Mehsana/ મહેસાણામાં 50થી વધુ આ સોસાયટીઓમાં લાગુ થશે અશાંતધારો

મહેસાણા શહેરમાં અશાંતધારો લાગુ કરવા મામલે મોટા સમાચાર સામે આવ્યા છે.મહેસાણા શહેરમાં અશાંત ધારો લાગુ કરવાની કાર્યવાહી હવે અંતિમ તબક્કામાં હોવાનું ધારાસભ્ય મુકેશ પટેલે નિવેદન આપ્યું છે.

Top Stories Gujarat Others
Untitled 17 મહેસાણામાં 50થી વધુ આ સોસાયટીઓમાં લાગુ થશે અશાંતધારો
  • મહેસાણામાં અશાંતધારાને લઈને મોટા સમાચાર
  • ફેબ્રુઆરી 2024માં લાગુ થઈ શકે છે અશાંતધારો
  • શહેર વિભાગ 1માં લાગુ થઈ શકે છે અશાંતધારો
  • મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલે આપ્યું નિવેદન

@અલ્પેશ પટેલ 

Mehsana News: મહેસાણા શહેરમાં અશાંત ધારો લાગુ કરવા મામલે મોટા સમાચાર સામે આવ્યા છે.મહેસાણા શહેરમાં અશાંતધારો લાગુ કરવાની કાર્યવાહી હવે અંતિમ તબક્કામાં હોવાનું ધારાસભ્ય મુકેશ પટેલે નિવેદન આપ્યું છે.મહેસાણા અને પાલનપુર શહેરમાં અશાંતધારો લાગુ કરવાની ફાઇલ એકસાથે સરકાર સમક્ષ મોકલવામાં આવી હતી.જો કે થોડા સમય પૂર્વે પાલનપુર શહેરમાં અશાંતધારા મામલે જાહેરનામું પ્રાસિદ્ધ કરી દેવાયું છે.હવે મહેસાણા શહેરમાં પણ ટૂંક સમયમાં આ ધારો લાગુ થઈ શકે છે.મહેસાણા ધારાસભ્ય મુકેશ પટેલે આગામી લોકસભાની ચૂંટણી પહેલા મહેસાણા શહેરમાં અશાંતધારો લાગુ થઈ જવાના સંકેત આપ્યા છે

સરકાર દ્વારા બે કોમ વચ્ચે વૈમનસ્ય ના વધે એ માટે અશાંત ધારો અમલ માં લાવવામાં આવ્યો છે.મહેસાણા શહેર વિભાગ 1 વિસ્તારમાં આવેલી 50 સોસાયટીઓ દ્વારા લાંબા સમયથી અશાંતધારો લાગુ કરવા માટે લડત ચલાવાઈ રહી છે.આ માટે વિધાનસભાની ચૂંટણી વખતે ધોબીઘાટ વિસ્તારની 50 કરતા વધુ સોસાયટીઓ દ્વારા અશાંતધારો લાગુ કરવાની માગણી સાથે લડતના મંડાણ કર્યા હતા.તે સમયે ધારો નહીં તો મત નહીંના પોસ્ટર લગાવી રાજકીય પાર્ટીઓને ભીંસમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.જો કે તે સમયે મહેસાણાના વર્તમાન ધારાસભ્ય મુકેશ પટેલે ચૂંટણી જીત્યા બાદ પહેલું કામ અશાંતધારો લાગુ કરવા માટે કાર્યવાહી કરવાનું વચન આપતા લડત સમેટાઈ હતી.જો કે હવે વિધાનસભાની ચૂંટણી પતે 1 વર્ષ બાદ મહેસાણાની આ 50 સોસાયટીઓના લોકોની આતુરતાનો અંત નજીકના સમયમાં આવી શકે છે.આ મામલે મહેસાણા ધારાસભ્ય મુકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે.

મહેસાણા શહેર વિભાગ 1 ના ધોબીઘાટ નજીકની 50 સોસાયટીઓમાં આ ધારો લાગુ નહીં હોવાને કારણે મકાન અને દુકાન ની એક કોમથી બીજી કોમમાં વેચાણ વધ્યું છે.આ વેચાણ થવાને કારણે અનેક સોસાયટીઓમાં મકાનના ભાવ તળિયે બેસી ગયા છે.તો અનેક લોકોએ મને કમને પણ મકાન બીજી કોમના લોકોને વેચી દેવા પડ્યા છે.આ કારણે બહુ સંખ્યક લોકોની અનેક  સોસાયટીઓ ઉપર હાલ અલ્પસંખ્યક લોકોનો કબજો જામી ગયો છે.અને દિન પ્રતિદિન આ સ્થિતિ વધુને વધુ ગંભીર બનતા આ વિસ્તારના લોકોએ અશાંતધારો લાગુ કરવાની માગ કરી હતી. આ માટે આ વિસ્તારના લોકો કાયદાકીય લડત પણ કરી ચુક્યા છે.જો કે હવે આ વિસ્તારની મહત્વપૂર્ણ માગ પૂર્ણ ઘવાની આશા જાગૃત થઇ છે.આ કારણે આ વિસ્તારના લોકોએ પણ ધારાસભ્યના નિવેદનને આવકાર્યું છે

પાલનપુર શહેર બાદ હવે અશાંતધારા મામલે મહેસાણા શહેરના લોકોને પણ  લોકસભાની ચૂંટણી પહેલા અશાંતધારાનો લાભ મળવાની શક્યતા પ્રબળ બની છે.સ્થાનિક ધરાસભ્યનો દાવો છે કે મહેસાણા શહેરને ચૂંટણી પહેલા આ ધારાનો લાભ મળી જશે.હાલમાં આ મામલે સુધારા વિધેયક અંતર્ગત તમામ કાર્યવાહી પૂર્ણ થઈ જવાનો દાવો કરવામાં આવ્યો છે.

ક્યાં ક્યાં લાગુ થશે અશાંતધારો?

અંબિકાનગર,ચાણક્યપુરી,આસોપાલવ,રાધેશ્યામ,નટરાજ,ગોપાલનગર,જય વિજય,પંચશીલ,હરિહર,ધરતી ટાઉનશીપ,રામેશ્વર સોસાયટી, ગોલ્ડન બંગલોઝ,શુભ ગોલ્ડન સોસાયટી,સિલ્વર ફ્લેટ, તેમજ માનવ આશ્રમ વિસ્તારની તમામ સોસાયટી,નેળિયા વિસ્તારની તમામ સોસાયટીમાં અશાંતધારો લાગુ થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સાબરમતી જેલમાંથી પકડાયો ગાંજો, પાકા કામના કેદી પાસેથી ઝડપાઈ 25 પડીકી

આ પણ વાંચો:બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ

આ પણ વાંચો:ઉધનામાં યુવતીનો આપઘાત, લોકોએ બનાવ્યો વીડિયો પણ ના બચાવ્યો જીવ

આ પણ વાંચો:ખનીજ વિભાગના અધિકારીઓની જાસૂસી, ગવર્મેન્ટ કારમાં GPS ટ્રેકર લગાવેલ મળ્યું

આ પણ વાંચો:આપણે હિન્દુના નામથી એક થવાની જરૂર છે: નીતિન પટેલ