Crime/ જુહાપુરામાં અજજુ ગેંગે નજીવી બાબતમાં રિક્ષા ચાલકને માર્યો માર

અમદાવાદના જુહાપુરામાં મારમારી અને જીવલેણ હુમલાના કિસ્સા ખુબજ વધી ગયા છે. દર અઠવાડિયે એક જીવલેણ હુમલાનો બનાવ જુહાપુરામાં બની રહ્યો છે. થોડા સમય પહેલા પણ જુહાપુરામાં બાબા અને કે.કે ગેંગ એ જાહેર રોડ ઉપર રીતસર નો ઉદ્યમ મચાવ્યો હતો. અને ચાઇનિઝ ની દુકાનમાં તોડફોડ ચલાવીને વિસ્તારમાં ભયનો માહોલ સર્જી દીધો હતો. આ બનાવની શાહી હજી […]

Ahmedabad Gujarat
2maramari 2 જુહાપુરામાં અજજુ ગેંગે નજીવી બાબતમાં રિક્ષા ચાલકને માર્યો માર

અમદાવાદના જુહાપુરામાં મારમારી અને જીવલેણ હુમલાના કિસ્સા ખુબજ વધી ગયા છે. દર અઠવાડિયે એક જીવલેણ હુમલાનો બનાવ જુહાપુરામાં બની રહ્યો છે. થોડા સમય પહેલા પણ જુહાપુરામાં બાબા અને કે.કે ગેંગ એ જાહેર રોડ ઉપર રીતસર નો ઉદ્યમ મચાવ્યો હતો. અને ચાઇનિઝ ની દુકાનમાં તોડફોડ ચલાવીને વિસ્તારમાં ભયનો માહોલ સર્જી દીધો હતો. આ બનાવની શાહી હજી સુખાઇ પણ નથી અને ત્યાં જુહાપુરામાં વધુ એક ગુંડાગીરીનો બનાવ સામને આવ્યો છે.

જુહાપુરા ફતેહ વાડીમાં રહેતા અશરફ સિંધીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ત્રણ ઈસમો સામે જીવલેણ હુમલાની ફરિયાદ નોંધાઇ છે. અશરફ પોતાના રાબેતા સમય મુજબ પોતાની રિક્ષા લઈને જુહાપુરા સોનલ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કુખ્યાત અજ્જુ ઉર્ફે કાલિયા તેના બે ઈસમો સાથે સોનલ રોડ ઉપર આવ્યો હતો. અશરફ ભાઈને જોઈને અજ્જુ અને તેના માણસોએ તેમની રિક્ષા રોકી હતી. અને નજીવી બોલાચાલી કરીને ત્રણેય ઈસમોએ અચાનક અશરફ ભાઈ ઉપર બેઝ બોલના દંડા વડે હુમલો કરી દિધો હતો. જેમાં અશરફનો પગ ફેક્ચર થઈ જતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હુમલો કર્યા બાદ ત્રણેય ઈસમો ઘટના સ્થળેથી નાસી છૂટયા હતા. આ મામલે અશરફ ભાઈએ અજજુ ઉર્ફે કાલિયા સહિત ત્રણ ઈસમો સામે જીવલેણ હુમલાની ફરિયાદ નોંધાવી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ