056 રૂપિયાની ફરિયાદી સાથે છેતરપિંડી થઈ હતી. તેથી આ મામલે ફરિયાદીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ દ્વારા સમગ્ર મામલે ગુનો દાખલ કરી આરોપીને પકડવા માટે ટેકનીકલ સર્વેલન્સ કરવામાં આવ્યું હતું અને મોહમ્મદ અરસલાન નામના ઈસમની રાજકોટના ધોરાજી ખાતેથી ધરપકડ કરી છે. ઉપરાંત તેના બેન્ક એકાઉન્ટ માં રહેલ 2,20,661 રૂપિયાની રકમ ફ્રિજ કરાવવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે કે તે કેટલા સમયથી આ પ્રકારના સાઇબર ફ્રોડની ઘટનાને અંજામ આપતો હતો અને કેટલા લોકો સાથે તેને આ પ્રકારે ફ્રોડ કર્યું છે.

આ પણ વાંચો:અધિક માસમાં દ્વારકાધીશના મંદિર પર ન જોવા મળી ધ્વજા, ભક્તોમાં શરૂ થઈ ચર્ચાઓ

આ પણ વાંચો:માળિયામાં બાળકી ગુમ થવા મુદ્દે મોટો ખુલાસો, માતાએ જ 5 માસની માસૂમની કરી હત્યા!

આ પણ વાંચો:ગુજરાતના જવાનોની ખુમારીમાં ચાર ચાંદ લગાવશે નવો યુનિફોર્મ! કેવો હશે નવો અંદાજ

આ પણ વાંચો:કડી-કલોલના બે દંપતીને વિદેશ જવાનો મોહ પડ્યો ભારે, એજન્ટ આ રીતે પડાવ્યા લાખો રૂપિયા