Not Set/ મોદી સરકાર મેહુલ ચોક્સી અને નીરવ મોદીને ભારત લઇ આવશે, ભ્રષ્ટાચાર મુક્ત છે આ સરકાર : નિર્મલા સીતારમણ

નવી દિલ્લી પંજાબ નેશનલ બેંકનું ૧૨,૬૦૦ કરોડનું  કૌભાંડ કરનાર આરોપી નીરવ મોદી અને મેહુલ ચોક્સીને ભારત સરકાર શોધીને પરત લઇ આવશે તેવું  ભારતના રક્ષામંત્રી નિર્મલા સીતારમણે ગુરૂવારે એક કાર્યક્રમમાં કહ્યું હતું. તેમણે દાવો પણ કર્યો છે, કે એનડીએ એ ભ્રષ્ટાચાર રહિત સરકાર આપી છે. રક્ષામંત્રીનું કહેવું છે કે આપણે સાવધાન  રહેવું પડશે કે સીસ્ટમ આ […]

Top Stories
nirmala sitharaman social મોદી સરકાર મેહુલ ચોક્સી અને નીરવ મોદીને ભારત લઇ આવશે, ભ્રષ્ટાચાર મુક્ત છે આ સરકાર : નિર્મલા સીતારમણ

નવી દિલ્લી

પંજાબ નેશનલ બેંકનું ૧૨,૬૦૦ કરોડનું  કૌભાંડ કરનાર આરોપી નીરવ મોદી અને મેહુલ ચોક્સીને ભારત સરકાર શોધીને પરત લઇ આવશે તેવું  ભારતના રક્ષામંત્રી નિર્મલા સીતારમણે ગુરૂવારે એક કાર્યક્રમમાં કહ્યું હતું. તેમણે દાવો પણ કર્યો છે, કે એનડીએ એ ભ્રષ્ટાચાર રહિત સરકાર આપી છે.

રક્ષામંત્રીનું કહેવું છે કે આપણે સાવધાન  રહેવું પડશે કે સીસ્ટમ આ બધી કમીને વધવાનો મોકો ન આપે. મેહુલ ચોક્સી અને નીરવ મોદી ભલે ભારત છોડીને જતા રહ્યા પણ અમે તેમને પાછા લઇ આવીશું. કાર્યક્રમના ઉદ્ધાટન વખતે નિર્મલા સીતારમણે કહ્યું કે સરકાર સુધારા કરવા માટે તૈયાર છે ઉપરાંત તેમણે ‘ ગુડ એન્ડ સર્વિસ ટેક્સ ‘ ને બોલ્ડ પગલું કહ્યું.

મોદી સરકારના સુધારા માટે ઉઠવામાં આવેલા દરેક પગલા વિશે તેમણે કહ્યું કે જીએસટીનો શરૂઆતમાં ઘણો વિરોધ થયો હતો અને ઘણી મુશ્કેલી પણ આવી હતી તેમ છતાં સરકારે સફળતાપૂર્વક તેને લાગુ કર્યું. જીએસટી હટાવવા માટે ઘણા પ્રયત્નો  કરવામાં આવ્યા હતા પણ સરકાર આજે પણ સુધારા કરવા માટે પ્રતિબદ્ધ છે અને જીએસટી જેવો બોલ્ડ નિર્ણય લેવાની હિંમત રાખે છે.

વધુમાં રક્ષામંત્રીએ ઉમેર્યું કે સરકારમાં ભ્રષ્ટાચાર જેવો કોઈ ગુણ નથી. સરકારના બધા નિર્ણય નીતિ પર આધારિત છે વિવેક પર નહી. ભ્રષ્ટાચાર મુક્ત સરકારનો અર્થ છે પૈસા સાચી જગ્યા અને સાચા લોકો પાછળ ખર્ચ થાય. ડીઝીટલાઈઝેશનથી બહારના લોકોને સીધો ફાયદો થયો છે. મોદી સરકારના બીજા પણ ઘણા એવા કામ છે જેનાથી લોકોને ફાયદો થયો છે.

અહીં પણ કેન્દ્રીય મંત્રીએ સરકાર દ્વારા ફ્રાંસ પાસેથી ખરીદેલા રાઈફલ ફાઈટરની કિંમત ખુલાસો ના કરીને બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી મોદી સરકાર વિરુદ્ધ કઈક શોધી રહ્યા છે પણ અફસોસ છે કે તેમને કઈ નહી મળે. કારણ કે આ સરકાર ભ્રષ્ટાચાર મુક્ત છે. જો રાફેલ ફાઈટરની કિંમત તો ખુલાસો કરવામાં આવત તો એ દુશ્મન દેશોને મદદ કરવા જેવું કામ થાત.

છેલ્લે રક્ષામંત્રીએ કીધું કે મને આશા છે કે જનતા આ સરકારના ઉદ્દેશને જલ્દીથી સમજી જશે. જયારે કોંગેસ માત્ર મુદ્દાને ગરમ રાખવા માટે આ પ્રકારના પ્રશ્નો પૂછે છે.