Not Set/ ધોરણ-12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓના વાલીઓને હાશકારો, 22 માર્ચ સુધી પરીક્ષા ફોર્મ ભરી શકાશે

કોરોનાના કારણે શિક્ષણ વ્યવસ્થામાં જડમૂળથી ફેરફાર આવ્યા છે ત્યારે પરીક્ષા માટેના ફોર્મ પણ ઓનલાઇન ભરવામાં આવી રહ્યા છે.ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની

Gujarat Education Trending
ધોરણ-12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓના વાલીઓને હાશકારો, 22 માર્ચ સુધી પરીક્ષા ફોર્મ ભરી શકાશે

કોરોનાના કારણે શિક્ષણ વ્યવસ્થામાં જડમૂળથી ફેરફાર આવ્યા છે ત્યારે પરીક્ષા માટેના ફોર્મ પણ ઓનલાઇન ભરવામાં આવી રહ્યા છે.ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની મુદ્દત વધુ એક વખત લંબાવવામાં આવી છે. 12 માર્ચના બદલે હવે વિદ્યાર્થીઓ 22 માર્ચ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકશે. તેના માટે વિદ્યાર્થીઓ પાસેથી લેઈટ ફી પણ લેવામાં આવશે નહીં. ઉપરાંત 22 માર્ચ સુધી સ્કૂલો આવેદનપત્રોમાં સુધારો પણ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રિન્સીપાલ એપ્રુવલ બાકી હોય તો તે કાર્યવાહી પણ 22 માર્ચ સુધી કરી શકાશે તેમ બોર્ડ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે.આ મુદત લંબાવવામાં આવતા વાલીઓમાં હાશકારો જોવા મળ્યો છે.

Country's biggest examination center to come up in Patna with seating  capacity of 25,000

કોરોના સંક્રમિત / રામકૃષ્ણ આશ્રમ રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદ સહિત 15 અનુયાયીઓ કોરોના સંક્રમિત,આશ્રમ પરિષદની તમામ પ્રવૃત્તિઓ પર રોક

ઘણા વિદ્યાર્થીઓ તેમની પરીક્ષાના ઓનલાઈન ફોર્મ કરવાની જટિલ પ્રક્રિયાના કારણે ફોર્મ ભરવામાં થી વંચિત રહી ગયા હતા.ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાના આવેદનપત્રો રેગ્યુલર ફી ભરવાની અંતિમ તારીખ 12 માર્ચ હતી. જોકે, ઘણા વિદ્યાર્થીઓના ફોર્મ હજુ ભરાયા ન હોવાથી બોર્ડ દ્વારા મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે. જે મુજબ હવે ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે 22 માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. બોર્ડ દ્વારા હાલમાં જે મુદ્દતમાં વધારો કરાયો છે તેના માટે અલગથી કોઈ લેઈટ ફી લેવામાં આવશે નહીં. આમ, 22 માર્ચ સુધી વિદ્યાર્થીઓના ફોર્મ રેગ્યુલર ફી સાથે જ ભરી શકાશે તેવી વ્યવસ્થા કરાઈ છે.

Exam Pad: Heralding a new age in examination

ડ્રેગનની ધમકી / ક્વાડ દેશોની બેઠકથી ચીનને લાગ્યા મરચાં, સરકારી ભોંપૂ ગ્લોબલ ટાઇમ્સે કહ્યું-એક ઇંચ જમીન ભારત ન લઇ શકે

ગુજરાત બોર્ડ દ્વારા વાલીઓ અને વિદ્યાર્થીઓની મુશ્કેલીને ઘ્યાનમાં લઇને તારીખ આગળ વધારવામાં આવી છે.ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા માટેના ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 22 માર્ચના રોજ રાતના 12 વાગ્યા સુધીની રહેશે. 22 માર્ચ સુધી સામાન્ય પ્રવાહના કોઈપણ વિદ્યાર્થીની માહિતીમાં શાળા કક્ષાએથી જ સુધારો કરી શકાશે. જે માટે અલગથી કોઈ ફી આપવાની રહેશે નહીં. વિદ્યાર્થીનું પ્રિન્સીપાલ એપ્રુવલ બાકી હોય તો તે પણ 22 માર્ચ સુધીમાં કરી શકાશે. જો કોઈ શાળાએ ફાઈનલ એપ્રુવલ કરી દીધું હોય અને આવેદનપત્રો ભરવાના કે સુધારા કરવાના બાકી હોય તો ફાઈનલ એપ્રુવલનું ટીકમાર્ક કાઢીને સબમીટ કરવાથી આવેદનપત્ર ભરી શકાશે અને સુધારો કરી શકાશે.આ ઉપરાંતગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની મે માસમાં યોજનારી ધોરણ-10 અને 12ની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરવા માટે રાજ્યપાલને પત્ર લખી રજૂઆત કરાઈ છે. બોર્ડની પરીક્ષા વખતે મુસ્લિમોના પવિત્ર રમઝાન માસ અને રમઝાન ઈદનો તહેવાર આવતો હોવાથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં અસર થશે તેમ જણાવી રમઝાન ઈદ બાદ બોર્ડની પરીક્ષા લેવામાં આવે તે માટે રજૂઆત કરાઈ છે.

 

મમતાના નવા સલાહકાર / TMCમાં જોડાયા પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિંહા, જણાવ્યું મમતાને સાથ આપવાનું આ કારણ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…