સુરત/ ઉધનામાં યુવતીનો આપઘાત, લોકોએ બનાવ્યો વીડિયો પણ ના બચાવ્યો જીવ

સુરતના ઉધના વિસ્તારમાં આવેલ  હરિ નગર સોસાયટીમાં શુભ રેસિડેન્સીમાં રહેતા એક પરિવારની યુવતી અગમ્ય કારણો સર અગાસી પર ચડી ગઈ હતી.

Top Stories Gujarat Surat
આપઘાત
  • સુરતમાં આપઘાતનો લાઈવ વીડિયો  
  • ઉધનામાં યુવતીની મોતની છલાંગ
  • 10માં માળેથી યુવતીએ લાગાવી છલાંગ
  • હરિનગર રોડની શુભ રેસીડેન્સીની ઘટના

Surat News: સુરતના ઉધના વિસ્તાર 19 વર્ષીય યુવતીએ 10માં માળેથી જંપલાવ્યું હતું.લોકો યુવતીનો વીડિયો બનાવતા રહ્યા પણ બચાવવા કોઈ ના ગયું આખરે ઉપરથી કૂદી યુવતીએ આપઘાત કરી લીધો હતો..યુવતીના આપઘાતનું કારણ અકબંધ છે. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

સુરતના ઉધના વિસ્તારમાં એક યુવતીએ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી.સુરતના ઉધના વિસ્તારમાં આવેલ  હરિ નગર સોસાયટીમાં શુભ રેસિડેન્સીમાં રહેતા એક પરિવારની યુવતી અગમ્ય કારણો સર અગાસી પર ચડી ગઈ હતી.જ્યારે યુવતી અગાસી પર પહોંચી ત્યારે ત્યાં ઉભેલા લોકો યુવતીનો વીડિયો બનવતા રહ્યા હતા.લોકોને ખબર હતી કે યુવતી કુંદવા જઈ રહી છે પરંતુ કોઈએ યુવતીને બચાવવાનો પ્રયત્ન કર્યો ન હતો.

યુવતી 10માં માળેથી નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.અને યુવતીનું ઘટના સ્થળે જ મોત થયું હતું.યુવતીના મોતને પગલે પરિવાર નીચે દોડી આવ્યું હતું.યુવતીના મોતને પગલે પરિવારમાં આક્રંદ જોવા મળ્યો હતો.સમગ્ર મામલે પોલીસને જાણ કરતા પંચનામું કરી લાશની પી એમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી.યુવતીના આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ રહ્યું હતું.હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ  ધરી છે.


whatsapp ad White Font big size 2 4 ઉધનામાં યુવતીનો આપઘાત, લોકોએ બનાવ્યો વીડિયો પણ ના બચાવ્યો જીવ


આ પણ વાંચો:સાબરમતી જેલમાંથી પકડાયો ગાંજો, પાકા કામના કેદી પાસેથી ઝડપાઈ 25 પડીકી

આ પણ વાંચો:થર્ટી ફર્સ્ટ નજીક આવતા બુટલેગરો બેફામ, 12,52,600ના મુદ્દામાલ સાથે એક ઈસમની ધરપક્ડ

આ પણ વાંચો:કાંકરેજના વરસડા ગામે ભ્રષ્ટાચારની તપાસર અર્થે પહોંચી જિલ્લા વિકાસ અધિકારીની ટીમ!

આ પણ વાંચો:‘પત્નીને માત્ર સપ્તાહના અંતે મળે છે’, નિયમિત શારીરિક સંબંધોના અધિકાર માટે હાઈકોર્ટમાં અપીલ